વસંતમાલા કહેવા લાગી કે હે દેવી! તું કલ્યાણપૂર્ણ છે તેં આવો પુત્ર પ્રાપ્ત કર્યો. એ સુંદર
લક્ષણોવાળો શુભરૂપ દેખાય છે. એ મહાન ઋદ્ધિધારક થશે. તારા પુત્રના ઉત્સવથી જાણે આ
વેલીરૂપ વનિતા નૃત્ય કરે છે, તેનાં પાંદડાં ડોલી રહ્યાં છે અને ભમરાં ગુંજારવ કરે છે તે
જાણે કે સંગીત કરે છે. આ બાળક પૂર્ણ તેજસ્વી છે તેથી એના પ્રભાવથી તારું બધું મંગળ
થશે. તું નકામી ચિંતા ન કર. આ પ્રમાણે બન્નેના વચનાલાપ થયા.
કોઈ નિષ્કારણ વેરી મારા પુત્રને લઈ જશે અથવા મારો કોઈ ભાઈ છે. તેનો વિલાપ
સાંભળીને વિદ્યાધરે વિમાન રોક્યું, દયા લાવીને તે આકાશમાંથી નીચે ઉતર્યો. ગુફાના દ્વાર
પર વિમાનને રોકી, મહાનીતિમાન, મહાવિવેકી શંકા ધરતો પોતાની સ્ત્રી સહિત અંદર
પ્રવેશ્યો. વસંતમાલાએ તેને જોઈને આદર આપ્યો. એ શુભ મનથી બેઠો, થોડી વાર પછી
મધુર અને ગંભીર વાણીથી વસંતમાલાને પૂછવા લાગ્યો. તેનાં વચન એવાં ગંભીર હતાં કે
જાણે મોરને આનંદ આપનાર મેઘ જ ગરજતા હોય. મર્યાદાવાળી આ બાઈ કોની દીકરી
છે, કોને તે પરણી છે, કયા કારણથી તે જંગલમાં રહે છે, એ મોટા ઘરની પુત્રી કયા
કારણે કુટુંબથી વિખૂટી પડી છે, અથવા આ લોકમાં રાગદ્વેષ રહિત જે ઉત્તમ જીવ છે તેના
પૂર્વકર્મના પ્રેરાયેલા જીવો વિના કારણે વેરી થાય છે. ત્યારે વસંતમાલાએ દુઃખના ભારથી
રૂંધાયેલા કંઠે, આંસુ સારતાં, નીચી દ્રષ્ટિ રાખીને કહ્યું કે હે મહાનુભાવ! આપનાં વચનથી
જ આપના મનની શુદ્ધતા જણાઈ આવે છે. જેમ રોગ અને મૃત્યુનું મૂળ જે વિષવૃક્ષ તેની
છાયા સુંદર હોય છે અને જેમ બળતરાનો નાશ કરનાર જે ચંદનવૃક્ષ તેની છાયા પણ
સુંદર લાગે છે તેમ આપના જેવા ગુણવાન પુરુષ છે તે શુદ્ધ ભાવ પ્રગટ કરવાના સ્થાન
છે. આપ મહાન છો, દયાળુ છો. જો આપને આનું દુઃખ સાંભળવાની ઈચ્છા હોય તો
સાંભળો. હું કહું છું. આપના જેવા મોટા પુરુષને કહેવાથી દુઃખ મટે છે. આપ દુઃખ
મટાડનાર પુરુષ છો, આપદામાં સહાય કરવાનો આપનો સ્વભાવ જ છે. હવે હું કહું તે
સાંભળો. આ અંજનાસુંદરી રાજા મહેન્દ્રની પુત્રી છે. તે રાજા પૃથ્વી પર પ્રસિદ્ધ મહા
યશવાન, નીતિવાન અને નિર્મળ સ્વભાવવાળા છે. રાજા મહેન્દ્રના પુત્ર પવનંજય ગુણોના
સાર છે તેની પ્રાણથી પણ અધિક પ્યારી પત્ની છે. પવનંજય એક વખતે પિતાની
આજ્ઞાથી રાવણ પાસે વરુણ સાથે યુદ્ધ કરવા નીકળ્યા હતા. તે માન સરોવરથી રાત્રે
આના મહેલમાં છાનામાના આવ્યા અને તે કારણે આને ગર્ભ રહ્યો. એની સાસુ ક્રૂર
સ્વભાવવાળી, દયારહિત અને મહામૂર્ખ હતી. તેના મનમાં ગર્ભ બાબત ભ્રમ થયો તેથી
તેણે એને એના પિતાને ઘેર મોકલી દીધી. આ તો સર્વ દોષરહિત, મહાસતી, શીલવંતી,
નિર્વિકાર છે છતાં પિતાએ પણ અપકીર્તિના ભયથી તેને રાખી નહિ. જે સજ્જન પુરુષ છે
તે જૂઠા દોષથી પણ ડરે છે. આ ઊંચા કુળની પુત્રી કોઈના આલંબન વિના