લોકના શિખર પર બિરાજે છે તે તને સિદ્ધિના કર્તા થાવ. ભવ્ય જીવોના પરમ આધાર
આચાર્ય તારાં વિઘ્ન દૂર કરો, જે કમળ સમાન અલિપ્ત છે, સૂર્ય સમાન તિમિરના હર્તા છે,
ચંદ્રમા સમાન આહલાદના કર્તા છે, ભૂમિ સમાન ક્ષમાવાન છે, સુમેરુ સમાન અચળ અને
સમુદ્ર સમાન ગંભીર છે. જિનશાસનના પારગામી ઉપાધ્યાય તમારા કલ્યાણના કર્તા થાવ.
કર્મશત્રુને જીતવામાં મહા શૂરવીર, બાર પ્રકારનાં તપથી જે નિર્વાણને સાધે છે, તે સાધુ
અને તને મહાવીર્યના દાતા થાવ. આ પ્રમાણે વિઘ્ન હરનાર, મંગળકારી માતાએ આશિષ
આપી તે શત્રુઘ્ને માથે ચડાવી માતાને પ્રણામ કરી બહાર નીકળ્યો. સોનાની સાંકળથી
મંડિત હાથી પર બેઠો. નાના પ્રકારનાં વાહનો પર આરૂઢ અનેક રાજા તેની સાથે ચાલ્યા.
તે દેવોથી મંડિત દેવેન્દ્ર જેવો શોભતો હતો. રામ-લક્ષ્મણની ભાઈ ઉપર ઘણી પ્રીતિ હતી
તેથી ત્રણ મુકામ સુધી ભાઈની સાથે ગયા. પછી ભાઈએ કહ્યું-હે પૂજ્ય પુરુષોત્તમ! પાછા
અયોધ્યા જાવ, મારી ચિંતા ન કરો, હું આપના પ્રસાદથી શત્રુઓને નિઃસંદેહ જીતીશ. પછી
લક્ષ્મણે સમુદ્રાવર્ત નામનું ધનુષ આપ્યું. પવન સરખા વેગવાળા બાણ આપ્યાં અને
કૃતાંતવક્રને સાથે મોકલ્યો. લક્ષ્મણ સાથે રામ અયોધ્યા પાછા આવ્યા, પરંતુ ભાઈની ચિંતા
વિશેષ હતી.
જુઓ! આ બાળક શત્રુઘ્નની બુદ્ધિ કે મધુને જીતવાની ઇચ્છા કરી છે. એ રાજનીતિથી
અજાણ ફક્ત અભિમાનથી પ્રવર્ત્યો છે. જે મધુએ પહેલાં રાજા માંધાતાને રણમાં જીત્યો
હતો તે મધુ દેવો કે વિદ્યાધરોથી જિતાય તેવો નથી, તેને આ કેવી રીતે જીતશે? રાજા
મધુ સાગર સમાન છે, ઊછળતા પ્યાદ તેની લહેરો છે, શત્રુઓરૂપી મગરથી પૂર્ણ મધુ-
સમુદ્રને શત્રુઘ્ન ભુજાઓ વડે તરવા ઇચ્છે છે તે કેવી રીતે તરશે? મધુ ભૂપતિ ભયાનક
વન સમાન છે તેમાં પ્રવેશીને કોણ જીવતો નીકળે? પ્યાદાના સમૂહરૂપી વૃક્ષ, મત્ત
હાથીઓથી ભયંકર અને અશ્વોના સમૂહરૂપ મૃગ જ્યાં ફરે છે તેવું વન છે. મંત્રીઓનાં આ
વચન સાંભળી કૃતાંતવક્રે કહ્યું, તમે સાહસ છોડી આવાં કાયરતાનાં વચન કેમ બોલો છો?
જોકે રાજા મધુ ચમરેન્દ્રે આપેલા અમોઘ ત્રિશૂળથી અતિ ગર્વિત છે તો પણ તે મધુને
શત્રુઘ્ન અવશ્ય જીતશે; જેમ હાથી બળવાન હોય છે અને સૂંઢથી વૃક્ષોને ઉખાડી નાખે છે,
મદ ઝરે છે તો પણ સિંહ તેને જીતે છે. આ શત્રુઘ્ન લક્ષ્મી અને પ્રતાપથી મંડિત છે,
બળવાન છે, મહાપંડિત છે, પ્રવીણ છે અને શ્રી લક્ષ્મણ એના સહાયક છે, વળી આપ સૌ
ભલા માણસો તેની સાથે છો તેથી આ શત્રુઘ્ન અવશ્ય શત્રુને જીતશે. કૃતાંતવક્રે આવાં
વચન કહ્યાં ત્યારે બધા રાજી થયા. અને મંત્રીઓએ પહેલાં જ મથુરામાં જે ગુપ્તચરો
મોકલ્યા હતા તે આવીને શત્રુઘ્નને બધા સમાચાર આપવા લાગ્યા. હે દેવ! મથુરાનગરીની
પૂર્વ દિશામાં અત્યંત મનોજ્ઞ ઉપવન છે ત્યાં રણવાસ સહિત રાજા મધુ રમે છે. રાજાને
જયંતી નામની પટરાણી