યોદ્ધાઓથી વિદ્યાધરોની સેના પવનથી મેઘપટલ વિલય પામે તેમ ભાગી ગઈ. તે વખતે
રત્નરથ અને રત્નરથના પુત્રોને ભાગતા જોઈ નારદે અત્યંત હર્ષ પામી તાળી દઈને હસીને
કહ્યું. અરે રત્નરથના પુત્રો! અત્યંત ચપળ, દુરાચારી, મંદબુદ્ધિ તમે લક્ષ્મણનાં ગુણોની
ઉચ્ચતા સહન ન કરી શક્યા તો હવે અપમાનિત થઈને કેમ ભાગો છો? તેમણે કાંઈ
જવાબ ન આપ્યો. તે જ સમયે કન્યા મનોરમા અનેક સખીઓ સહિત રથમાં બેસી પ્રેમથી
ભરેલી લક્ષ્મણની પાસે આવી, જેમ ઇન્દ્રાણી ઇન્દ્રની સમીપ આવે. તેને જોઈને લક્ષ્મણ
ક્રોધરહિત થયા, ભ્રૃકુટિ ચડી ગઈ હતી તે વદન શાંત થયું. કન્યા આનંદ ઉપજાવનારી હતી.
પછી રાજા રત્નરથ પોતાના પુત્રો સહિત માન ત્યજીને નાના પ્રકારની ભેટસોગાદો લઈને
શ્રી રામ-લક્ષ્મણ સમીપે આવ્યા. રાજા દેશકાળની વિધિ જાણે છે, વળી તેણે પોતાનો અને
આમનો પ્રભાવ પણ જોઈ લીધો છે. પછી નારદે બધાની વચ્ચે રત્નરથને કહ્યું હે રત્નરથ!
હવે તારી શી વાત છે? તુ રત્નરથ છે કે રજરથ છે? વૃથા અભિમાન કરતો હતો તો
નારાયણ-બળદેવ સામે માન કરવાથી શો લાભ થયો? પછી તાળી વગાડીને રત્નરથના
પુત્રોને હસીને કહ્યું, હે રત્નરથના પુત્રો! આ વાસુદેવ છે. તેમને તમે પોતાના ઘરમાં રહી
ઉદ્ધત ચેષ્ટા કરી મનમાં આવ્યું તે કહ્યું હતું, હવે કેમ પગમાં પડો છો? ત્યારે તેમણે જવાબ
આપ્યો-હે નારદ! તમારો કોપ પણ ફાયદો જ કરે છે. જો તમે અમારા ઉપર ક્રોધ કર્યો તો
અમારે મોટા પુરુષોનો સંબંધ થયો, એમનો સંબંધ થવો દુર્લભ છે. આ પ્રમાણે થોડીવાર
વાતો કરી બધા નગરમાં ગયા. શ્રી રામને શ્રીદામા પરણાવવામાં આવી. જેનું રૂપ
રતિસમાન હતું. તેને પ્રાપ્ત કરવાથી રામ આનંદથી રમવા લાગ્યા. મનોરમા લક્ષ્મણને
પરણાવવામાં આવી તે સાક્ષાત્ મનોરમા જ છે. આ પ્રમાણે પુણ્યના પ્રભાવથી પણ અધિક
પ્રકાશરૂપ વીતરાગનો માર્ગ જાણીને દયાધર્મની આરાધના કરો.
મનોરમાના લાભનું વર્ણન કરનાર ત્રાણુંમું પર્વ પૂર્ણ થયું.
રામ-લક્ષ્મણના પ્રતાપથી માનરૂપ વિષથી રહિત થઈ ગયા, એમના સેવક થયા. તેમની
રાજધાની દેવોની પુરી સમાન હતી. તેમાંનાં કેટલાકનાં નામ આ પ્રમાણે છે-રવિપ્રભ,
વહિનપ્રભ, કાંચનપ્રભ,