લે છે. ત્રણ લોકની ઇશ્વરતાનું ચિહ્ન એવાં ત્રણ છત્રથી શ્રી ભગવાન શોભે છે, દેવો
પુષ્પોથી વર્ષા કરે છે, તેમના શિર ઉપર ચોસઠ ચામર ઢોળે છે, દુંદુભિ વાજાં વાગે છે,
તેનો અત્યંત સુંદર ધ્વનિ થઇ રહ્યો છે.
છોડીને સ્તુતિપૂર્વક નમસ્કાર કરવા લાગ્યા. પછી આવીને મનુષ્યોના કોઠામાં બેઠા. તેમના
કુંવરો વારિષેણ, અભયકુમાર, વિજયબાહુ ઇત્યાદિ રાજપુત્રો પણ સ્તુતિ કરી, હાથ જોડી
નમસ્કાર કરી, યથાસ્થાને આવીને બેઠા. ભગવાનનો દિવ્ય ધ્વનિ ખરે છે ત્યારે દેવ,
મનુષ્ય, તિર્યંચ બધા જ પોતપોતાની ભાષામાં સમજે છે. તે ધ્વનિ મેઘના શબ્દને જીતે છે.
દેવ અને સૂર્યની કાંતિને પરાજિત કરનાર ભામંડળ શોભે છે. સિંહાસન ઉપર જે કમળ છે,
તેના ઉપર આપ અલિપ્ત બિરાજે છે. ગણધર પ્રશ્ન કરેે છે અને દિવ્ય ધ્વનિમાં સર્વનો
ઉત્તર આવી જાય છે.
જીવના બે ભેદ છે-સિદ્ધ અને સંસારી. સંસારીના બે ભેદ છે-એક ભવ્ય, બીજો અભવ્ય.
મુક્તિ પામવા યોગ્યને ભવ્ય કહે છે અને કોરડું મગ સમાન જે કદી ન ચડે તેને અભવ્ય
કહે છે. ભગવાને કહેલાં તત્ત્વોનું શ્રદ્ધાન ભવ્ય જીવોને જ થાય છે, અભવ્ય જીવોને થતું
નથી. સંસારી જીવોના એકેન્દ્રિયાદિ ભેદ અને ગતિ, કાય આદિ ચૌદ માર્ગણાઓનું સ્વરૂપ
બતાવ્યું, ઉપશમ શ્રેણી અને ક્ષપક શ્રેણીનું સ્વરૂપ કહ્યું, સંસારી જીવોને દુઃખી કહ્યા ત્યાં
મૂઢ જીવોને દુઃખરૂપ અવસ્થા સુખરૂપ ભાસે છે. ચારેય ગતિ દુઃખરૂપ છે. નારકી જીવોને
તો આંખના પલકારામાત્રનું પણ સુખ નથી. મારણ, તાડન, છેદન, ભેદન, શૂલી ઉપર
ચડાવવું આદિ અનેક પ્રકારનાં દુઃખ નિરંતર રહે છે અને તિર્યંચોને તાડન, મારણ, લાદન,
શીત, ઉષ્ણ, ભૂખ, તરસ આદિ અનેક દુઃખ છે. મનુષ્યોને ઇષ્ટ વિયોગ અને અનિષ્ટ
સંયોગ આદિનાં અનેક દુઃખ છે. દેવોને પોતાના કરતાં મોટા દેવોની વિભૂતિ જોઈને સંતાપ
ઉપજે છે અને બીજા જીવોનાં મરણ જોઈને ઘણું દુઃખ ઉપજે છે, પોતાની દેવાંગનાઓના
મરણથી વિયોગ થાય છે, પોતાનું મરણ નજીક આવે છે ત્યારે અત્યંત વિલાપ કરીને ઝૂરે
છે. આ પ્રમાણે મહાદુઃખ સહિત ચારે ગતિમાં જીવ ભ્રમણ કરે છે. જે મનુષ્ય કર્મભૂમિમાં
જન્મ પામીને પણ સુકૃત (પુણ્ય) કરતા નથી, તેમના હાથમાં આવેલું અમૃત નષ્ટ થાય
છે. સંસારમાં અનેક યોનિઓમાં ભ્રમણ કરતો આ જીવ અનંતકાળે કોઈક જ વાર મનુષ્ય
ભવ પામે છે. ત્યાં પણ ભીલાદિક નીચ કુળમાં જન્મ થાય તો શો ફાયદો? મ્લેચ્છ ખંડમાં
જન્મ થાય તો પણ શો લાભ? અને કદાચિત્ આર્યખંડમાં ઉત્તમ કુળમાં જન્મે અને
અંગહીન થાય તો શું? કદાચ સુંદર રૂપ હોય પણ રોગસહિત હોય તો શો લાભ? અને
બધીયે સામગ્રી