નહિ, મારા કર્મનો એવો જ ઉદય. જે શુદ્ધ કુળમાં જન્મેલા ક્ષત્રિય હોય છે અને સર્વ
શાસ્ત્રો જાણે છે તેમની એજ રીત છે કે કોઈથી ન ડરે, પણ લોકાપવાદથી ડરે. આ
પોતાને ત્યાગવાનો વૃત્તાંત કહી ફરીથી તે રુદન કરવા લાગી. તેનું ચિત્ત શોકાગ્નિથી તપ્ત
છે. તેને રુદન કરતી અને ધૂળથી મલિન અંગવાળી જોઈને રાજા વજ્રજંઘ અતિઉદ્વેગ
પામ્યો. વળી તેને જનકની પુત્રી જાણીને તેની પાસે આવી બહુ જ આદરથી ધૈર્ય બંધાવી
કહ્યું, હે શુભમતે! તું જિનશાસનમાં પ્રવીણ છે, રુદન ન કર, આર્તધ્યાન દુઃખ વધારે છે. હે
જાનકી! આ લોકની સ્થિતિ તું જાણે છે, હું જ્ઞાની અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ
આદિ બાર ભાવનાઓનું ચિંતન કરનારી; તારા પતિ સમ્યગ્દ્રષ્ટિ અને તું પણ સમ્યક્ત્વ
સહિત વિવેકી છે. મિથ્યાદ્રષ્ટિ જીવોની જેમ વારંવાર શોક કેમ કરે છે? તું જિનવાણીની
શ્રોતા અનેક વાર મહામુનિઓનાં મુખે શાસ્ત્રના અર્થ તેં સાંભળ્યા છે, નિરંતર જ્ઞાનભાવ
ધારે છે, તારે શોક કરવો યોગ્ય નથી. અહો! આ સંસારમાં ભટકતાં આ પ્રાણીએ મૂઢતાથી
મોક્ષમાર્ગ જાણ્યો નથી, એણે ક્યાં ક્યાં દુઃખ નથી મેળવ્યાં? એને અનિષ્ટનો સંયોગ અને
ઈષ્ટનો વિયોગ અનેક વાર થયો, એ અનાદિકાળથી ભવસાગરની મધ્યમાં કલેશરૂપ
વમળમાં પડયો છે. આ જીવે તિર્યંચ યોનિમાં જળચર, સ્થળચર, નભચરનાં શરીર ધારણ
કરી વર્ષા, શીત, આતાપાદિ અનેક દુઃખ પ્રાપ્ત કર્યાં અને મનુષ્યદેહમાં અપવાદ (નિંદા),
વિરહરુદન, કલેશાદિ અનેક દુઃખ ભોગવ્યાં. નરકમાં શીત, ઉષ્ણ, છેદન, ભેદન, શૂલારોહણ,
પરસ્પર ઘાત, અનેક રોગ, દુર્ગંધયુક્ત કુંડમાં ફેકાવું વગેરે દુઃખો ભોગવ્યાં, કોઈ વાર
અજ્ઞાન તપથી અલ્પઋદ્ધિનો ધારક દેવ પણ થયો, ત્યાં પણ ઉત્કૃષ્ટ ઋદ્ધિના ધારક દેવોને
જોઈ દુઃખી થયો અને મૃત્યુસમયે અતિદુઃખી થઈ વિલાપ કરીને મર્યો. કોઈ વાર તપથી
ઇન્દ્રતુલ્ય ઉત્કૃષ્ટ દેવ થયો તો પણ વિષયાનુરાગથી દુઃખી થયો. આ પ્રમાણે ચાર ગતિમાં
ભ્રમણ કરતાં આ જીવે ભવવનમાં આધિ, વ્યાધિ, સંયોગ-વિયોગ, રોગ-શોક, જન્મ-
મરણ, દુઃખ-દાહ, દારિદ્ર-હિનતા, નાના પ્રકારની ઈચ્છા અને વિકલ્પોથી શોકસંતાપરૂપ
થઈને અનંત દુઃખ પ્રાપ્ત કર્યાં. અધોલોક, મધ્યલોક, ઊર્ધ્વલોકમાં એવું કોઈ સ્થાન નથી,
જ્યાં આ જીવે જન્મમરણ ન કર્યાં હોય. પોતાના કર્મરૂપ પવનના પ્રસંગથી ભવસાગરમાં
ભટકતા આ જીવે મનુષ્યપણામાં સ્ત્રીનું શરીર મેળવ્યું અને ત્યાં અનેક દુઃખ ભોગવ્યાં.
તારા શુભ કર્મના ઉદયથી રામ જેવા સુંદર પતિ મળ્યા અને પતિ સાથે ઘણાં સુખ
ભોગવ્યાં તથા અશુભનો ઉદય થતાં દુઃસહ દુઃખ પામી. લંકાદ્વીપમાં તને રાવણ લઈ ગયો
ત્યારે પતિના સમાચાર ન મળ્યા ત્યાં સુધી અગિયાર દિવસ સુધી ભોજન વિના રહી.
આભૂષણ, સુગંધ, લેપન વિના રહી. શત્રુને હણીને પતિ લઈ આવ્યા ત્યારે પુણ્યના
ઉદયથી સુખ પામી. વળી અશુભનો ઉદય આવ્યો અને વિના અપરાધે માત્ર લોકાપવાદના
ભયથી પતિએ તને ગર્ભાવસ્થા હોવા છતાં ઘરમાંથી કાઢી મૂકી; લોકાપવાદરૂપ સર્પના
દંશથી અતિઅચેત થઈ વિના સમજ્યે ભયંકર વનમાં તજી, ઉત્તમ પ્રાણી, પુણ્યરૂપ પુષ્પના