છીએ, વિશ્વાસપાત્ર અને કૃપાપાત્ર છીએ. આજે આ વનમાં એની પ્રસૂતિ થઈ છે. આ
વન અનેક પ્રકારના ઉપસર્ગોનું નિવાસસ્થાન છે, કોણ જાણે કેવી રીતે એને સુખ મળશે?
હે રાજન! આની સંક્ષિપ્ત હકીકત આપને કહી છે અને બધાં દુઃખો ક્યાં સુધી વર્ણવું. આ
રીતે સ્નેહપૂર્ણ વસંતમાલાના હૃદયનો રાગ અંજનાના તાપરૂપ અગ્નિથી પીગળીને શરીરમાં
ન સમાવાથી તેના વચનદ્વારે બહાર નીકળ્યો. ત્યારે તે હનૂરુહ નામના દ્વીપના સ્વામી
રાજા પ્રતિસૂર્ય વસંતમાલાને કહેવા લાગ્યા-હે ભવ્યે! હું રાજા ચિત્રભાનુ અને રાણી
સુંદરમાલિનીનો પુત્ર છું. આ અંજના મારી ભાણેજ છે. મેં ઘણા દિવસે જોઈ તેથી ઓળખી
નહિ. આમ કહીને અંજનાની બાલ્યાવસ્થાથી લઈને બધો વૃત્તાંત કહીને ગદ્ગદ્ વાણીથી
વાત કરીને આંસુ સારવા લાગ્યા. પૂર્ણ વૃત્તાંત સાંભળવાથી અંજનાએ એને મામા જાણીને
ગળે વળગીને ખૂબ રુદન કર્યું અને જાણે કે બધું દુઃખ રુદન સાથે નીકળી ગયું. આ
જગતની રીત છે કે પોતાના હિત કરનારને જોવાથી આંસુ પડે છે. તે રાજા પણ રુદન
કરવા લાગ્યા. તેની રાણી પણ રોવા લાગી. વસંતમાલા પણ ખૂબ રડી. આ બધાના
રુદનથી ગુફામાં ગુંજારવ થયો, જાણે કે પર્વતે પણ રુદન કર્યું. પાણીનાં ઝરણાં એ જ
આંસુઓ હતાં. તેનાથી આખું વન અવાજમય બની ગયું. વનના પશુઓ મૃગાદિ પણ
રુદન કરવા લાગ્યાં. રાજા પ્રતિસૂર્યે પાણીથી અંજનાનું મુખ ધોવરાવ્યું અને પોતે પણ
પોતાનું મુખ ધોયું. વન પણ નિઃશબ્દ થઈ ગયું, જાણે એની વાત સાંભળવા ઈચ્છતું હોય.
અંજના પ્રતિસૂર્યની સ્ત્રી સાથે વાત કરવા લાગી. મોટાની એ રીત છે કે દુઃખમાં પણ
કર્તવ્ય ન ભુલે. પછી અંજનાએ મામાને કહ્યું કે હે પૂજ્ય! મારા પુત્રનું સમસ્ત શુભાશુભ
વૃત્તાંત જ્યોતિષીને પૂછો. સાંવત્સર નામનો જ્યોતિષી સાથે હતો તેને પૂછયું ત્યારે
જ્યોતિષી બોલ્યો કે બાળકનાં જન્મનો સમય કહો. વસંતમાલાએ કહ્યું કે આજે અર્ધરાત્રિ
વીત્યા પછી જન્મ થયો છે. પછી લગ્ન સ્થાપીને બાળકના શુભ લક્ષણ જાણી જ્યોતિષી
કહેવા લાગ્યો કે આ બાળક મુક્તિનું ભાજન છે. હવે જન્મ ધારણ નહિ કરે. જે તમારા
મનમાં સંદેહ છે તે હું સંક્ષેપમાં કહું તે સાંભળો. ચૈત્ર વદી આઠમની તિથિ છે અને શ્રવણ
નક્ષત્ર છે. સૂર્ય મેઘના ઉચ્ચ સ્થાનમાં બેઠો છે અને ચંદ્રમા વૃષનો છે, મકરનો મંગળ છે,
બુધ મીનનો છે, બૃહસ્પતિ કર્કનો છે તે ઉચ્ચ છે. શુક્ર, શનિ બન્ને મીનના છે, સૂર્ય પણ
પૂર્ણ દ્રષ્ટિથી શનિને દેખે છે, મંગળ દશ વિશ્વા સૂર્યને દેખે છે. બૃહસ્પતિ પંદર વિશ્વા સૂર્યને
દેખે છે, સૂર્ય બૃહસ્પતિને દશ વિશ્વા દેખે છે, ચંદ્રમાને પૂર્ણ દ્રષ્ટિથી બૃહસ્પતિ દેખે છે,
બૃહસ્પતિને ચંદ્રમા દેખે છે, બૃહસ્પતિ શનિશ્વરને પંદર વિશ્વા દેખે છે. શનિશ્વર બૃહસ્પતિને
દશ વિશ્વા દેખે છે બૃહસ્પતિ શુક્રને પંદર વિશ્વા દેખે છે અને શુક્ર બૃહસ્પતિને પંદર વિશ્વા
દેખે છે. આના બધા જ ગ્રહ બળવાન બેઠા છે. સૂર્ય અને મંગળ આનું અદ્ભૂત રાજ્ય
નિરૂપણ કરે છે, બૃહસ્પતિ અને શનિ મુક્તિને આપનાર યોગીન્દ્રપદનો નિર્ણય કરે છે. જો
એક બૃહસ્પતિ ઉચ્ચ સ્થાને બેઠો હોય તો સર્વ કલ્યાણની