Padmapuran (Gujarati). Parva 58 - Yudhma Hast-Prahastna marannu varnan.

< Previous Page   Next Page >


Page 425 of 660
PDF/HTML Page 446 of 681

 

background image
પદ્મપુરાણ અઠ્ઠાવનમું પર્વ ૪રપ
અઠ્ઠાવનમું પર્વ
(યુદ્ધમાં હસ્ત–પ્રહસ્તનાં મરણનું વર્ણન)
પછી સમુદ્રસમાન રાવણની સેનાને જોઈ નળ, નીલ, હનુમાન, જાંબૂવંત આદિ
અનેક વિદ્યાધરો રામના હિત માટે રામનું કાર્ય કરવા તત્પર અત્યંત ઉદાર, શૂરવિર અનેક
પ્રકારના હાથીઓના રથ પર ચઢીને નીકળ્‌યા, સન્માન, જય, મિત્ર, ચંદ્રપ્રભ, રતિવર્દ્ધન,
કુમુદાવર્ત, મહેન્દ્ર, ભાનુમંડળ, અનુધર, દ્રઢરથ, પ્રીતિકંઠ, મહાબળ, સુમન્નતબળ,
સર્વજ્યોતિ, સર્વપ્રિય, બળસકસાર, સર્વદ, શરભભર, અભૃષ્ટ, નિર્વિનષ્ટ, સંત્રાસ,
વિઘ્નસૂદન, નાદ, બર્બર, પાપ, લોલ, પાટન, મંડળ, સંગ્રામચપળ, ઈત્યાદિ વિદ્યાધરો સિંહ
જોડેલા રથો પર ચડીને નીકળ્‌યા. જેમનું તેજ વિશાળ છે એવાં નાના પ્રકારના આયુધો
ધારણ કરીને, મહાસામંતપણાનું સ્વરૂપ દેખાડતા પ્રસ્તાર, હિમવાન, ભંગ, પ્રિયરૂપ,
ઈત્યાદિ સુભટો હાથીઓના રથ પર ચડીને નીકળ્‌યા, દુઃપ્રેક્ષ પૂર્ણચંદ્ર, વિધિ, સાગરઘોષ,
પ્રિયવિગ્રહ, સ્કંધ, ચંદન, પાદપ, ચંદ્રકિરણ, પ્રતિઘાત, ભૈરવકિર્તન દુષ્ટ સિંહ, કટિ, ક્રષ્ટ,
સમાધિ, બકુલ, હલ, ઇન્દ્રાયુધ, ગતત્રાસ, સંકટ અને પ્રહાર આ વાઘના રથ પર ચડીને
નીકળ્‌યા. વિદ્યુતકર્ણ, બળશીલ, સુપક્ષરચન, ધન, સંમેદ, વિચળ, ચાલ, કાળ, ક્ષત્રવર,
અંગદ, વિકાળ, લોલક, કાલી, ભંગ, ભંગોર્મિ, અર્જિત, તરંગ, તિલક, કીલ, સુષેણ, તરલ,
બલી, ભીમરથ, ધર્મ, મનોહરમુખ, સુખપ્રમત, મર્દક, મત્તસાર, રત્નજટી, શિવ, ભૂષણ,
દૂષણ, કૌલ, વિઘટ, વિરાધિત, મેરુ, રણ, ખનિ, ક્ષેમ, બેલા, આક્ષેપી, મહાધર, નક્ષત્ર,
લુબ્ધ, સંગ્રામ, વિજય, જય, નક્ષત્રમાલ, ક્ષોદ, અતિ, વિજય, ઈત્યાદિ ઘોડા જોડેલા રથમાં
બેસીને નીકળ્‌યા. એ રથ મનના મનોરથ જેવા શીઘ્ર વેગવાળા છે. વિદ્યુતપ્રવાહ, મરુદ્વાહ,
સાનુ, મેઘવાહન, રવિયાન, પ્રચંડાલિ, ઈત્યાદિ નાના પ્રકારનાં વાહનો પર ચઢીને યુદ્ધની
શ્રદ્ધા રાખતા હનુમાનની સાથે નીકળ્‌યા. રાવણનો ભાઈ વિભીષણ રત્નપ્રભ નામના
વિમાનમાં બેઠો. શ્રી રામના પક્ષકારો અત્યંત શોભતા હતા. યુદ્ધાવર્ત, વસંત, કાંત,
કૌમુદિનંદન, ભૂરિ, કોલાહલ, હેડ, ભાવિત સાધુ, વત્સલ, અર્ધચંદ્ર, જિનપ્રેમ, સાગર,
સાગરોપમ, મનોજ્ઞ, જિન, જિનપતિ, ઈત્યાદિ યોદ્ધા જુદા જુદા રંગવાળાં વિમાનોમાં ચડયા.
મહાપ્રબળ સન્નાહ, એટલે કે બખ્તર પહેરીને યુદ્ધ માટે નીકળ્‌યા. રામ, લક્ષ્મણ, સુગ્રીવ
અને હનુમાન એ હંસ વિમાનમાં બેઠા. તેમનાં વિમાન આકાશમાં શોભતાં હતા. રામના
સુભટો મેઘમાળા સરખા નાના પ્રકારનાં વાહનોમાં બેઠા અને લંકાના સુભટો સાથે લડવા
તૈયાર થયા. પ્રલયકાળના મેઘ સમાન ભયંકર શબ્દ, શંખ આદિના અવાજ થવા લાગ્યા.
ઝાંઝ, ભેરી, મૃદંગ, કંપાલ, ધુધુમંદય, હેમગુંજ, કાહલ, વીણા ઈત્યાદિ અનેક વાજાં વાગવા
માંડયાં. સિંહોના, હાથીઓના, પાડાઓના, રથોના, ઊંટોના, મૃગોના, પક્ષીઓના, અવાજ
થવા લાગ્યા. તેનાથી દશે દિશાઓ ભરાઈ ગઈ. જ્યારે રામ રાવણની સેનાનો ભેટો થયો
ત્યારે બધા લોકો જીવતા રહેવા બાબતમાં સંદેહ પામ્યા, પૃથ્વી ધ્રુજવા લાગી, પહાડો
ધ્રુજ્યા, યોદ્ધાઓ ગર્વથી ભરેલા નીકળ્‌યા, બન્ને સૈન્ય અતિપ્રબળ હતાં, એ બન્ને સેના
વચ્ચે યુદ્ધ થવા લાગ્યું, સામાન્ય ચક્ર કરવત,