હતા. છેવટે કૃતાંતવક્રે લવણાર્ણવના વક્ષસ્થળમાં પ્રહાર કર્યો અને તે પૃથ્વી પર પડયો, જેમ
પુણ્યના ક્ષયથી સ્વર્ગવાસી દેવ મધ્યલોકમાં આવીને પડે. લવણાર્ણવે પ્રાણ છોડયા. પુત્રને
પડેલો જોઈ મધુ કૃતાંતવક્ર તરફ દોડયો. ત્યાં શત્રુઘ્ને મધુને રોક્યો, જેમ નદીના પ્રવાહને
પર્વત રોકે. મધુ અતિ દુસ્સહ શોક અને કોપથી ભરેલો યુદ્ધ કરવા લાગ્યો. આશીવિષની
દ્રષ્ટિ સમાન મધુની દ્રષ્ટિ શત્રુઘ્નની સેના સહી શકી નહિ. જેમ ઉગ્ર પવનના યોગથી પાંદડાં
ચળવા લાગે તેમ લોકો ચલાયમાન થયા. પછી શત્રુઘ્નને મધુની સામે જતો જોઈ તેમનામાં
ધૈર્ય આવ્યું. જ્યાં સુધી પોતાના સ્વામીને પ્રબળ ન દેખે ત્યાં સુધી જ લોકો શત્રુના ભયથી
ડરે છે અને સ્વામીને પ્રસન્નવદન જોઈને ધૈર્ય પામે છે. શત્રુઘ્ન ઉત્તમ રથ પર બેસી મનોજ્ઞ
ધનુષ્ય હાથમાં લઈ, શરદના સૂર્ય સમાન મહા તેજસ્વી, અખંડિત જેની ગતિ છે તે શત્રુની
સમીપે જતાં મૃગરાજ પર ગજરાજ જતો હોય તેવો શોભતો હતો. જેમ અગ્નિ સૂકાં
પાંદડાંને બાળે તેમ મધુના અનેક યોદ્ધાઓનો ક્ષણમાત્રમાં તેણે નાશ કર્યો. શત્રુઘ્નની સામે
મધુનો કોઈ યોદ્ધો ટકી ન શક્યો. જેમ જિનશાસનના પંડિત સ્યાદ્વાદીની સામે એકાંતવાદી
ટકી ન શકે તેમ. જે સુભટ શત્રુઘ્ન સાથે યુદ્ધ કરવા આવે છે તે સિંહની સામે મૃગની પેઠે
તત્કાળ વિનાશ પામે છે. મધુની સમસ્ત સેનાનાં યોદ્ધા વ્યાકુળ બની મધુના શરણે આવ્યા.
મહાસુભટ મધુએ શત્રુઘ્નને સન્મુખ આવતો જોઈ તેની ધ્વજા છેદી, શત્રુઘ્ને બાણથી તેના
રથના અશ્વ હણ્યા. મધુ પર્વત સમાન વરુણેન્દ્ર ગજ ઉપર ચડયો અને ક્રોધથી પ્રજ્વલિત
થઈને શત્રુઘ્નને બાણથી સતત આચ્છાદવા લાગ્યો, જેમ મહામેઘ સૂર્યને આચ્છાદે છે.
શૂરવીર શત્રુઘ્ને તેનાં બાણ છેદી નાખ્યાં, મધુનું બખ્તર ભેદી નાખ્યું. જેમ પોતાના ઘેર કોઇ
મહેમાન આવે અને સજ્જન માણસ તેની સારી રીતે મહેમાનગતિ કરે તેમ શત્રુઘ્ન મધુની
રણસંગ્રામમાં શસ્ત્રો વડે મહેમાનગતિ કરવા લાગ્યો.
પછી મહાવિવેકી મધુએ શત્રુઘ્નને દુર્જય જાણી, પોતાને ત્રિશૂળ આયુધથી રહિત
વચન પર વિચાર કર્યો કે અહો જગતનો સમસ્ત આરંભ મહાન હિંસારૂપ દુઃખ આપનાર
સર્વથા ત્યાજ્ય છે, આ ક્ષણભંગુર સંસારના ચરિત્રમાં મૂઢજન કેમ રાચે છે? આ સંસારમાં
ધર્મ જ પ્રશંસાયોગ્ય છે અને અધર્મનું કારણ અશુભ કર્મ પ્રશંસાયોગ્ય નથી. મહાનિંદ્ય આ
પાપકર્મ નરક નિગોદનું કારણ છે. જે દુર્લભ મનુષ્યદેહ પામીને ધર્મમાં બુદ્ધિ લગાવતો નથી
તે પ્રાણી મોહકર્મથી ઠગાયેલો અનંત ભવભ્રમણ કરે છે. મેં પાપીએ અસાર સંસારને
સારરૂપ જાણ્યો, ક્ષણભંગુર શરીરને ધ્રુવ જાણ્યું અને આત્મહિત ન કર્યું. પ્રમાદમાં રહ્યો,
રોગ સમાન આ ઇન્દ્રિયના ભોગોને ભલા જાણી ભોગવ્યા, જ્યારે સ્વાધીન હતો ત્યારે
મને સુબુદ્ધિ ન આવી. હવે અંતકાળ આવ્યો, હવે શું કરું? ઘરમાં આગ લાગે ત્યારે
તળાવ ખોદાવવાનો શો અર્થ છે? સર્પે ડંશ દીધો હોય તે વખતે