Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 409 of 660
PDF/HTML Page 430 of 681

 

background image
પદ્મપુરાણ ત્રેપનમું પર્વ ૪૦૯
વચન તેમને કહેજો, હે દેવ! એક દિવસ મારી સાથે આપે ચારણમુનિની વંદના કરી હતી,
સ્તુતિ કરી હતી અને નિર્મળ જળ ભરેલી કમળોથી શોભિત સરોવરી હતી તેમાં જળક્રીડા
કરી હતી તે વખતે એક મહાભયંકર જંગલી હાથી આવ્યો હતો તે પ્રબળ હાથીને આપે
ક્ષણમાત્રમાં વશ કરી તેની સાથે સુંદર ક્રીડા કરી હતી. હાથીને ગર્વરહિત નિશ્ચળ કર્યો
હતો. એક દિવસ નંદનવન સમાન વનમાં વૃક્ષોની શાખાઓ નમાવતી હું ક્રીડા કરતી હતી
ત્યારે ભમરા મારા શરીર ને ઘેરી વળ્‌યા હતા ત્યારે આપે અતિ શીઘ્રતાથી મને હાથથી
ઊંચકી લઈને આકુળતારહિત કરી હતી. એક દિવસ સૂર્યના ઉદય સમયે આપની પાસે હું
સરોવરના કિનારે બેઠી હતી ત્યારે આપે મને શિક્ષા કરવા માટે કાંઈક બહાનું કાઢીને
કોમળ કમળનાળ મને મધુરતાથી મારી હતી. એક દિવસ પર્વત પર અનેક જાતિનાં વૃક્ષો
જોઈને મેં આપને પૂછયું હતું કે હે પ્રભો! આ કઈ જાતનાં મનોહર વૃક્ષો છે! ત્યારે આપે
પ્રસન્ન મુખે કહ્યું હતું કે હે દેવી! આ નંદની વૃક્ષો છે. એક દિવસ કરણકુંડળ નામની
નદીને કિનારે આપ બિરાજતા હતા અને હું પણ ત્યાં હતી તે સમયે મધ્યાહ્ને ચારણ મુનિ
આવ્યા ત્યારે તમે ઊઠીને અત્યંત ભક્તિથી મુનિને આહાર આપ્યો હતો ત્યાં પાંચ આશ્ચર્ય
થયા હતા; રત્નવર્ષા, કલ્પવૃક્ષોનાં પુષ્પોની વર્ષા, સુગંધી જળની વર્ષા, શીતળ મંદ સુગંધ
પવન, દુંદુભિ વાજાં અને આકાશમાં દેવોએ એવો ધ્વનિ કર્યો કે ધન્ય તે પાત્ર, ધન્ય આ
દાતા, ધન્ય આ દાન; આ બધી રહસ્યની (ખાનગી) વાતો કહી. પોતાના મસ્તક પરથી
ઉતારીને ચૂડામણિ એમને બતાવવા આપ્યો જેથી તેમને વિશ્વાસ આવે. અને એમ કહેજો કે
હું જાણું છું કે મારા ઉપર આપની પરમ કૃપા છે તો પણ તમે પોતાના પ્રાણ યત્નપૂર્વક
ટકાવી રાખજો, તમારાથી મારો વિયોગ થયો છે. હવે તમારા પ્રયત્નથી મેળાપ થશે. આમ
કહીને સીતા રુદન કરવા લાગી ત્યારે હનુમાને ધૈર્ય બંધાવ્યું અને કહ્યું, હે માતા! જેમ તમે
આજ્ઞા કરશો તેમ જ થશે. તરત જ સ્વામી સાથે મેળાપ થશે. આમ કહીને હનુમાન સીતા
પાસેથી વિદાય થઈ ગયા. સીતાએ પતિની મુદ્રિકા આંગળીમાં પહેરીને એવું સુખ
અનુભવ્યું જાણે કે પતિનો સમાગમ થઈ ગયો.
પછી વનની સ્ત્રીઓ હનુમાનને જોઈને આશ્ચર્ય પામી અને પરસ્પર એવી વાતો
કરવા લાગી કે આ કોઈ સાક્ષાત્ કામદેવ છે અથવા દેવ છે જે વનની શોભા જોવાને
આવ્યો છે. તેમાંની કોઈ કામથી વ્યાકુળ બની વીણા વગાડવા લાગી, તેનો સ્વર કિન્નરી
દેવીઓ
જેવો હતો, કોઈ ચંદ્રવદની હાથમાં દર્પણ રાખી એનું પ્રતિબિંબ દર્પણમાં દેખવા
લાગી, દેખીને મન આસક્તિ પામ્યું. આ પ્રમાણે સર્વ સ્ત્રીઓને સંભ્રમ ઉત્પન્ન કરીને હાર,
માળા, સુંદર વસ્ત્ર પહેરેલા દેદીપ્યમાન અગ્નિકુમાર દેવ પેઠે શોભતા હતા.
એટલામાં રાવણે વનમાં અનેક વાતો સાંભળી. પછી રાવણે ક્રોધે ભરાઈને યુદ્ધમાં
પ્રવીણ અત્યંત નિર્દય કિંકરો હતા તેમને મોકલ્યા અને આજ્ઞા કરી કે મારી ક્રીડાના
પુષ્પોદ્યાનમાં મારો કોઈ શત્રુ આવ્યો છે તેને અવશ્ય મારી નાખો. તેઓ જઈને વનના
રક્ષકને પૂછવા લાગ્યા કે