જ રહ્યા. એક દિવસ તેઓ ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયા. તે બધા પ્રકારની સંપદાના સ્વામી
હતા. ત્યાં તેમણે યશસમુદ્ર નામના આચાર્યને જોયા અને બન્ને મિત્રો મુનિ થઈ ગયા. તે
સમ્યગ્દ્રષ્ટિ, સંયમનું આરાધન કરી સમાધિમરણ કરી સ્વર્ગમાં ઉત્કૃષ્ટ દેવ થયા. ત્યાંથી
ચ્યવીને અચળકુમારનો જીવ રાજા દશરથનો પુત્ર આ શત્રુઘ્ન થયો. અનેક ભવના સંબંધથી
તેને મથુરા પ્રત્યે ઘણી પ્રીતિ થઈ. ગૌતમ સ્વામી કહે છે-હે શ્રેણિક! જે વૃક્ષની છાયામાં
પ્રાણી બેઠાં હોય, તેમને તે વૃક્ષ પ્રત્યે પ્રીતિ થાય છે તો જ્યાં અનેક ભવ લીધા હોય તેની
તો શી વાત કરવી? સંસારી જીવોની આવી અવસ્થા છે. અને પેલા અપનો જીવ
સ્વર્ગમાંથી ચ્યવીને કૃતાંતવક્ર સેનાપતિ થયો. આ પ્રમાણે ધર્મના પ્રસાદથી આ બન્ને મિત્રો
સંપદા પામ્યા. જે ધર્મથી રહિત છે તેમને ક્યારેય સુખ મળતું નથી. અનેક ભવના ઉપાર્જેલા
દુઃખરૂપ મળને ધોવા માટે ધર્મનું સેવન જ યોગ્ય છે, જળના તીર્થમાં મનનો મેલ ધોવાતો
નથી. ધર્મના પ્રસાદથી શત્રુઘ્નનો જીવ સુખી થયો. આમ જાણીને વિવેકી જીવ ધર્મમાં ઉદ્યમી
થાવ. ધર્મનું કથન સાંભળીને જેમને આત્મકલ્યાણમાં પ્રીતિ થતી નથી તેમનું ધર્મશ્રવણ વૃથા
છે, જેમ દેખતો માણસ સૂર્યનો ઉદય થવા છતાં કૂવામાં પડે તો તેનાં નેત્રો વૃથા છે.
એકાણુંમું પર્વ પૂર્ણ થયું.
સર્વસુંદર, જયવાન, વિનયલાલસ અને જયમિત્ર. એ બધાય મહાચારિત્રના પાત્ર. રાજા
શ્રીનંદન અને રાણી ધરણીસુંદરીના પુત્ર, પૃથ્વી પર પ્રસિદ્ધ, પિતા સહિત પ્રીતિંકર
સ્વામીને કેવળજ્ઞાન પ્રગટેલું જોઈ પ્રતિબોધ પામ્યા હતા. પિતા તેમ જ આ સાતેય પુત્રો
પ્રીતિંકર કેવળીની નિકટ મુનિ થયા હતા. તેમણે એક મહિનાના ડમર નામના પુત્રને
રાજ્ય આપ્યું હતું. પિતા શ્રીનંદન તો કેવલી થયા અને સાતેય મહામુનિ ચારણ આદિ
અનેક ઋદ્ધિના ધારક શ્રુતકેવળી થયા. તે ચાતુર્માસમાં મથુરાના વનમાં વડના વૃક્ષ નીચે
આવીને બિરાજ્યા. તેમનાં તપના પ્રભાવથી ચમરેન્દ્રની પ્રેરેલી મરી દૂર થઈ, જેમ
સસરાને જોઈને વ્યભિચારિણી સ્ત્રી દૂર ભાગે તેમ. મથુરાનું સમસ્ત મંડળ સુખરૂપ થયું.
વિના વાવ્યે સહેજે ધાન્ય ઊગવા લાગ્યું. સમસ્ત રોગરહિત મથુરાપુરી નવી વધૂ