હતા. અનેક લોકો અનેક પ્રકારે પોકારતા હતા કે સુગ્રીવના બોલાવવાથી એ પોતાના
નગરમાંથી કિહકંધાપુર આવ્યો હતો, રામને મળ્યો હતો અને ત્યાંથી આ તરફ આવ્યો,
વચ્ચે મહેન્દ્રને જીત્યો અને સાધુઓનો ઉપસર્ગ મટાડયો, દધિમુખની કન્યાને રામ પાસે
મોકલી અને વજ્રમય કોટનો નાશ કર્યો, વજ્રમુખને માર્યો અને તેની પુત્રી લંકાસુંદરી તેની
અભિલાષા કરવા લાગી તેથી તેને પરણ્યો અને તેની સાથે રમ્યો અને પુષ્પ નામના
વનનો નાશ કર્યો, વનપાલકોને વિહ્વળ કર્યા, અનેક સુભટોને માર્યા અને ઘટરૂપ સ્તનોથી
સીંચી સીંચીને માળીની સ્ત્રીઓએ પુત્રોની પેઠે જે વૃક્ષો મોટાં કર્યાં હતાં તે ઉખાડી નાખ્યાં.
વૃક્ષો પરથી વેલો દૂર કરી તે વિધવા સ્ત્રીઓની જેમ ભૂમિ પર પડી છે, તેનાં પાંદડાં
સુકાઈ ગયાં છે અને ફળફૂલોથી નમેલાં જાતજાતનાં વૃક્ષોને મસાણ જેવાં કરીય નાખ્યાં છે.
આ અપરાધ સાંભળી રાવણને અત્યંત કોપ થયો હતો. એટલામાં ઇન્દ્રજિત હનુમાનને
લઈને આવ્યો. રાવણે તેને લોઢાની સાંકળોની બંધાવ્યો અને કહેવા લાગ્યો કે એ પાપી
નિર્લજ્જ દુરાચારી છે. હવે એને જોવાથી શું ફાયદો? એણે જાતજાતના અપરાધ કર્યા છે,
આવા દુષ્ટને કેમ ન મારવો? ત્યારે સભાના બધા લોકો માથું ધુણાવીને કહેવા લાગ્યા કે
હે હનુમાન! તું જેના પ્રસાદથી પૃથ્વી પર પ્રભુતા પામ્યો એવા સ્વામીને પ્રતિકૂળ થઈ
ભૂમિગોચરીનો દૂત થયો, રાવણની આવી કૃપા પીઠ પાછળ ફેંકી દીધી, આવા સ્વામીને
છોડીને તું ભિખારી, નિર્ધન પૃથ્વી પર ભટકતા ફરતા બે વીરોનો સેવક થયો. રાવણે કહ્યું
કે તું પવનનો પુત્ર નથી, કોઈ બીજાથી ઉત્પન્ન થયો છે, તારી ચેષ્ટા પ્રત્યક્ષ અકુલીનની
જણાય છે. જે જાર સ્ત્રીથી જન્મે છે તેના ચિહ્ન શરીર ઉપર દેખાતા નથી, પણ જ્યારે તે
અનાચાર કરે છે ત્યારે ખબર પડે છે કે આ જારનો પુત્ર છે. શું કેસરી સિંહનો પુત્ર
શિયાળનો આશ્રય કરે? નીચના આશ્રયથી કુળવાન પુરુષ જીવે નહિ. હવે તું રાજદ્વારનો
દ્રોહી છો, નિગ્રહ કરવા યોગ્ય છો. હનુમાન આ વચન સાંભળી હસ્યો અને બોલ્યો, ખબર
નથી કે કોનો નિગ્રહ થશે. આ દુર્બુદ્ધિથી તારું મૃત્યુ નજીક આવ્યું છે, એ કેટલાક દિવસ
પછી નજરે પડશે. લક્ષ્મણ સહિત શ્રી રામ મોટી સેના સાથે આવે છે, જેમ પર્વતથી મેઘ
ન રોકાય તેમ તે કોઈથી રોકાવાના નથી. અને જેમ કોઈ અનેક પ્રકારના અમૃત સમાન
આહારથી તૃપ્ત ન થયો અને વિષનું એક બિંદુ ભક્ષીને નાશ પામે તેમ તું હજારો
સ્ત્રીઓથી તૃપ્ત ન થયો અને પરસ્ત્રીની તૃષ્ણાથી નાશ પામીશ. શુભ અને અશુભથી
પ્રેરાયેલી બુદ્ધિ હોનહાર અનુસાર થાય છે તે ઇન્દ્રાદિથી પણ અન્યથા થતી નથી.
દુર્બુદ્ધિઓને સેંકડો પ્રિય વચનોથી ઉપદેશ આપીએ તો પણ તે લાગતો નથી, જેવું
ભવિતવ્ય હોય, તે જ થાય. વિનાશ કાળ આવે ત્યારે બુદ્ધિનો નાશ થાય. તેમ કોઈ
પ્રમાદી વિષથી ભરેલું સુગંધી મધુર જળ પીએ તો મરણ પામે, તેમ હે રાવણ! પરસ્ત્રીનો
લોલુપી તું નાશ પામવાનો છે. તું ગુરુ, પરિજન, વૃદ્ધ, પ્રિય બાંધવ, મંત્રી બધાનાં
વચનોનું ઉલ્લંઘન કરીને પાપકર્મમાં પ્રવર્ત્યો