પરણે. આ વાત સાંભળીને લક્ષ્મણ આશ્ચર્ય પામ્યા અને તેમને ગુસ્સો આવ્યો. તેમણે
મનમાં વિચાર્યું કે અભિમાની, દુષ્ટ ચેષ્ટાવાળી તે કન્યાને જોવી. આમ વિચારીને મુખ્ય
માર્ગે ચાલતા, વિમાન સમાન સુંદર ઘરો જોતાં અને મદોન્મત્ત કાળી ઘટા સમાન હાથીઓ
તથા ચંચળ અશ્વોને અવલોકતા, નૃત્યશાળા જોતા તે રાજમહેલમાં પહોંચ્યા. રાજમહેલ
અનેક પ્રકારના ઝરૂખાઓ અને ધ્વજોથી શોભે છે, શરદના વાદળ સમાન તે ઉજ્જવળ છે.
ત્યાં કન્યા રહે છે. મનોહર રચનાસંયુક્ત, ઊંચા કોટથી ઘેરાયેલ મહેલના દ્વારા પર જઈને
લક્ષ્મણ ઊભા રહ્યા. ત્યાં ઇન્દ્રના ધનુષ સમાન અનેક વર્ણનાં તોરણો છે. અનેક દેશમાંથી
સુભટો જાતજાતની ભેટો લઈને આવ્યા છે, કોઈ બહાર નીકળે છે, કોઈ અંદર જાય છે.
સામંતોની ભીડ વધી રહી છે. લક્ષ્મણને દ્વારમાં પ્રવેશ કરતા જોઈ દ્વારપાળે સૌમ્ય વાણીથી
પૂછયું તમે કોણ છો? કોની આજ્ઞાથી આવ્યા છો? શા કારણે રાજમહેલમાં જવું છે?
કુમારે જવાબ આપ્યો. રાજાને મળવા ઇચ્છું છું. તું જઈને રાજાને પૂછ. પછી દ્વારપાળ
પોતાની જગ્યાએ બીજા માણસને મૂકીને પોતે રાજા પાસે જઈને વિનંતી કરવા લાગ્યો કે
હે મહારાજ! આપના દર્શન કરવા એક અત્યંત રૂપાળો પુરુષ આવ્યો છે, તે બારણે ઊભો
છે, તેનો વર્ણ નીલકમળ જેવો છે, આંખો કમળ જેવી છે, સૌમ્ય શુભમૂર્તિ છે. રાજાને તેના
તરફ જોઈને આવવાની આજ્ઞા આપી ત્યારે દ્વારપાળ લક્ષ્મણને રાજાની સમીપ લઈ ગયો.
આખી સભા અતિસુંદર, તેને જોઈને જેમ ચંદ્રમાને જોઈ સમુદ્રની શોભા વૃદ્ધિ પામે તેમ
હર્ષની વૃદ્ધિ પામી. રાજા તેને દેદીપ્યમાન, વિકટ સ્વરૂપ તથા પ્રણામ કર્યા વિના આવી
ઊભેલો જોઈ કાંઈક ગુસ્સે થઈને પૂછવા લાગ્યો તું કોણ છે? ક્યાંથી આવ્યો? અહીં
આવવાનો હેતું શો છે? લક્ષ્મણે વર્ષાકાળના મેઘ સમાન ગર્જના કરી. હું રાજા ભરતનો
સેવક છું, પૃથ્વીને જોવાની અભિલાષાથી પર્યટન કરું છું. તારી પુત્રીનો વૃત્તાંત સાંભળીને
અહીં આવ્યો છું. આ તારી પુત્રી મહાદુષ્ટ, મારકણી ગાય છે. તેનાં માનરૂપી શિંગડાં
તૂટયાં નથી, તે સર્વ લોકોને દુઃખદાયક વર્તન કરે છે. ત્યારે રાજા શત્રુદમને કહ્યું કે મારી
શક્તિને જે સહી શકે તે જિતપદ્માને વરે. ત્યારે લક્ષ્મણે કહ્યું કે તારી એક શક્તિથી મને
શું થાય? તું તારા પૂરેપૂરા બળથી મને પાંચ શક્તિ માર. આ પ્રમાણે રાજા અને લક્ષ્મણ
વચ્ચે વાર્તાલાપ થયો. તે સમયે ઝરૂખામાંથી જિતપદ્મા લક્ષ્મણને જોઈને મોહિત થઈ ગઈ.
અને હાથ જોડી, ઇશારો કરી તેને રોકાવા લાગી કે શક્તિનો પ્રહાર ન ખાવ. ત્યારે તેમણે
સંજ્ઞા કરી કે તું ડર નહિ. આમ ધૈર્ય આપી રાજાને કહ્યું કે શા માટે કાયર થઈ ગયો?
શક્તિ ચલાવ, તારી શક્તિ મને દેખાડ. રાજાએ કહ્યું કે તું મરવા ઇચ્છે છે તો લે, સહન
કર. એમ બોલી અત્યંત કોપથી પ્રજ્વલિત અગ્નિ સમાન એક શક્તિ ચલાવી તે લક્ષ્મણે
ગરુડ સર્પને પકડે તે જમણા હાથથી પકડી લીધી. બીજી શક્તિ ડાબા હાથથી પકડી લીધી.
ત્રીજી-ચોથી કાંખમાં પકડી લીધી. તે ચાર શક્તિને પકડેલો લક્ષ્મણ ગર્જતા હાથીની જેમ
શોભતો હતો. ત્યારે રાજાએ પાંચમી