આકાશમંડળ લાલ થઈ ગયું, જાણે કે ક્રોધે ભરાયેલા સિંહનાં લાલ નેત્રોની લાલાશ ફેલાઈ
ગઈ છે. પછી શીઘ્ર અંધકાર સ્વરૂપ રાત્રિ પ્રગટ થઈ, જાણે કે રાક્ષસી જ રસાતાળમાંથી
નીકળી છે. સંધ્યા સમયે પક્ષીઓ ચીંચીં કરતાં ગહન વનમાં શબ્દરહિત થઈ વૃક્ષોની ટોચે
બેસી ગયાં, રાત્રિનું શ્યામ સ્વરૂપ ડરામણું લાગવાથી ચૂપ થઈ ગયાં. શિયાળના ભયાનક
અવાજ આવવા લાગ્યા, જાણે કે આવનારા ઉપસર્ગનો ઢોલ જ વાગી રહ્યો હોય.
છે, તેના ભયાનક શબ્દથી વન ગુંજી રહ્યું છે, મુખમાંથી પ્રલયકાળના અગ્નિની જ્વાળા
સમાન જીભ લબકારા મારે છે, તીક્ષ્ણ દાઢ અત્યંત કુટિલ છે, પ્રલયકાળના ઉગતા સૂર્ય
જેવા તેજ ધારણ કરતાં નેત્રો છે. તે સિંહે પૂછની અણી મસ્તક ઉપર ઊંચી કરી હતી,
નખની અણીથી ધરતી ખોદતો હતો, મૃત્યુનું સાક્ષાત્ સ્વરૂપ હોય તેવો યમનો પણ યમ
હોય તેવો જોઈને વનમાં બધાં જીવ ડરી ગયાં. તેના નાદથી ગુફા ગાજી ઊઠી, જાણે
ભયંકર પહાડ રોવા લાગ્યો. તેનો નિષ્ઠુર અવાજ વનના જીવોના કાનને ભયંકર મુદ્ગરના
ઘાત જેવો લાગ્યો. તેનાં લાલ નેત્રોના ભયથી હરણો જાણે ચિત્ર જેવા બની ગયાં હતાં.
મદોન્મત્ત હાથીનો મદ ઉતરી ગયો હતો, બધાં પશુઓ પોતપોતાનાં બચ્ચાઓને લઈ
ભયથી ધ્રૂજતાં વૃક્ષોને આશરે આવી રહ્યાં. સિંહની ગર્જના સાંભળી અંજનાએ એવી
પ્રતિજ્ઞા કરી કે જો ઉપસર્ગથી મારું શરીર જાય તો મારે અનશન વ્રત છે, ઉપસર્ગ ટળશે
તો ભોજન લઈશ. સખી વસંતમાલા હાથમાં ખડ્ગ લઈને કોઈ વાર આકાશમાં જતી,
કોઈ વાર ભૂમિ પર આવતી, અતિવ્યાકુળ થઈ પક્ષિણીની જેમ ભટકતી હતી. એ બન્નેને
ભયભીત અને ધ્રૂજતી જોઈને તે ગુફાના નિવાસી મણિચૂલ નામના ગંધર્વની પત્ની
રત્નચૂલા દયા લાવીને કહેવા લાગીઃ હે દેવ! જુઓ, આ બન્ને સ્ત્રીઓ સિંહથી
અતિભયભીત અને વિહ્વળ છે, તમે એની રક્ષા કરો. ગંધર્વને દયા આવી. તેણે તત્કાળ
વિક્રિયા કરીને અષ્ટાપદનું સ્વરૂપ રચ્યું. ત્યાં સિંહ અને અષ્ટાપદના ભયંકર અવાજો
આવવા લાગ્યા. અંજના હૃદયમાં ભગવાનનું ધ્યાન ધરવા લાગી અને વસંતમાલા
સારસની જેમ વિલાપ કરતી રહી. હાય અંજના!! પહેલાં તો તું પતિને અપ્રિય દુર્ભાગી
બની, કોઈ પણ પ્રકારે પતિનું આગમન થયું તો તેનાથી તને ગર્ભ રહ્યો અને સાસુએ
સમજ્યા વિના ઘરમાંથી કાઢી, પછી માતાપિતાએ પણ ન રાખી અને મહાભયાનક વનમાં
આવી. ત્યાં પુણ્યના યોગે મુનિનાં દર્શન થયાં, મુનિએ ધૈર્ય બંધાવ્યું, પૂર્વભવની કથા કહી,
ધર્મોપદેશ આપી આકાશમાર્ગે ગયા અને તું પ્રસૂતિના હેતુથી ગુફામાં રહી. હવે આ સિંહના
મુખમાં પ્રવેશ કરીશ. હાય! હાય! એક રાજપુત્રી નિર્જન વનમાં મરણ પામી રહી છે. હવે
આ વનના દેવ, દયા કરીને રક્ષા કરો. મુનિએ કહ્યું હતું કે તારાં બધાં દુઃખો ટળી ગયાં તો શું
મુનિનું વચન અન્યથા થાય? આમ વિલાપ કરતી વસંતમાલા હીંચકે ઝૂલતી હોય તેમ એક