Padmapuran (Gujarati). Parva 59 - Hast-Prahast ane Nal Nilna purvabhavnu varnan.

< Previous Page   Next Page >


Page 426 of 660
PDF/HTML Page 447 of 681

 

background image
૪ર૬ ઓગણસાઠમું પર્વ પદ્મપુરાણ
કુહાડા, બરછી, ખડ્ગ, ગદા, શક્તિ, બાણ, ભીંડીપાલ, ઈત્યાદિ અનેક આયુધોથી પરસ્પર
યુદ્ધ થવા લાગ્યું. યોદ્ધાઓ સામેવાળા યોદ્ધાઓને પડકારીને બોલાવવા લાગ્યા. જેમના
હાથમાં શસ્ત્રો શોભતા હતા અને જેમની પાસે યુદ્ધનો બધો સાજ તૈયાર હતો તે યોદ્ધાઓ
તૂટી પડયા, અતિવેગથી દોડયા, દુશ્મનસેનામાં પ્રવેશવા લાગ્યા. લંકાના યોદ્ધાઓએ
વાનરવંશી યોદ્ધાઓને જેમ સિંહ ગજોને દબાવે તેમ દબાવ્યા. પછી વાનરવંશીઓના પ્રબળ
યોદ્ધા પોતાના બળનો ભંગ થતો જોઈને રાક્ષસોને હણવા લાગ્યા અને પોતાના યોદ્ધાઓને
ધીરજ આપી. વાનરવંશીઓ સામે લંકાના લોકોને પાછા પડતા જોઈને રાવણના
સ્વામીભક્ત, અનુરાગી મોટા મોટા યોદ્ધાઓ, જેમની ધજા પર હાથીના ચિહ્ન છે એવા
હાથીના રથમાં ચડેલા હસ્ત અને પ્રહસ્ત વાનરવંશીઓ તરફ ધસ્યા. પોતાના લોકોને ધૈર્ય
બંધાવ્યું કે હે સામંતો! ડરો નહિ. અત્યંત તેજસ્વી હસ્ત અને પ્રહસ્ત વાનરવંશીઓના
યોદ્ધાઓને નસાડવા લાગ્યા. તે વખતે વાનરવંશીઓના નાયક, મહાપ્રતાપી, હાથીઓના
રથમાં બેસી, પરમ તેજના ધારક સંગ્રીવના કાકાના દિકરા નળ અને નીલ અત્યંત ક્રુદ્ધ
થઈ જાતજાતનાં શસ્ત્રોથી યુદ્ધ કરવા લાગ્યા. અનેક પ્રકારનાં શસ્ત્રોથી ઘણો લાંબો સમય
યુદ્ધ થયું. બન્ને તરફના અનેક યોદ્ધા મરણ પામ્યા. નળે ઊછળીને હસ્તને અને નીલે
પ્રહસ્તને હણી નાખ્યો. જ્યારે આ બન્ને પડયા ત્યારે રાક્ષસોની સેના પાછી ફરી. ગૌતમ
સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે-હે મગધાધિપતિ! સેનાના માણસો જ્યાં સુધી સેનાપતિને
જુએ ત્યાં સુધી જ સ્થિર રહે અને સેનાપતિનો નાશ થતાં સેના વિખરાઈ જાય. જેમ
દોરડું તૂટે એટલે અરહરના ઘડા તૂટી પડે છે અને શિર વિના શરીર પણ રહેતું નથી. જોકે
પુણ્યના અધિકારી મોટા રાજાઓ બધી બાબતોમાં પૂર્ણ હોય છે. તોપણ મુખ્ય માણસ
વિના કાર્યની સિદ્ધિ થતી નથી. પ્રધાન પુરુષોના સંબંધથી મનવાંછિત કાર્યની સિદ્ધિ થાય
છે. પ્રધાન પુરુષોનો સંબંધ ન હોય તો કાર્ય મંદ પડે છે. જેમ રાહુના યોગથી આચ્છાદિત
થતાં કિરણોનો સમૂહ પણ મંદ થાય છે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં હસ્ત-પ્રહસ્તના મરણનું વર્ણન
કરનાર અઠ્ઠાવનમું પર્વ પૂર્ણ થયું.
* * *
ઓગણસાઠમું પર્વ
(હસ્ત–પ્રહસ્ત અને નળ નીલના પૂર્વભવનું વર્ણન)
હવે રાજા શ્રેણિકે ગૌતમ સ્વામીને પૂછયું કે હે પ્રભો! હસ્ત-પ્રહસ્ત જેવા
મહાસામંત વિદ્યામાં પ્રવીણ હતા એમને નળ-નીલે કેવી રીતે માર્યા? એમની વચ્ચે
પૂર્વભવની દુશ્મનાવટ હતી કે આ જ ભવની? ત્યારે ગણધર દેવે કહ્યું, હે રાજન્! કર્મોથી
બંધાયેલા જીવોની જાતજાતની ગતિ હોય છે. પૂર્વકર્મના પ્રભાવથી જીવોની એ રીતે છે કે
જેણે જેને માર્યો હોય તે પણ તેનો