જાનકી જ છે અને વેલીઓના પાનને હાલતાં જોઈ જાણે કે જાનકીનાં વસ્ત્ર ફરફરે છે
અને ભ્રમર સંયુક્ત ફૂલોને જોઈ જાણે કે આ જાનકીના લોચન જ છે અને કૂંપળો જોઈને
જાણે કે આ જાનકીના કરપલ્લવ જ છે. શ્વેત, શ્યામ, લાલ, ત્રણ જાતિનાં કમળો જોઈને
જાણે કે આ જાનકીના નેત્ર ત્રણ રંગ ધારણ કરે છે. પુષ્પોના ગુચ્છને જોઈને જાણે કે આ
જાનકીના શોભાયમાન સ્તન જ છે અને કેળના સ્તંભમાં જાંધની શોભા જાણે, લાલ
કમળોમાં ચરણોની શોભા જાણે, સંપૂર્ણ શોભા જાનકીરૂપ જ જાણે.
શીલાવંતી મરી ગઈ, તેથી સુગ્રીવ મારી પાસે આવતો નથી. અથવા તે પોતાનું રાજ્ય
મેળવીને નિશ્ચિંત થયો અને અમારું દુઃખ ભૂલી ગયો છે. આ વિચારથી રામની આંખમાં
આંસુ પડયાં, ત્યારે લક્ષ્મણે રામને ચિંતાતુર જાણીને, ગુસ્સાથી જેનાં નેત્રો લાલ થયા છે,
જેનું મન આકુળવ્યાકુળ છે એવો તે હાથમાં નગ્ન તલવાર લઈને સુગ્રીવ તરફ ચાલ્યો
તેથી નગર કંપાયમાન થઈ ગયું. રાજ્યના બધા અધિકારીઓને વટાવી સુગ્રીવના મહેલમાં
જઈ તેને કહ્યું કે પાપી! મારા પરમેશ્વર રામ તો સ્ત્રીના દુઃખમાં દુઃખી છે અને તું દુર્બુદ્ધિ
સ્ત્રી સાથે સુખપૂર્વક રાજ્ય કરે છે. હે વિદ્યાધર કાક! વિષયલુબ્ધ દુષ્ટ! જ્યાં રઘુનાથે તારા
શત્રુને મોકલ્યો છે ત્યાં હું તને મોકલીશ. આ પ્રમાણે ક્રોધનાં ઉગ્ર વચનો લક્ષ્મણે કહ્યાં.
ત્યારે તે હાથ જોડી નમસ્કાર કરી લક્ષ્મણનો ક્રોધ શાંત કરવા લાગ્યો. સુગ્રીવ કહે છે હે
દેવ! મારી ભૂલ માફ કરો, હું કરાર ભૂલી ગયો છું, મારા જેવા તુચ્છ મનુષ્યોથી ખોટી
ચેષ્ટા થાય છે. સુગ્રીવની બધી સ્ત્રીઓ ધ્રૂજતી ધ્રૂજતી લક્ષ્મણને અર્ધ્ય આપી આરતી
ઉતારવા લાગી અને હાથ જોડી નમસ્કાર કરી પતિની ભિક્ષા માગવા લાગી. લક્ષ્મણ પોતે
ઉત્તમ પુરુષ તેમને દીન જાણીને કૃપા કરવા લાગ્યા આ મહાન પુરુષ તો પ્રમાણમાત્રથી જ
પ્રસન્ન થાય અને દુર્જન મહાદાન લઈને પણ પ્રસન્ન ન થાય. લક્ષ્મણે સુગ્રીવને તેની
પ્રતિજ્ઞા યાદ કરાવીને ઉપકાર કર્યો, જેમ યક્ષદત્તને માતાનું સ્મરણ કરાવીને મુનિએ ઉપકાર
કર્યો હતો. આ વાત સાંભળી રાજા શ્રેણિક ગૌતમ સ્વામીને પૂછે છે કે હે નાથ! યક્ષદત્તની
વાત હું આપની પાસેથી જાણવા ઇચ્છું છું. ત્યારે ગૌતમ સ્વામીએ કહ્યું, કે શ્રેણિક! એક
ક્રૌંચપુર નામનું નગર હતું, ત્યાં રાજા યક્ષ રાજ્ય કરતો. તેની રાણી રાજિલતાને યજ્ઞદત્ત
નામનો પુત્ર હતો. તે એક દિવસ એક સ્ત્રીને નગરની બહાર ઝૂંપડીમાં બેઠેલી જોઈને
કામબાણથી પીડિત થઈને તેની તરફ ચાલ્યો. રાતનો સમય હતો ત્યારે અયન નામના
મુનિએ તેને જતાં રોક્યો. જેના હાથમાં ખડ્ગ હતું તે યજ્ઞદત્ત વીજળીના પ્રકાશથી મુનિને
જોઈને તેમની પાસે જઈ વિનયસહિત પૂછવા લાગ્યો કે હે ભગવાન! મને જતાં શા માટે
રોક્યો છે? ત્યારે મુનિએ કહ્યું કે જેને જોઈને તું કામવશ થયો છે તે સ્ત્રી તારી માતા છે,
તેથી જોકે શાસ્ત્રમાં તો કહ્યું છે કે મુનિઓએ રાત્રે બોલવું