શક્તિ ચલાવી તે લક્ષ્મણે જેમ સિંહ હરણીને પકડે તેમ દાંતમાં પકડી લીધી. પછી દેવો
આનંદિત થઈ પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા અને દુંદુભિ વાજાં વગાડવા લાગ્યા. લક્ષ્મણે કહ્યું કે
હવે બીજી છે. હોય તો બીજી પણ ચલાવ. ત્યારે બધા લોકો ભયથી ધ્રૂજવા લાગ્યા. રાજા
લક્ષ્મણનું અખંડ બળ જાઈને આશ્ચર્ય પામ્યો. લજ્જાથી નીચું જોઈ ગયો. જિતપદ્મા
લક્ષ્મણના રૂપ અને ચરિત્રથી આકર્ષાઈને આવીને ઊભી રહી. તે સુંદર વદની, મૃગનયની
કન્યા લક્ષ્મણની સમીપે ઇન્દ્રની સમીપે શચિ શોભે તેવી શોભતી હતી. જીતપદ્માને જોઈ
લક્ષ્મણનું હૃદય પ્રસન્ન થયું. મહાસંગ્રામમાં જેનું ચિત્ત સ્થિર ન થાય તે આના સ્નેહથી
વશીભૂત થઈ ગયું. લક્ષ્મણે તત્કાળ વિનયથી નમ્ર બની રાજાને કહ્યું કે, હે તાત! અમે
તમારા બાળક છીએ. અમારો અપરાધ માફ કરો, તમારા જેવા ગંભીર નર બાળકોની
અજ્ઞાન ચેષ્ટાથી કે કુવચનથી વિકાર પામતા નથી. શત્રુદમને અત્યંત હર્ષિક થઈ હાથીની
સૂંઢ સમાન પોતાની ભુજાઓથી કુમારને આલિંગન આપ્યું અને કહ્યું કે હે ધીર!
મહાયુદ્ધમાં મત્ત હાથીને ક્ષણમાત્રમાં જીતનારા મને તમે જીતી લીધો અને વનના પર્વત
સમાન હાથીઓના મદનું મર્દન કરનાર પાસે ગર્વ તમે ગાળી નાખ્યો. ધન્ય છે તમારા
પરાક્રમને! ધન્ય તમારું રૂપ, ધન્ય તમારી નિર્માનતા! અત્યંત વિનયવાન, અદ્ભૂત
ચારિત્રના ધારક તમે જ છો. આ પ્રમાણે રાજાએ સભામાં લક્ષ્મણના ગુણોનું વર્ણન કર્યું.
ત્યારે લક્ષ્મણ લજ્જાથી નીચે મુખ ઢાળી ગયા.
પુરુષોત્તમ! તમે મારી પુત્રીનું પાણિગ્રહણ કરો. લક્ષ્મણે કહ્યું કે મારા મોટ ભાઈ અને
ભાભી નગરની પાસે બેઠાં છે, તેમને પૂછો. તેમની જે આજ્ઞા હોય તે પ્રમાણે મારે અને
તમારે કરવું યોગ્ય છે. તે બધી રીત જાણે છે. પછી રાજા પુત્રીને અને લક્ષ્મણને રથમાં
બેસાડી, આખા કુટુંબ સાથે રઘુવીર પાસે આવ્યા. ખળભળતા સમુદ્રની ગર્જના જેવો તેની
સેનાનો અવાજ સાંભળીને અને ધૂળના ગોટા ઊડતા જોઈને સીતા ભયભીત થઈને કહેવા
લાગ્યાં, હે નાથ! લક્ષ્મણે કાંઈક ઉદ્ધત ચેષ્ટા કરી હશે તેથી આ દિશામાંથી ઉપદ્રવ આવતો
હોય તેમ જણાય છે, માટે સાવધાન થઈ જે કરવું હોય તે કરો. ત્યારે રામે જાનકીને
છાતીએ ચાંપીને કહ્યું, હે દેવી! ભય ન પામો. આમ કહીને ઊઠયા, ધનુષ ઉપર દ્રષ્ટિ કરી.
તે જ વખતે મનુષ્યોના સમૂહની આગળ સ્ત્રીઓને ગીત ગાતી સાંભળી, તે સુંદર
અંગવાળી સ્ત્રીઓ નજીક આવી. સ્ત્રીઓને ગાતી અને નાચતી જોઈને શ્રી રામને શાંતિ
થઈ. સ્ત્રીઓ આભૂષણમંડિત, હાથમાં મંગળ દ્રવ્યો લઈને, હર્ષભર્યા નેત્રે રથમાંથી
ઊતરીને આવી. રાજા શત્રુદમન પણ પોતાના પરિવાર સહિત શ્રી રામનાં ચરણારવિંદને
નમસ્કાર કરી, વિનયપૂર્વક બેઠો. લક્ષ્મણ અને જિતપદ્મા એક રથમાં બેઠાં હતાં. વિનયવાન
લક્ષ્મણ રથમાંથી ઊતરીને શ્રી રામચંદ્ર અને જાનકીને શિર નમાવી, પ્રણામ કરી દૂર બેઠો.
શ્રી રામે રાજા શત્રુદમનને કુશળ સમાચાર પૂછયા. રામના આગમનથી રાજાએ આનંદથી
નૃત્ય કર્યું, અત્યંત