પૂજા કરાવી. આ પ્રમાણે રાણી કનકોદરીને અર્જિકા ધર્મનો ઉપદેશ આપી, પોતાના સ્થાનકે
ગયા અને તે કનકોદરી શ્રી સર્વજ્ઞદેવના ધર્મનું આરાધન કરીને સમાધિમરણ કરીને
સ્વર્ગલોકમાં ગઈ. ત્યા સ્વર્ગનાં સુખ ભોગવ્યાં અને સ્વર્ગમાંથી ચ્યવીને મહેન્દ્રની રાણી
મનોવેગાની અંજનાસુંદરી નામની તું પુત્રી થઈ. પુણ્યના પ્રભાવથી રાજકુળમાં જન્મી,
ઉત્તમ વર મળ્યો અને જે જિનેન્દ્રદેવની પ્રતિમાને એક ક્ષણ મંદિરની બહાર રાખી હતી
તેના પાપથી ધણીનો વિયોગ અને કુટુંબનો અનાદર પામી. વિવાહના ત્રણ દિવસ પહેલાં
પવનંજય ગુપ્ત રીતે આવ્યા હતા, રાત્રે તારા મહેલના ઝરૂખામાં મિત્ર પ્રહસ્ત સાથે બેઠા
હતા તે વખતે સખી મિશ્રકેશીએ વિદ્યુતપ્રભનાં વખાણ કર્યાં અને પવનંજયની નિંદા કરી
તે કારણે પવનંજયને દ્વેષ થયો. પછી યુદ્ધ માટે ઘેરથી નીકળ્યા, માનસરોવર પર પડાવ
કર્યો ત્યાં ચકવીનો વિરહ જોઈ કરુણા ઉપજી, તે કરુણા જ જાણે કે સખીનું રૂપ લઈને
કુમારને સુંદરી પાસે લાવી અને તને ગર્ભ રહ્યો. કુમાર છાનામાના જ પિતાની આજ્ઞા
સાધવા માટે રાવણની પાસે ગયા. આમ કહીને ફરીથી મુનિએ અંજનાને કહ્યુંઃ હે બાલિકે!
તું કર્મના ઉદયથી આવું દુઃખ પામી માટે આવું નિંદ્ય કર્મ કરીશ નહિ. સંસારસમુદ્રથી
તારનાર જિનેન્દ્રદેવની ભક્તિ કર. પૃથ્વી ઉપર જે સુખ છે તે સર્વ જિનભક્તિના પ્રતાપે
મળે છે. પોતાના ભવની આવી વાત સાંભળી અંજના વિસ્મય પામી અને પોતાના કરેલા
કર્મની નિંદા કરતી ખૂબ પશ્ચાત્તાપ કરવા લાગી. ત્યારે મુનિએ કહ્યું, હે પુત્રી! હવે તું
તારી શક્તિ પ્રમાણે નિયમ લે અને જિનધર્મનું સેવન કર, યતિ-વ્રતીઓની ઉપાસના કર.
તેં એવાં કર્મ કર્યાં હતાં કે તું અધોગતિ પામત, પરંતુ સંયમશ્રી અર્જિકાએ કૃપા કરીને
ધર્મનો ઉપદેશ આપ્યો અને હાથનો ટેકો આપી કુગતિના પતનથી બચાવી, અને જે બાળક
તારા ગર્ભમાં આવ્યો છે તે મહાકલ્યાણનું ભાજન છે. પુત્રના પ્રભાવથી તું પરમસુખ
પામીશ, તારો પુત્ર અખંડવીર્ય છે, દેવોથી પણ ન જિતાય તેવો થશે. હવે થોડા જ
દિવસોમાં તારા પતિનો તને મેળાપ થશે. માટે હે ભવ્યે! તું તારા મનમાં ખેદ ન કર,
શુભ ક્રિયામાં પ્રમાદરહિતપણે ઉદ્યમી થા. મુનિનાં આ વચન સાંભળીને અંજના અને
વસંતમાલા ખૂબ રાજી થઈ અને મુનિને વારંવાર નમસ્કાર કર્યા. મુનિરાજે એમને
ધર્મોપદેશ આપીને આકાશમાર્ગે વિહાર કર્યો. જેમનું ચિત્ત નિર્મળ છે એવા સંયમીઓને
માટે એ જ ઉચિત છે કે તે નિર્જન સ્થાનકમાં નિવાસ કરે અને તે પણ અલ્પકાળ જ રહે.
આ પ્રમાણે અંજના પોતાના ભવ સાંભળીને પાપકર્મથી અત્યંત ડરી અને ધર્મમાં સાવધાન
થઈ. તે ગુફા મુનિના બિરાજવાથી પવિત્ર થઈ હતી તેથી ત્યાં અંજના વસંતમાલા સાથે
પુત્રની પ્રસૂતિનો સમય જોઈને રહી.
કરતી. પતિવ્રતા અંજના પ્રિય વિના જંગલમાં એકલી હતી તેનું દુઃખ જાણે કે સૂર્ય ન જોઈ
શક્યો, તેથી અસ્ત થવા લાગ્યો. એનાં દુઃખથી સૂર્યનાં કિરણો મંદ થઈ ગયાં. પહાડના
શિખર પર અને વૃક્ષોની