ચાલી રહ્યા છે અને કાળી ઘટા સમાન મદઝરતા ગજરાજ ચાલ્યા જાય છે, નાના પ્રકારની
ચેષ્ટા કરતા, ઊછળતાં પ્યાદાં ચાલ્યાં જાય છે, આ પ્રમાણે રાવણે લંકામાં પ્રવેશ કર્યો.
રાવણની ચક્રવર્તીની સંપદાને સીતા તૃણથી પણ જઘન્ય જાણે છે, સીતાનું નિષ્કલંક મન
આનાથી લોભાયું નહિ, જેમ જળમાં કમળ અલિપ્ત રહે તેમ સીતા અલિપ્ત રહે છે. સર્વ
ઋતુનાં પુષ્પોથી શોભિત નાના પ્રકારનાં વૃક્ષ અને લતાઓથી પૂર્ણ એવા પ્રમદ નામના
વનમાં સીતાને રાખી છે. તે વન નંદનવન જેવું સુંદર છે, જે જુએ તેનાં નેત્ર પ્રસન્ન થાય
છે, ફુલ્લગિરિની ઉપર આ વનને દેખ્યા પછી બીજે ઠેકાણે દ્રષ્ટિ ન જાય, જેને જોવાથી
દેવોનું મન ઉન્માદિત બને તો મનુષ્યોની તો શી વાત કરવી? તે ફુલ્લગિરિ સપ્તવનથી
વીંટળાયેલો શોભે છે, જેમ ભદ્રશાલ આદિ વનથી સુમેરુ શોભે છે.
ઉપર જનાનન્દ જ્યાં ચતુરજનો ક્રીડા કરે છે અને ત્રીજું સુખસેવ્ય જ્યાં અતિમનોજ્ઞ સુંદર
વૃક્ષ અને વેલ, કાળી ઘટા સમાન સઘન સરોવર-સરિતા-વાપિકા અત્યંત મનોહર છે અને
સમુચ્ચયમાં સૂર્યનો આતાપ નથી, વૃક્ષો ઊંચાં છે, કોઈ કોઈ જગ્યાએ સ્ત્રીઓ ક્રીડા કરે છે
અને કોઈ ઠેકાણે પુરુષો ક્રીડા કરે છે. ચારણપ્રિય વનમાં ચારણ મુનિ ધ્યાન કરે છે.
નિબોધ જ્ઞાનનો નિવાસ છે અને સૌની ઉપર અતિસુંદર પ્રમદ નામનું વન છે, ત્યાં તેની
ઉપર નાગરવેલ, કેતકીનાં ઝૂંડ, સ્નાનક્રીડા કરવાને યોગ્ય રમણીક વાપિકા કમળોથી શોભે
છે, અનેક ખંડોવાળા મહેલ છે; નારંગી, બીજોરા, નારિયેળ, ખારેક, તાડ ઇત્યાદિ અનેક
જાતિનાં વૃક્ષો, પુષ્પોના ગુચ્છોથી શોભે છે. તેના ઉપર ભમરા ગુંજારવ કરે છે, વેલીઓનાં
પાંદડાં મંદ પવનથી ડોલે છે. જે વનમાં સઘન વૃક્ષો સમસ્ત ઋતુનાં ફળફૂલોથી કાળી ઘટા
સમાન ગાઢ છે, મોરનાં યુગલોથી શોભે છે, તે વનનો વૈભવ મનોહર વાપી, સહસ્ત્રદળ
કમળ જેનાં મુખ છે, તે નીલકમળરૂપ નેત્રોથી નીરખે છે. સરોવરમાં મંદ મંદ પવનથી
કલ્લોલ ઊઠે છે, જાણે કે સરોવરી નૃત્ય જ કરે છે. કોયલો બોલે છે તે જાણે વાર્તાલાપ કરે
છે, રાજહંસીઓના સમૂહથી જાણે સરોવરી હસે જ છે. ઘણું કહેવાથી શો લાભ? તે પ્રમદ
નામનું ઉદ્યાન સર્વ ઉત્સવોનું મૂળ, ભોગોનું નિવાસસ્થાન, નંદનવન કરતાં પણ ચડિયાતું
છે, તે વનમાં એક અશોકમાલિની નામની વાવ છે તે કમળાદિથી શોભિત છે, તેનાં
પગથિયાં મણિ અને સુવર્ણનાં છે, તેના દ્વારનો આકાર વિચિત્ર છે, ત્યાં મનોહર મહેલો
છે, તેના સુંદર ઝરૂખા છે, તેમાંથી ઝરણાં વહે છે, ત્યાં અશોકવૃક્ષની નીચે સીતાને રાખી
છે. સીતા શ્રી રામજીના વિયોગથી અત્યંત શોક કરે છે, જેમ ઇન્દ્રથી વિખૂટી પડેલી
ઇન્દ્રાણી. રાવણની આજ્ઞાથી અનેક સ્ત્રી વિદ્યાધરી ખડી જ રહે છે, હાથમાં જાતજાતનાં
વસ્ત્રો, આભૂષણો, સુગંધી પદાર્થો લઈને જાતજાતની ચેષ્ટા કરીને સીતાને પ્રસન્ન કરવા
ચાહે છે. દિવ્ય ગીત, દિવ્ય નૃત્ય, દિવ્ય વાજિંત્ર,