Padmapuran (Gujarati). Parva 39 - Deshbushan-Kulbhushan munini katha.

< Previous Page   Next Page >


Page 333 of 660
PDF/HTML Page 354 of 681

 

background image
પદ્મપુરાણ ઓગણચાળીસમું પર્વ ૩૩૩
ભક્તિથી નગરમાં પધારવાની વિનંતી કરી. શ્રી રામ, સીતા અને લક્ષ્મણ એક રથમાં
બિરાજ્યાં. ખૂબ ઉત્સાહથી રાજાના મહેલમાં પધાર્યા. જાણે કે રાજમહેલ સરોવર જ હોય
ને! સ્ત્રીરૂપ કમળોથી ભરેલું, જેમાં લાવણ્યરૂપ જળ હતું, રણકાર કરતાં આભૂષણો તે જ
ત્યાં પક્ષી હતાં. આ બન્ને વીર નવયૌવન શોભાથી પૂર્ણ, કેટલાક દિવસ સુખમાં
બિરાજ્યા. રાજા શત્રુદમન તેમની સેવા કરતા.
સર્વ લોકના ચિત્તને આનંદ આપનાર, મહાધીરવીર રામ, લક્ષ્મણ અને સીતા એક
અર્ધરાત્રિએ ઊઠીને ચાલી નીકળ્‌યાં. લક્ષ્મણે પ્રિય વચનથી જેમ વનમાલાને ધૈર્ય આપ્યું
હતું તેમ જિતપદ્માને પણ ધીરજ રાખવાનું સમજાવી શ્રી રામ સાથે પ્રયાણ કર્યું. નગરના
સર્વ જનો તથા રાજાને એમના ચાલ્યા જવાથી અત્યંત ચિંતા થઈ. ધૈર્ય ન રહ્યું. શ્રી
ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે મગધાધિપતિ! તે બન્ને ભાઈ, જન્માંતરના
ઉપાર્જેલા પુણ્યથી બધા જીવોને પ્રિય લાગતા, જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં રાજા, પ્રજા સૌ
તેમની સેવા કરતા અને ઇચ્છતા કે એમને છોડીને ન જાય તો સારું. ઇન્દ્રિયોનાં બધાં
સુખ અને મિષ્ટ અન્ન-પાનાદિ વિના પ્રયત્ને જ એમને સર્વત્ર સુલભ બનતાં, પૃથ્વી પર
દુર્લભ ગણાતી વસ્તુઓ તેમને પ્રાપ્ત થતી. જોકે ભાગ્યવાન ભવ્ય જીવ સદા ભોગોથી
ઉદાસ હોય છે. જ્ઞાનને અને વિષયને વેર છે. જ્ઞાની આમ વિચારે છે કે આ ભોગોથી
પ્રયોજન સિદ્ધ થતું નથી, એ દુષ્ટ નાશવંત છે. આ પ્રમાણે જોકે ભોગોની સદા નિંદા જ
કરે છે, ભોગોથી વિરક્ત છે જ, જેમણે પોતાની દીપ્તિથી સૂર્યને પણ ઝાંખો પાડયો છે
એવા એમને પૂર્વોપાર્જિત પુણ્યના પ્રભાવથી પહાડના શિખર પર નિવાસ કરે છે તો ત્યાં
પણ નાના પ્રકારની સામગ્રીનો સંયોગ થાય છે. જ્યાં સુધી મુનિપદ આવતું નથી ત્યાં
સુધી તે દેવ સમાન સુખ ભોગવે છે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં જિતપદ્માનું વર્ણન કરનાર
આડત્રીસમું પર્વ પૂર્ણ થયું.
* * *
ઓગણચાળીસમું પર્વ
(દેશભૂષણ–કુળભૂષણ મુનિની કથા)
પછી એ બન્ને વીરો સીતા સાથે વનમાં આવ્યા. જાતજાતનાં વૃક્ષથી શોભતું,
અનેક જાતનાં પુષ્પોની સુગંધથી મધમધતું, લતાના માંડવાવાળું વન હતું. રામ-લક્ષ્મણ
રમતાં રમતા ત્યાં આવ્યા. બન્નેને સમસ્ત દેવોપુનિત સામગ્રીથી શરીર બંધાયું હતું. ક્યાંક
લીલા રત્ન સમાન રંગવાળાં કૂંપળોમાંથી શ્રી રામ જાનકીના કર્ણાભરણ બનાવે છે, ક્યાંક
નાના વૃક્ષ પર લાગેલી વેલનો હિંડોળો બનાવી બન્ને ભાઈ જાનકીને તેના પર ઝુલાવે છે
અને આનંદની વાતો કરીને