મરેલો જોઈશ. મારા પતિ પ્રબળ પરાક્રમી છે. તું પાપી ભરતારની આજ્ઞારૂપ દૂતી થઈને
આવી છો તે શીઘ્ર વિધવા થઈશ, અને બહુ જ રુદન કરીશ. સીતાના મુખથી આ વચન
સાંભળી રાજા મયની પુત્રી મંદોદરી અત્યંત ગુસ્સે થઈ. અઢાર હજાર રાણીઓ સાથે
સીતાને મારવા તૈયાર થઈ અને અતિ ક્રૂર વચન બોલતી સીતા તરફ ધસી. ત્યારે
હનુમાને વચ્ચે આવીને તેને રોકી જેમ પહાડ નદીના પ્રવાહને રોકી દે તેમ. તે બધી
સીતાને દુઃખનું કારણ વેદનારૂપ થઈ હણવા માટે ઉદ્યમી થઈ હતી ત્યારે હનુમાને વૈદ્યરૂપ
થઈને તેમને રોકી. આથી મંદોદરી આદિ રાવણની બધી રાણીઓ માનભંગ થઈને રાવણ
પાસે ગઈ. તેમનાં ચિત્ત ક્રૂર હતાં. તેમના ગયા પછી હનુમાન સીતાને નમસ્કાર કરી
આહાર લેવાની વિનંતી કરવા લાગ્યા. હે દેવી! આ સાગરાંત પૃથ્વી શ્રી રામચંદ્રની છે
તેથી અહીંનું અન્ન તેમનું જ છે, શત્રુઓનું ન જાણો. હનુમાને આ પ્રમાણે સંબોધન કર્યું
અને પ્રતિજ્ઞા પણ એ જ હતી કે જ્યારે પતિના સમાચાર સાંભળીશ ત્યારે ભોજન કરીશ,
અને સમાચાર આવ્યા જ. પછી સર્વ આચારમાં વિચક્ષણ, મહાસાધ્વી, શીલવંતી, દયાવંતી,
દેશકાળની જાણનાર સીતાએ આહાર લેવાનું સ્વીકાર્યું. હનુમાને એક ઇરા નામની સ્ત્રીને
આજ્ઞા કરી કે તરત જ શ્રેષ્ઠ અન્ન લાવો. હનુમાન વિભીષણની પાસે ગયા. તેને ત્યાં જ
ભોજન કર્યું અને તેને કહ્યું કે સીતાના ભોજનની તૈયારી કરીને હું આવ્યો છું. ઇરા જ્યાં
પડાવ હતો ત્યાં ગઈ અને ચાર મુહૂર્તમાં બધી સામગ્રી લઈને આવી, દર્પણ સમાન
પૃથ્વીને ચંદનથી લીંપી અને સુગંધી પુષ્કળ નિર્મળ સામગ્રી સુવર્ણાદિના વાસણમાં ભોજન
ધરાવીને લાવી. કેટલાંક પાત્ર ઘીથી ભર્યાં છે, કેટલાંક ચાવલથી ભર્યાં છે., ચાવલ કુંદપુષ્પ
જેવા ઉજ્જવળ છે, કેટલાંક પાત્ર દાળથી ભર્યાં છે અને અનેક રસ નાના પ્રકારના વ્યંજન
દહીં, દૂધ વગેરે સ્વાદિષ્ટ જાતજાતના આહારમાંથી સીતાએ અનેક ક્રિયાઓ સહિત રસોઈ
કરી ઇરા વગેરે સમીપવર્તી સ્ત્રીઓને અહીં જ જમવાનું નિમંત્રણ આપ્યું. હનુમાન પ્રત્યે
ભાઈના જેવા ભાવથી અત્યંત વાત્સલ્ય કર્યું. જેનું અંતઃકરણ શ્રદ્ધાસંયુક્ત છે એવી
મહાપતિવ્રતા સીતા ભગવાનને નમસ્કાર કરી, પોતાનો નિયમ પૂરો કરી ત્રિવિધ પાત્રને
ભોજન કરાવવાની અભિલાષા કરીને, શ્રીરામને હૃદયમાં ધારણ કરી, પવિત્ર અંગવાળી,
દિવસે શુદ્ધ આહાર કરવા લાગી. સૂર્યનો ઉદય હોય ત્યારે જ પવિત્ર, પુણ્ય વધારનાર
આહાર યોગ્ય છે, રાત્રે આહાર કરવો યોગ્ય નથી. સીતાએ ભોજન કરી લીધું અને થોડોક
વિશ્રામ લીધો પછી હનુમાને નમસ્કાર કરી વિનંતી કરી કે હે પતિવ્રતે! હે પવિત્રે! મારા
ખભા ઉપર બેસી જાવ અને હું સમુદ્ર ઓળંગીને ક્ષણમાત્રમાં તમને રામની પાસે લઈ
જાઉં. તમારા ધ્યાનમાં તત્પર, મહાન વૈભવ સંયુક્ત રામને શીધ્ર દેખો. તમારા મેળાપથી
બધાને આનંદ થશે. ત્યારે સીતા રુદન કરતી કહેવા લાગી કે હે ભાઈ! પતિની આજ્ઞા
વિના મારું ગમન યોગ્ય નથી, જો મને તે પૂછે કે તું બોલાવ્યા વિના કેમ આવી તો હું શો
ઉત્તર આપું? અને રાવણે ઉપદ્રવના સમાચાર તો સાંભળ્યા હશે તેથી હવે તમે જાવ,
તમારે અહીં વિલંબ કરવો ઉચિત નથી. મારા પ્રાણનાથની પાસે જઈ મારા તરફથી હાથ
જોડી નમસ્કાર કરી મારા મુખનાં આ