દીન-અનાથ જીવો પ્રત્યે દયાભાવથી કોઈ નહિ જુએ કે કાંઈ નહિ આપે. જેમ શિલા પર
બીજ વાવવામાં આવે અને નિરંતર સીંચે તો પણ કાંઈ કાર્યકારી નથી તેમ કુશીલ
પુરુષોને વિનયભક્તિથી આપેલું કલ્યાણ કરતું નથી, તે નકામું જાય છે. જે કોઈ
મુનિઓની અવજ્ઞા કરે છે અને મિથ્યામાર્ગીઓને ભક્તિથી પૂજે છે તે મલયાગિરિ ચંદન
છોડીને કાંટાળા વૃક્ષને અંગીકાર કરે છે. આમ જાણીને હે વત્સ! તું દાનપૂજા કર, જન્મ
કૃતાર્થ કર. ગૃહસ્થોને દાનપૂજા જ કલ્યાણકારી છે. મથુરાના સમસ્ત લોકો ધર્મમાં તત્પર
થાવ, દયા પાળો, સાધર્મીઓ પ્રત્યે વાત્સલ્ય રાખો, જિનશાસનની પ્રભાવના કરો, ઘરેઘરે
જિનબિંબની સ્થાપના કરો, પૂજા-અભિષેકની પ્રવૃત્તિ કરો, જેથી બધે શાંતિ થાય. જે
જિનધર્મનું આરાધન નહિ કરે અને જેના ઘરમાં જિનપૂજા નહિ થાય, દાન નહિ અપાય
તેને આપદાઓ પીડશે. જેમ વાઘણ મૃગને ખાય તેમ મરી (રોગચાળો) ધર્મરહિતને ખાઈ
જશે. અંગુષ્ટ પ્રમાણ પણ જિનપ્રતિમા જેના ઘરમાં સ્થિત હશે તેના ઘરમાંથી ગરુડના
ભયથી નાગણી ભાગે તેમ મરી ભાગશે. મુનિઓનાં આ વચન સાંભળી શત્રુઘ્ને કહ્યું કે હે
પ્રભો! આપની આજ્ઞા પ્રમાણે જ લોકો ધર્મમાં પ્રવર્તશે.
આદિ ગુણસંયુક્ત ઉત્તમ અન્નથી વિધિપૂર્વક પારણું કરાવ્યું. મુનિઓ આહાર કરી
આકાશમાર્ગે વિહાર કરી ગયા. શત્રુઘ્ને નગરની બહાર અને અંદર અનેક જિનમંદિરો
બનાવરાવ્યાં. ઘેરઘેર જિનપ્રતિમા પધરાવી, નગરી બધી ઉપદ્રવરહિત થઈ. વન-ઉપવન
ફળ-પુષ્પાદિથી શોભી ઊઠયાં, વાપિકા, સરોવરી કમળોથી શોભવા લાગી, પક્ષી કલરવ
કરવા લાગ્યાં, કૈલાસના તસમાન ઉજ્જવળ મંદિરો નેત્રોને આનંદ આપતાં. વિમાન જેવાં
શોભતાં હતાં. બધા કિસાનો સંપદાથી ભરપૂર થયા. ગામેગામ અનાજના પર્વત જેવા
ઢગલા થયા. સ્વર્ણ, રત્નાદિની પૃથ્વી પર ખૂબ વૃદ્ધિ થઈ બધા લોકો રામના રાજ્યમાં દેવ
સમાન અતુલ વિભૂતિના ધારક સુખી અને ધર્મઅર્થકામમાં તત્પર હતા. શત્રુઘ્ન મથુરામાં
રાજ્ય કરે છે. રામના પ્રતાપે અનેક રાજાઓ પર આજ્ઞા કરતો દેવોમાં વરુણની જેમ સોહે
છે. આ પ્રમાણે ઋદ્ધિધારી મુનિઓના પ્રતાપે મથુરાપુરીનો ઉપદ્રવ દૂર થયો. જે આ
અધ્યાય વાંચે, સાંભળે તે પુરુષ શુભ નામ, શુભ ગોત્ર, શાતા વેદનીયનો બંધ કરે. જે
સાધુઓની ભક્તિમાં અનુરાગી થાય અને સાધુઓનો સમાગમ ઇચ્છે તે મનવાંછિત ફળ
પામે. આ સાધુઓનો સંગ પામી, ધર્મનું આરાધન કરી પ્રાણી સૂર્યથી પણ અધિક દીપ્તિને
પ્રાપ્ત કરો.
કરનાર બાણુંમું પર્વ પૂર્ણ થયું.