બાણની વર્ષા કરવા લાગ્યા, આકાશ બાણોથી ઢંકાઈ ગયું. મેઘવાહને ભામંડળને પડકાર્યો
અને બન્ને ભેટી ગયા. વિરાધિત, અને વજ્રનક્ર યુદ્ધ કરતા હતા. વિરાધિતે વજ્રનક્રની
છાતીમાં ચક્ર નામના શસ્ત્રનો પ્રહાર કર્યો અને વજ્રનક્રે વિરાધિત પર પ્રહાર કર્યો શૂરવીર
પર ઘા પડે અને શત્રુને ઘા ન કરે તો લજ્જા આવે. ચક્રથી બખ્તર પીસાઈ ગયાં તેના
અગ્નિના કણ ઊછળ્યા તે જાણે કે આકાશમાં ઉલ્કાના સમૂહ પડયા. લંકાનાથના પુત્રે
સુગ્રીવ પર અનેક શસ્ત્રો ચલાવ્યાં. લંકેશ્વરનો પુત્ર સંગ્રામમાં અટલ છે, તેના જેવો બીજો
યોદ્ધો નથી. સુગ્રીવે વજ્રદંડ વડે ઇન્દ્રજિતનાં શસ્ત્રો દૂર કર્યાં. જેને પુણ્યનો ઉદય હોય છે
તેમનો ઘાત થતો નથી. પછી ઇન્દ્રજિત હાથી ઉપરથી ઊતરીને સિંહના રથ પર ચડયો.
જેની બુદ્ધિ સમાધાનરૂપ છે, જે નાના પ્રકારના દિવ્ય શસ્ત્રમાં પ્રવીણ છે એવા તેણે સુગ્રીવ
પર મેધબાણ ચલાવ્યું એટલે બધી દિશા જળરૂપ થઈ ગઈ. સુગ્રીવે સામે પવનબાણ
ચલાવ્યું અને મેઘબાણ વિખરાઈ ગયું. તેણે ઇન્દ્રજિતની ધજા અને છત્ર ઉડાવી દીધાં
મેઘવાહને ભામંડળ પર અગ્નિબાણ ચલાવ્યું તેથી ભામંડળનું ધનુષ ભસ્મ થઈ ગયું અને
સેનામાં આગ સળગી ઊઠી. ભામંડળે મેઘવાહન પર મેઘબાણ ચલાવ્યું એટલે અગ્નિબાણ
વિલય પામ્યું. પોતાની સેનાની આ રીતે રક્ષા કરી. મેઘવાહને ભામંડળને રથરહિત કર્યો.
ભામંડળ બીજા રથ પર બેસીને યુદ્ધ કરવા લાગ્યો. મેઘવાહને તામસબાણ ચલાવ્યું. એટલે
ભામંડળની સેનામાં અંધકાર થઈ ગયો. પોતાના કે પારકાં કંઈ સૂઝતું નહિ. જાણે કે સૌ
મૂર્ચ્છા પામ્યા. પછી મેઘવાહને ભામંડળને નાગપાશથી પકડયો, માયામયી સર્પ આખા
શરીરે વીંટળાઈ ગયા, જેમ ચંદનના વૃક્ષને સર્પ વીંટળાઈ જાય. ભામંડળ ધરતી પર
પડયો. એ જ પ્રમાણે ઇન્દ્રજિતે સુગ્રીવને નાગપાશથી પકડયો તે પણ ધરતી પર પડયો. તે
વખતે વિદ્યાબળમાં મહાપ્રવીણ વિભીષણે શ્રી રામ-લક્ષ્મણને બે હાથ જોડીને શિર નમાવી
કહ્યું, હે મહાબાહુ રામ! હે મહાવીર લક્ષ્મણ! ઇન્દ્રજિતનાં બાણથી વ્યાપ્ત થયેલી બધી દિશા
જુઓ, ધરતી આકાશ બાણોથી આચ્છાદિત છે, ઉલ્કાપાત સ્વરૂપ નાગબાણથી બંધાઈને
સુગ્રીવ અને ભામંડળ બેય જમીન પર પડયા છે. મંદોદરીના બન્ને પુત્રોએ આપણા બેય
સુભટોને પકડયા છે, આપણી સેનાના જે બન્ને મૂળ હતા તે પકડાઈ ગયા પછી આપણા
જીવનનું શું? એમના વિના સેના ઢીલી પડી ગઈ છે, જુઓ દશે દિશામાં લોકો ભાગે છે
અને કુંભકર્ણે મહાન યુદ્ધમાં હનુમાનને પકડયો છે. કુંભકર્ણના બાણોથી હનુમાન ર્જ્જરિત
થઈ ગયો છે, તેનું છત્ર, ધજા ઊડી ગયાં છે, ધનુષ અને બખ્તર તૂટી ગયાં છે. રાવણના
પુત્ર ઇન્દ્રજિત અને મેઘવાહન યુદ્ધમાં ભેગા થઈ ગયા છે. હવે એ આવીને સુગ્રીવ,
ભામંડળને લઈ જશે. તે ન પકડી જાય તે પહેલાં જ આપ એમને લઈ આવો. તે બન્ને
ચેષ્ટારહિત છે તેથી હું તેમને લેવા જાઉં છું. આપ ભામંડળ અને સુગ્રીવની સેના ધણી
વિનાની બની ગઈ છે તેને રોકો. આ પ્રમાણે વિભીષણ રામ-લક્ષ્મણને કહે છે તે જ
સમયે સુગ્રીવનો પુત્ર અંગદ છાનોમાનો કુંભકર્ણ પર ગયો અને તેનું ઉપરનું વસ્ત્ર ખેંચી
કાઢયું એટલે લજ્જાથી વ્યાકુળ બન્યો. વસ્ત્રને