રહે તેમ તે રહે છે. તે કદી પણ વીણાનું સંગીત કે સુંદર સ્ત્રીઓનાં ગીત સાંભળતા નથી,
સદા તમારી જ વાત કરે છે. તમને જોવા માટે જ ફક્ત પ્રાણ ધારી રહ્યા છે. હનુમાનનાં
આ વચન સાંભળી સીતા આનંદ પામી. પછી સજળ નેત્રે કહેવા લાગી, (તે વખતે
હનુમાન સીતાની નિકટ અત્યંત વિનયથી હાથ જોડીને ઊભા છે) હે ભાઈ! હું અત્યારે
દુઃખના સાગરમાં પડી છું, અશુભના ઉદયથી મારી પાસે કાંઈ નથી, પતિના સમાચાર
સાંભળી રાજી થઈને તને હું શું આપું? ત્યારે હનુમાને પ્રણામ કરીને કહ્યું, હે જગતપૂજ્ય!
તમારાં દર્શનથી જ મને મોટો લાભ મળ્યો છે. ત્યારે સીતાએ મોતી સમાન આંસુ સારતાં
હનુમાનને પૂછયું કે હે ભાઈ! મગર વગેરે અનેક જળચરોથી ભરેલા ભયાનક સમુદ્રને
ઓળંગીને તું આ નગરમાં કેવી રીતે આવ્યો? અને સાચું કહે કે મારા પ્રાણનાથને તેં ક્યાં
જોયા અને લક્ષ્મણ યુદ્ધમાં ગયા હતા, તે ક્ષેમકુશળ છે ને? અને મારા નાથ કદાચ તને
આ સંદેશો આપીને પરલોક સિધાવ્યા હોય, અથવા જિનમાર્ગમાં અત્યંત પ્રવીણ તેમણે
સકળ પરિગ્રહનો ત્યાગ કરી મુનિપણું ધારણ કર્યું હોય અથવા મારા વિયોગથી તેમનું
શરીર દૂબળું થઈ ગયું હોય અને આંગળીમાંથી વીંટી પડી ગઈ હોય; આવા વિકલ્પ મને
આવે છે. અત્યાર સુધી મારા પ્રભુનો તારી સાથે પરિચય નહોતો તો તમારી સાથે કેવી
રીતે મિત્રતા થઈ? તે બધું મને વિગતવાર કહો. ત્યારે હનુમાને હાથ જોડી, મસ્તક
નમાવી કહ્યું, હે દેવી! લક્ષ્મણને સૂર્યહાસ ખડ્ગ સિદ્ધ થયું અને ચંદ્રનખાએ પતિ પાસે
જઈને પતિને ક્રોધ ઉત્પન્ન કર્યો. તેથી ખરદૂષણ દંડકવનમાં યુદ્ધ કરવા આવ્યો અને
લક્ષ્મણ તેની સાથે યુદ્ધ કરવા ગયા, તે બધો વૃત્તાંત તો તમે જાણો છો, પછી રાવણ
આવ્યો, આપ શ્રીરામ પાસે વિરાજતા હતા. રાવણ જોકે સર્વશાસ્ત્રનો જાણકાર હતો અને
ધર્મ અધર્મનું સ્વરૂપ જાણતો હતો. પરંતુ આપને જોઈને અવિવેકી થઈ ગયો, સમસ્ત
નીતિ ભૂલી ગયો, તેની બુદ્ધિ ચાલી ગઈ. તમારું હરણ કરવા માટે તેણે કપટથી સિંહનાદ
કર્યો તે સાંભળી રામ લક્ષ્મણ પાસે ગયા અને આ પાપી તમને ઉપાડી ગયો, પછી લક્ષ્મણે
રામને કહ્યું કે તમે કેમ આવ્યા? શીઘ્ર જાનકી પાસે જાવ. પછી રામ પોતાના સ્થાનકે
આવ્યા અને તમને ન જોતાં અત્યંત ખેદખિન્ન થયા. તમને શોધવા માટે વનમાં ખૂબ
ફર્યા. પછી જટાયુને મરતો જોયો ત્યારે તેને નમોક્કાર મંત્ર આપ્યો, ચાર આરાધના
સંભળાવી, સંન્યાસ આપી પક્ષીનો પરલોક સુધાર્યો. પછી તમારા વિરહથી અત્યંત દુઃખી
શોકમાં પડયા. લક્ષ્મણ ખરદૂષણને હણીને રામ પાસે આવ્યા, ધૈર્ય બંધાવ્યું અને ચંદ્રોદયનો
પુત્ર વિરાધિત લક્ષ્મણ સાથે યુદ્ધમાં જ આવીને મળ્યો હતો. પછી સુગ્રીવ રામ પાસે
આવ્યા અને સાહસગતિ વિદ્યાધર જે સુગ્રીવનું રૂપ લઈને સુગ્રીવની સ્ત્રીની ઇચ્છા કરતો
હતો. રામને જોઈને સાહસગતિની વિદ્યા જતી રહી, સુગ્રીવનું રૂપ મટી ગયું. સાહસગતિ
રામ સાથે લડયો અને મરાયો. આ રીતે રામે સુગ્રીવનો ઉપકાર કર્યો. પછી બધાએ મને
બોલાવી રામ સાથે મેળાપ કરાવ્યો. હવે હું શ્રી રામના મોકલવાથી તમને છોડાવવા માટે
આવ્યો છું, પરસ્પર યુદ્ધ કરવું