કેટલીક સુભટ સ્ત્રીઓ ચાલતા પતિના ગળે બન્ને હાથ વીંટાળીને વળગી પડી અને
ડોલવા લાગી, જેમ ગજેન્દ્રના કંઠમાં કમલિની લટકે. કેટલીક રાણીઓ બખ્તર પહેરેલા
પતિના અંગ સાથે ભેટી પણ શરીરનો સ્પર્શ ન થયો તેથી ખેદખિન્ન થઈ ગઈ. કેટલીક
અર્ધબાહુલિકા એટલે કે પેટી વલ્લભના અંગ સાથે જોડાયેલી જોઈને ઈર્ષાના રસથી સ્પર્શ
કરવા લાગી કે અમને છોડી આ બીજી કોણ એમની છાતીએ વળગી, એમ જાણીને આંખો
ખેંચવા લાગી. ત્યારે પતિ પ્રિયાને અપ્રસન્ન જોઈને કહેવા લાગ્યા, હે પ્રિયે! આ અર્ધું
બખ્તર છે, સ્ત્રીવાચક શબ્દ નથી. પછી પુરુષનો અવાજ સાંભળીને રાજી થઈ. કેટલીક
પોતાના પતિને પાન ખવડાવતી હતી અને પોતે તાંબુલ ચાવતી હતી. કેટલીક પતિએ
મના કરવા છતાં થોડે દૂર સુધી પતિની પાછળ પાછળ જવા લાગી. પતિને રણની
અભિલાષા છે તેથી એમની તરફ જોતા નથી. અને રણની ભેરી વાગી એટલે યોદ્ધાઓનું
ચિત્ત રણભૂમિમાં અને સ્ત્રીઓથી વિદાય લેવાની આમ બન્ને કારણો પ્રાપ્ત થવાથી
યોદ્ધાઓનું ચિત્ત જાણે હીંડોળે હીંચવા લાગ્યું. નવોઢાઓને તજીને ચાલ્યા, પણ તે નવોઢાએ
આંસુ ન સાર્યાં કેમ કે આંસુ અમંગળ છે. કેટલાક યોદ્ધા યુદ્ધમાં જવાની ઉતાવળથી બખ્તર
ન પહેરી શક્યા, જે હથિયાર હાથમાં આવ્યું તે જ લઈને ગર્વથી ભરેલા નીકળ્યા. રણભેરી
સાંભળીને જેને આનંદ ઉપજ્યો છે અને તેથી શરીર પુષ્ટ થઈ ગયું તેથી તેને બખ્તર અંગ
પર આવી શકતું નથી. કેટલાક યોદ્ધાઓને રણભેરીનો અવાજ સાંભળીને એવો હર્ષ
ઉપજ્યો કે જૂના ઘા ફાટી ગયા, તેમાંથી લોહી નીકળવા લાગ્યું, કોઈએ નવું બખ્તર
બનાવીને પહેર્યું તે હર્ષ થવાથી તૂટી ગયું તેથી જાણે કે નવું બખ્તર જૂના બખ્તર જેવું થઈ
ગયું. કેટલાકના માથાનો ટોપ ઢીલો પડી ગયો તે તેમની પ્રાણવલ્લભા મજબૂત કરવા
લાગી. કોઈ સંગ્રામનો લાલચુ સુભટને તેની સ્ત્રી સુગંધી પદાર્થનો લેપ કરવાની
અભિલાષા કરતી હતી તો પણ તેણે સુગંધ તરફ ચિત્ત ન દીધું, યુદ્ધ માટે નીકળી ગયો.
અને તે સ્ત્રીઓ વ્યાકુળતાથી પોતપોતાની સેજ પર પડી રહી. પ્રથમ જ લંકામાંથી રાજા
હસ્ત અને પ્રહસ્ત યુદ્ધ માટે નીકળ્યા. કેવા છે બન્ને? સર્વમાં મુખ્ય એવી કીર્તિરૂપી
અમૃતના આસ્વાદમાં લાલચુ અને હાથીઓના રથ પર બેઠેલા, જે વેરીઓના શબ્દ
સાંભળી શકતા નથી, મહાપ્રતાપી અને શૂરવીર, રાવણને પૂછયા વિના જ નીકળી ગયા.
જોકે સ્વામીની આજ્ઞા થયા વિના કાર્ય કરવું તે દોષ છે તો પણ સ્વામીના કાર્ય માટે
આજ્ઞા વિના જાય તો તે દોષ નથી, ગુણનો ભાવ ભજે છે. મારીચ, સિંહજઘ્રાણ, સ્વયંભૂ,
શંભૂ, પ્રથમ, વિસ્તીર્ણ સેના સહિત, શુક અને સારણ, ચંદ્ર-સુર્ય જેવા, ગજ બીભત્સ,
વજ્રાક્ષ, વજ્રભૂતિ, ગંભીરનાદ, નક્ર, મકર, વજ્રઘોષ, ઉગ્રનાદ, સુંદ, નિકુંભ, કુંભ, સંધ્યાક્ષ,
વિભ્રમક્રૂર, માલ્યવાન, ખરનિસ્વન, જંબુમાલી, શીખાવીર, દુર્ધૂર્ષ મહાબળવાન આ સામંતો
સિંહ જોડેલા રથ પર ચડયા. વજ્રોદર, ધૂમ્રાક્ષ, મુદિત, વિદ્યુત્જિહ્ય, મહામાલી, કનક, ક્રોધન,
ક્ષોભણ, ધુંધુર, ઉદમ, ડિંડી, ડિંડમ, ડિભવ, પ્રચંડ, ડંબર, ચંડ, કુંડ, હાલાહલ ઈત્યાદિ
અનેક રાજા વાઘ જોડેલા રથ પર બેઠા. તે