આ પ્રાણી કર્મોના ઉદયથી પિતા, પુત્ર, બાંધવાદિક બધાને હણે છે. માટે તું આર્તધ્યાન
છોડ. આ બધા જીવો પોતાનાં ઉપાર્જેલાં કર્મો ભોગવે છે, મરણનું નિશ્ચય કારણ
આયુષ્યનો અંત છે અને અન્ય જીવ તો નિમિત્તમાત્ર છે. આ વચનોથી લંકાસુંદરીનો શોક
દૂર થયો. આ પ્રમાણે તે પૂર્ણચંદ્રથી નિશા શોભે તેમ હનુમાનથી શોભવા લાગી. પ્રેમથી
પૂર્ણ બન્ને મળીને સંગ્રામનો ખેદ ભૂલી ગયાં, બન્નેનાં ચિત્ત પરસ્પર પ્રીતિરૂપ થઈ ગયાં.
પછી આકાશમાં સ્તંભિની વિદ્યાથી સેનાને રોકી દીધી અને સુંદર માયામયી નગર વસાવ્યું.
સાંજની લાલાશ જેવું લાલ, દેવોના નગર સમાન મનોહર સુંદર રાજમહેલો વગેરે બન્યાં
તેથી હાથી, ઘોડા, વિમાન, રથો પર ચડેલા મોટા મોટા રાજાઓ નગરમાં પ્રવેશવા લાગ્યા.
નગર ધજાઓથી શોભતું હતું. તે બધા યથાયોગ્ય નગરમાં રહ્યા. અત્યંત ઉત્સાહથી રાત્રે
શૂરવીરોના યુદ્ધનું તાદ્રશ વર્ણન સામંતો કરવા લાવ્યા. હનુમાન લંકાસુંદરી સાથે રમતા હતા.
સાંભળ્યા હશે, તે સાંભળીને અત્યંત ખેદ-ખિન્ન થયો હશે, માટે તમે લંકા શા માટે જાવ
છો? પછી હનુમાને તેને સકળ વૃત્તાંત કહ્યો કે રામે વાનરવંશીઓનો ઉપકાર કર્યો છે તે
બધાની પ્રેરણાથી રામ તરફના ઉપકારના નિમિત્તે હું જાઉં છું. હે પ્રિયે! રામનો સીતા સાથે
મેળાપ કરાવું, રાક્ષસોનો રાજા સીતાને અન્યાય માર્ગથી હરીને લઈ ગયો છે, તેને હું
સર્વથા લાવીશ જ. ત્યારે તેણે કહ્યું કે તમારો અને રાવણનો પહેલાંનો સ્નેહ રહ્યો નથી, તે
સ્નેહ નાશ પામ્યો છે અને જેમ સ્નેહ એટલે કે તેલનો નાશ થવાથી દીપકની શિખા રહેતી
નથી તેમ સ્નેહ નષ્ટ થવાથી સંબંધનો વ્યવહાર રહેતો નથી. અત્યાર સુધી તમારો એવો
વ્યવહાર હતો કે તમે જ્યારે લંકામાં આવતા ત્યારે નગરનગરમાં, ગલીગલીમાં આનંદ
છવાતો, મકાનો ધજાઓથી શોભતાં, જેમ સ્વર્ગમાં દેવ પ્રવેશ કરે તેમ તમે પ્રવેશ કરતા.
હવે દશાનન તમારા પ્રત્યે દુશ્મનરૂપ છે, તે નિઃસંદેહ તમને પકડશે. માટે તમારે અને એને
જ્યારે સંધિ થાય ત્યારે તમારે મળવું યોગ્ય છે. હનુમાને જવાબ આપ્યો, હે વિચક્ષણે! હું
જઈને તેનો અભિપ્રાય જાણવા ઇચ્છું છું અને તે સીતા સતી જગતમાં પ્રસિદ્ધ છે, રૂપમાં
અદ્વિતીય છે, જેને જોઈને રાવણનું સુમેરુ સમાન અચળ મન ચલિત થયું છે. તે
મહાપતિવ્રતા અમારા નાથની સ્ત્રી, અમારી માતા સમાન છે, તેનાં દર્શન કરવા ચાહું છું.
આમ હનુમાને કહ્યું અને બધી સેના લંકાસુંદરીની પાસે રાખી અને પોતે વિવેકવાળી
પાસેથી વિદાય લઈને લંકા તરફ ચાલ્યો. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે
રાજન! આ લોકમાં એ મોટા આશ્ચર્યની વાત છે કે આ પ્રાણી ક્ષણમાત્રમાં એક રસ છોડી
બીજા રસમાં લાગી જાય છે, કોઈ વાર વિરસને છોડી રસમાં આવી જાય છે. કોઈવાર
રસને છોડીને વિરસમાં આવી જાય છે. આ જગતમાં આ કર્મોની અદ્ભુત ચેષ્ટા છે, સર્વ
સંસારી જીવ કર્મોને આધીન છે. જેમ