સહિત બાળકને નમસ્કાર કરવા લાગ્યા. આ બાળક મંદ મંદ મલકતો, રમણીક લાગતો સૌ
નરનારીઓનાં મન હરતો હતો. રાજા પ્રતિસૂર્ય પુત્ર સહિત અંજના-ભાણેજને વિમાનમાં
બેસાડી પોતાના સ્થાનકે લઈ આવ્યો. તેનું નગર ધજા-તોરણોથી શોભાયમાન છે, રાજાને
આવેલા સાંભળીને નગરનાં સર્વ લોક નાના પ્રકારનાં મંગળ દ્રવ્યો સહિત સામે આવ્યાં.
રાજા પ્રતિસૂર્યે નગરમાં પ્રવેશ કર્યો, વાજિંત્રોના નાદથી દશે દિશાઓ વ્યાપ્ત થઈ, વિદ્યાધરે
બાળકના જન્મનો મોટો ઉત્સવ કર્યો, જેમ સ્વર્ગમાં ઇન્દ્રની ઉત્પત્તિનો ઉત્સવ દેવો કરે છે
તેમ. બાળકનો જન્મ પર્વત પર થયો હતો અને વિમાનમાંથી પડીને પર્વતના ચૂરા કરી
નાખ્યા હતા તેથી તેનું નામ માતા અને રાજા પ્રતિસૂર્યે શ્રીશૈલ પાડયું અને તેનો જન્મોત્સવ
હનૂરુહ દ્વીપમાં થયો તેથી હનુમાન એ નામ પૃથ્વી પર પ્રસિદ્ધ થયું. તે શ્રીશૈલ (હનુમાન)
હનૂરુહ દ્વીપમાં રમતા. દેવની પ્રભા જેવી કાંતિવાળા, જેની શરીરની ક્રિયા મહા ઉત્સવરૂપ
હતી, સર્વ લોકોનાં મન અને નેત્રને હરનાર હનુમાન પ્રતિસૂર્યના નગરમાં બિરાજે છે.
છે અને મહા આતાપ ઉપજાવનાર અગ્નિ ચંદ્રમાનાં કિરણ સમાન અને વિસ્તીર્ણ
કમલિનીના વન સમાન શીતળ થાય છે અને મહાતીક્ષ્ણ ખડ્ગની ધારા મહામનોહર
કોમળ લતા સમાન થાય છે. આમ જાણીને જે વિવેકી જીવ છે તે પાપથી વિરક્ત થાય છે.
પાપ દુઃખ દેવામાં પ્રવીણ છે. તમે જિનરાજના ચરિત્રમાં અનુરાગી થાવ. જિનરાજનું
ચરિત્ર સારભૂત મોક્ષનું સુખ આપવામાં ચતુર છે, આ સમસ્ત જગત નિરંતર જન્મ-જરા-
મરણરૂપ સૂર્યના આતાપથી તપેલું છે, તેમાં હજારો વ્યાધિ છે તે સૂર્યનાં કિરણોનો સમૂહ છે.
સત્તરમું પર્વ પૂર્ણ થયું.
સાંભળ. પવનંજય પવનની પેઠે શીઘ્ર રાવણ પાસે આવ્યા અને રાવણની આજ્ઞા લઈ
વરુણ સાથે યુદ્ધ કરવા લાગ્યા. ઘણા લાંબા સમય સુધી જાતજાતનાં શસ્ત્રોથી વરુણ અને
પવનંજય વચ્ચે યુદ્ધ થયું. તે યુદ્ધમાં પવનંજયે વરુણને બાંધી લીધો. તેણે જે ખરદૂષણને
બાંધ્યો હતો તેને છોડાવ્યો અને વરુણને રાવણની