ત્યારે તે નિરાકુળ થયા અને શ્રી શાંતિનાથના મંદિરે જઈ પહોંચ્યા. પુષ્પાંજલિ ચડાવી,
જયજયનો ધ્વનિ કર્યો. સ્ફટિકના થાંભલા ઉપર મોટો વિસ્તાર જોયો, આશ્ચર્ય પામ્યા,
મનમાં વિચારવા લાગ્યા કે જેમ ચક્રવર્તીના મહેલમાં જિનમંદિર હોય છે તેમ અહીં છે.
પહેલાં અંગદ વાહનાદિ છોડીને અંદર ગયો કપાળે બે હાથ મૂકી નમસ્કાર કરી, ત્રણ
પ્રદક્ષિણા લઈ, સ્તોત્રપાઠ કરવા લાગ્યો. સાથે સેના હતી તેને બહારના ચોકમાં રાખી.
અંગદે વિકસિત નેત્રે રત્નોનાં ચિત્રોવાળું મંડળ જોયું, સોળ સ્વપ્નાંનો ભાવ જોઈને
નમસ્કાર કર્યા. મંડપની ભીંત પર તેણે ભગવાનને નમસ્કાર કરી શાંતિનાથના મંદિરમાં
પ્રવેશ કર્યો, અત્યંત હર્ષથી ભગવાનની વંદના કરી. તેણે જોયું કે સામે રાવણ પદ્માસન
ધારી બેઠો છે, ઇન્દ્રનીલમણિનાં કિરણો જેવી પ્રભાવાળો તે સૂર્યની સામે રાહુ બેઠો હોય
તેવો ભગવાન સન્મુખ બેઠો છે. જેમ ભરત જિનદીક્ષાનું ધ્યાન કરે તેમ તે વિદ્યાનું ધ્યાન
કરે છે. અંગદ રાવણને કહેવા લાગ્યો, હે રાવણ! કહે, હવે તારી શી વાત છે? યમ પણ
ન કરે, એવી તારી દશા હું કરું છું. તેં શેનું પાખંડ માંડયું છે? ધિક્કાર તો પાપકર્મીને છે,
તેં વૃથા શુભ ક્રિયાનો આરંભ કર્યો છે. આમ કહીને એનું ઉત્તરાસન કાઢી નાખ્યું અને
તેની રાણીઓને એની આગળ મારતો કઠોર વચન કહેવા લાગ્યો. રાવણની પાસે પુષ્પ
પડયાં હતાં તે લઈ લીધાં અને સોનાનાં કમળોથી ભગવાનની પૂજા કરી. પછી રાવણની
કુવચન કહેવા લાગ્યો, રાવણનો હાથમાંથી સ્ફટિકની માળા પડાવી લીધી તેથી મણિ
વિખરાઈ ગયા. પછી મણિ ભેગા કરી માળા પરોવી રાવણના હાથમાં આપી, વળી
છીનવી લીધી, ફરીથી પરોવીને ગળામાં નાખી, પછી મસ્તક પર મૂકી. પછી રાવણના
રાજ્યના માણસોરૂપી કમળવનમાં ગ્રીષ્મથી અકળાયેલા જંગલી હાથીની જેમ પ્રવેશ કર્યો
અને નિર્ભય થઈને રાજકુટુંબમાં ઉપદ્રવ કરવા લાગ્યો, જેમ ચંચળ ઘોડો કૂદ્યા કરે તેમ
ચપળતાથી બધે ફર્યો. કોઈના ગળામાં કપડાનો ફાંસો બનાવીને બાંધ્યા, કોઈના ગળામાં
ઉત્તરાસન નાખી થાંભલા સાથે બાંધીને છોડી દીધા, કોઈને પકડી પોતાના માણસોને કહ્યું
કે આને વેચી આવો-તેણે હસીને કહ્યું કે પાંચ સોનામહોરમાં વેચી આવ્યો, આ પ્રકારની
અનેક ચેષ્ટા કરી. કોઈના કાનમાં પગનાં ઘરેણાં અને કેશમાં કેડનો કંદોરો પહેરાવ્યો,
કોઈના મસ્તકનો ચૂડામણિ ઉતારી ચરણોમાં પહેરાવ્યો અને કોઈને પરસ્પર વાળથી
બાંધ્યા. કોઈના મસ્કત ઉપર અવાજ કરતા મોર બેસાડયા. આ પ્રમાણે જેમ સાંઢ ગાયોના
સમૂહમાં પ્રવેશે અને તેને અત્યંત વ્યાકુળ કરે તેમ રાવણની સામે રાજ્યના બધા
કુટુંબીઓને કલેશ ઉત્પન્ન કર્યો. અંગદ ક્રોધથી રાવણને કહેવા લાગ્યો, કે અધમ રાક્ષસ! તેં
કપટથી સીતાનું હરણ કર્યું, હવે અમે તારા દેખતાં તારી બધી સ્ત્રીઓનું હરણ કરીએ
છીએ. તારામાં શક્તિ હોય તો રોક, આમ કહીને એની આગળ મંદોદરીને પકડી લાવ્યો,
જેમ મૃગરાજ મૃગલીને પકડી લાવે. જેનાં નેત્ર કંપે છે તેને ચોટલો પકડીને ખેંચવા
લાગ્યો, જેમ ભરત રાજ્યલક્ષ્મીને ખેંચે. તેણે રાવણને કહ્યું, જો! આ તારા જીવથીયે
વહાલી એવી તારી ગુણવંતી પટરાણી મંદોદરીને અમે ઉપાડી જઈએ