Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 427 of 660
PDF/HTML Page 448 of 681

 

background image
પદ્મપુરાણ ઓગણસાઠમું પર્વ ૪ર૭
મારનાર બને છે અને જેને જેણે છોડાવ્યો હોય તેનો તે મુક્તિદાતા થાય છે. આ લોકમાં
એ જ મર્યાદા છે. એક કુશસ્થળ નામનું નગર હતું. ત્યાં એક નિર્ધન બ્રાહ્મણીના બે પુત્રો
ઈંધક અને પલ્લવ ખેતી કરતા. પુત્ર, સ્ત્રી આદિ તેમનું કુટુંબ સ્વભાવથી જ દયાળું,
સાધુઓની નિંદાથી પરાઙમુખ હતું. તે એક જૈની મિત્રના પ્રસંગથી દાનાદિ ધર્મના ધારક
થયા અને એક બીજું નિર્ધન યુગલ અત્યંત નિર્દય, મિથ્યામાર્ગી હતું. રાજાએ દાન વહેંચ્યું
તો વિપ્રોમાં પરસ્પર કજિયો થયો. તેથી ઈંધક અને પલ્લવને આ દુષ્ટોએ મારી નાખ્યા. તે
દાનના પ્રસાદથી મધ્યમ ભોગભૂમિમાં ઉપજ્યા, બે પલ્યનું આયુષ્ય પૂરું કરીને મરીને દેવ
થયા. પેલા ક્રૂર આમના હત્યારા અધર્મ પરિણામોથી મરીને કાલિંજર, નામના વનમાં
સસલા થયા. મિથ્યાદ્રષ્ટિ, સાધુઓના નિંદક પાપીની એ જ ગતિ થાય છે. પછી ચિરકાળ
તિર્યંચગતિમાં ભ્રમણ કરી મનુષ્ય થયા અને તાપસી થયા. લાંબી દાઢી, ફળ, પાંદડાં
વગેરેનો આહાર કરનાર, તીવ્ર તપથી શરીર કૃશ થયું. કુજ્ઞાનના અધિકારી બન્ને મરીને
વિજ્યાર્ધની દક્ષિણ શ્રેણીમાં અરિજ્યપુરના રાજા અગ્નિકુમાર અને રાણી અશ્વિનીના આ
બન્ને પુત્રો જગપ્રસિદ્ધ રાવણના સેનાપતિ થયા. પેલા બે ભાઈ ઈંધક અને પલ્લવ
દેવલોકમાંથી ચ્યવીને મનુષ્ય થયા. પછી શ્રાવકના વ્રત પાળી સ્વર્ગમાં ઉત્તમ દેવ થયા.
ત્યાંથી ચ્યવીને કિહકંધાપુરમાં નળ અને નીલ બન્ને ભાઈ થયા. પહેલાં હસ્ત પ્રહસ્ત જીવે
જેમને માર્યા હતા તે નળ-નીલે હસ્ત-પ્રહસ્તને માર્યા. જે કોઈને મારે છે તે તેનાથી માર્યો
જાય છે. જે કોઈનું રક્ષણ કરે છે તે તેનાથી રક્ષાય છે. જે જેના પ્રત્યે ઉદાસીન રહે છે તો
તે પણ આના પ્રત્યે ઉદાસીન રહે છે. જેને જોતાં નિષ્કારણ ક્રોધ ઉપજે તો જાણવું કે તે
પરભવનો શત્રુ છે અને જેને જોતાં ચિત્ત આનંદ પામે તો તેને નિઃસંદેહ પરભવનો મિત્ર
જાણવો. જળમાં વહાણ તૂટી પડે અને મગરમચ્છાદિ બાધા કરે છે સ્થળ પર મ્લેચ્છો બાધા
કરે છે તે બધું પાપનું ફળ છે. પહાડ સમાન મત્ત હાથીઓ અને નાના પ્રકારનાં આયુધો
ધારણ કરીને અનેક યોદ્ધાઓ તેમ જ તેજસ્વી તુરંગો તેમ જ બખ્તરથી રક્ષાયેલા સામંતો,
અપાર સેના સંયુક્ત રાજાઓ જાગૃત રહે તો પણ પુણ્યના ઉદય વિના યુદ્ધમાં તેમના
શરીરની રક્ષા થઈ શકે નહિ. વળી બીજાઓ જ્યાં ક્યાંય રહે અને જેને કોઈ સહાયક ન
હોય તેમની રક્ષા તેમનાં તપ અને દાન કરે. ન તો દેવ સહાયક છે, ન તો બંધુ સહાયક
છે. પ્રત્યક્ષ જોઈએ છીએ કે ધનવાન, શૂરવીર કુટુંબનો સ્વામી આખા કુટુંબની વચ્ચે પણ
મરણ પામે છે, કોઈ તેનું રક્ષણ કરવાને સમર્થ નથી. પાત્રદાનથી વ્રત, શીલ, સમ્યક્ત્વ,
અને જીવોની રક્ષા થાય છે. જેણે દયા-દાન વડે ધર્મનું ઉપાર્જન કર્યું નથી અને ઘણો કાળ
જીવવા ચાહે તે કેવી રીતે બને? આ જીવોનાં કર્મ તપ વિના નાશ પામતાં નથી, આમ
જાણીને જે પંડિત છે તેમણે દુશ્મનોને પણ ક્ષમા આપવી. ક્ષમા સમાન બીજું તપ નથી. જે
વિચક્ષણ પુરુષ છે તે એવી બુદ્ધિ કરતા નથી કે આ દુષ્ટ આપણું અહિત કરે છે. આ
જીવનો ઉપકાર કે બગાડ કેવળ કર્મને આધીન છે, કર્મ જ સુખદુઃખનું કારણ છે આમ જાણીને
જે વિચક્ષણ પુરુષ છે તે બાહ્ય સુખદુઃખનાં નિમિત્ત કારણ અન્ય પુરુષો પ્રત્યે રાગદ્વેષનો