Padmapuran (Gujarati). Parva 48 - Laxmaney kotishila uchkiney Narayan hovani pariksha kari.

< Previous Page   Next Page >


Page 383 of 660
PDF/HTML Page 404 of 681

 

background image
પદ્મપુરાણ અડતાળીસમું પર્વ ૩૮૩
આ તેર કન્યા લઈને સુગ્રીવ રામ પાસે આવ્યો, નમસ્કાર કરીને કહેવા લાગ્યો કે હે નાથ!
આ ઇચ્છાથી આપને વરે છે. હે લોકેશ! આ કન્યાના પતિ બનો. આ કન્યાઓનું મન
જન્મથી જ એવું હતું કે અમે વિદ્યાધરોને નહિ વરીએ, આપનાં ગુણોનું શ્રવણ કરીને એ
અનુરાગવાળી થઈ છે; એમ કહીને રામને પરણાવી. આ કન્યાઓ અત્યંત લજ્જાળુ, નમ્ર
મુખવાળી, રામનો આશ્રય કરવા લાગી. તે અતિસુંદર, નવયુવાન, જેમનાં ગુણો વર્ણવી ન
શકાય તેવી, વીજળી સમાન, સુવર્ણ સમાન, કમળના ગર્ભ સમાન, શરીરની કાંતિથી
આકાશમાં ઉદ્યોત થયો. તે વિનયરૂપ લાવણ્યથી મંડિત રામની પાસે બેઠી, તેમની ચેષ્ટા
સુંદર હતી. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે મગધાધિપતિ! પુરુષોમાં સિંહ
સમાન શ્રી રામ સરખા પુરુષનું ચિત્ત વિષયવાસનાથી વિરક્ત છે, પરંતુ પૂર્વજન્મના
સંબંધથી કેટલાક દિવસો સુધી વિરક્તરૂપે ગૃહમાં રહી પછી ત્યાગ કરશે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં સુગ્રીવનું વ્યાખ્યાન વર્ણવનાર
સુડતાળીસમું પર્વ પૂર્ણ થયું.
* * *
અડતાળીસમું પર્વ
(લક્ષ્મણે કોટિશિલા ઊંચકીને નારાયણ હોવાની પરીક્ષા કરી)
પછી તે સુગ્રીવની કન્યાઓ જાણે કે દેવલોકમાંથી ઊતરી હોય તેમ રામનું મન
મોહવા માટે અનેક પ્રકારની ચેષ્ટા કરવા લાગી. વીણાદિક વગાડવી, મનોહર ગીત ગાવા
ઇત્યાદિક અનેક સુંદર લીલા કરવા લાગી. તો પણ રામચંદ્રનું મન મોહ પામ્યું નહીં, સર્વ
પ્રકારના વિસ્તીર્ણ વૈભવો તેમને મળ્‌યા, પરંતુ રામે ભોગોમાં મન ડુબાડયું નહિ. સીતામાં
જેમનું ચિત્ત અત્યંતપણે લાગેલું હતું તે સમસ્ત ચેષ્ટારહિત અત્યંત આદરથી સીતાનું ધ્યાન
કરતા રહ્યા, જેમ મુનિરાજ મુક્તિને ધ્યાવે તેમ. તે વિદ્યાધરની પુત્રીઓ ગાન કરે તેમનો
અવાજ તે સાંભળતા નહિ, દેવાંગના સમાન તેમનું રૂપ તે દેખતા નહિ. રામને સર્વ
જાનકીમય ભાસે છે, બીજું કાંઈ દેખાતું નથી, બીજી કોઈ વાત તે કરતા નથી. આ
સુગ્રીવની પુત્રીઓને તે પરણ્યા તે પાસે બેઠી હોય તેને હે જનકસુતે! એમ કહીને
સંબોધતા, કાગડાને પ્રેમથી પૂછતા, હે કાક! તું દરેક દેશમાં ફરે છે, તેં શું જાનકીને જોઈ?
સરોવરમાં કમળો ખીલી ઊઠયાં છે તેની મકરંદથી જળ સુગંધી બની ગયું છે, તેમાં
ચકવા-ચકવીના યુગલને કલ્લોલ કરતા જોઈને વિચારે, સીતા વિના રામને સર્વ શોભા
ફીકી લાગે, સીતાના શરીરના સંયોગની શંકાથી પવનને આલિંગન કરે કે કદાચ પવન
સીતાજીની પાસેથી આવ્યો હોય. જે ભૂમિ પર સીતાજી રહે છે તે ભૂમિને ધન્ય ગણે. સીતા
વિના ચંદ્રમાની ચાંદનીને અગ્નિ સમાન જાણી મનમાં ચિંતવે-કદાચ સીતા મારા વિયોગરૂપ