ગોતવાની ચિંતામાં હતા. તેણે મંત્રીઓ સાથે વિચારણા કરી કે આ પુત્રી કોને પરણાવવી?
એક દિવસ રાજાની સભામાં નારદ આવ્યા. રાજાએ તેમનું ખૂબ સન્માન કર્યું. નારદ બધી
લૌકિક રીતોમાં પ્રવીણ હોવાથી રાજાએ તેમને પુત્રીના વિવાહની સલાહ આપવા કહ્યું.
નારદે કહ્યું કે રામના ભાઈ લક્ષ્મણ અતિસુંદર છે, જગતમાં મુખ્ય છે, ચક્રના પ્રભાવથી
તેણે બધા નરેન્દ્રોને નમાવ્યા છે. આવી કન્યા તેના હૃદયને કુમુદિનીના વનને ચાંદનીની
પેઠે આનંદદાયિની થશે. નારદે આમ કહ્યું ત્યારે રત્નરથના પુત્રો હરિવેગ, મનોવેગ,
વાયુવેગાદિ અત્યંત અભિમાની અને સ્વજનોના ઘાતથી તેમના પ્રત્યે વેર રાખનારા
પ્રલયકાળના અગ્નિ સમાન પ્રજ્વલિત થઈને બોલ્યા જે અમારો શત્રુ છે, તેને અમે મારવા
ઇચ્છીએ છીએ, તેને કન્યા કેવી રીતે દઈએ? આ નારદ દુરાચારી છે, એને અહીંથી કાઢો.
રાજપુત્રોનાં આ વચન સાંભળી તેમના સેવકો નારદ તરફ દોડયા એટલે નારદ
આકાશમાર્ગે વિહાર કરી તરત જ લક્ષ્મણની પાસે અયોધ્યા આવ્યા. અનેક બીજા દેશોની
વાત કર્યા પછી રત્નરથની પુત્રીનું ચિત્ર બતાવ્યું. તે પુત્રી મનોરમા જાણે કે ત્રણ લોકની
સુંદરીઓનું રૂપ એકત્ર કરી બનાવી હોય તેવું લાગતું. લક્ષ્મણ ચિત્રપટ જોઈને મોહિત થઈ
કામને વશ થયા. તે જોકે મહાધીર વીર છે તો પણ વશીભૂત થઈ ગયા. તે મનમાં
વિચારવા લાગ્યા કે આ સ્ત્રીરત્ન મને ન મળે તો મારું રાજ્ય અને જીવન નિષ્ફળ
ગણાય. લક્ષ્મણે નારદને કહ્યું કે હે ભગવાન્! આપે મારાં વખાણ કર્યાં અને તે દુષ્ટોએ
આપનો વિરોધ કર્યો તો તે પાપી, પ્રચંડ માની કાર્યના વિચારથી રહિત છે, તેમનું
અભિમાન હું દૂર કરીશ. આપ ચિત્તનું સમાધાન કરો, તમારાં ચરણ મારા શિર પર છે, હું
તે દુષ્ટોને તમારા પગમાં પડાવીશ. આમ કહીને તેમણે વિરાધિત વિદ્યાધરને બોલાવ્યો અને
કહ્યું કે રત્નપુર ઉપર ચડવાની આપણી શીઘ્ર તૈયારી છે માટે પત્ર લખીને બધા
વિદ્યાધરોને બોલાવો, રણનો સરંજામ તૈયાર કરાવો.
ઇન્દ્ર ચાલે. જીત જેની સન્મુખ છે, નાના પ્રકારનાં શસ્ત્રોના સમૂહથી સૂર્યનાં કિરણો જેણે
ઢાંકી દીધાં છે એવા તે રત્નપુર જઈ પહોંચ્યા. રાજા રત્નરથ દુશ્મનોને આવેલા જાણીને
પોતાની સમસ્ત સેના સહિત યુદ્ધ કરવા નીકળ્યો. ચક્ર, કરવત, કુહાડા, બાણ, ખડ્ગ,
બરછી, પાશ, ગદાદિ આયુધોથી તેમની વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અપ્સરાઓ યુદ્ધ જોઈને
યોદ્ધાઓ પર પુષ્ટવૃષ્ટિ કરવા લાગી. લક્ષ્મણ પરસેનારૂપ સમુદ્રને સૂકવવા વડવાનળ
સમાન પોતે યુદ્ધ કરવા ઉદ્યમી થયા. લક્ષ્મણના ભયથી રથોના, અશ્વોના, હાથીઓના
અસવાર દશે દિશામાં ભાગવા લાગ્યા. સાથે ઇન્દ્ર સમાન