ઘરને જે પાપી દુર્વચનરૂપ અગ્નિથી બાળે છે તે પોતે જ દોષરૂપ દહનથી બળે છે. હે દેવી!
તું પતિવ્રતા મહાસતી છો. પ્રશંસાયોગ્ય છો. જેને ગર્ભધાન થતાં ચૈત્યાલયોનાં દર્શનની
વાંછા ઉપજી. હવે તારા પુણ્યનો ઉદય છે. તું શીલવતી જિનમતિ છે. તારા શીલના
પ્રસાદથી મારે આ નિર્જન વનમાં હાથીના નિમિત્તે આવવાનું થયું. હું પુંડરિકપુરનો રાજા
વજ્રજંઘ છું. મારા પિતા સોમવંશી દ્વિરદવાહ અને માતા માહિષી છે. તું મારી ધર્મના
વિધાનથી મોટી બહેન છે. તું પુંડરિકપુર ચાલ, શોક તજ. હે બહેન! શોકથી કાંઈ જ
કાર્યસિદ્ધિ નથી. પુંડરિકપુરમાંથી રામ તને શોધીને કૃપા કરીને બોલાવશે. રામ પણ તારા
વિયોગથી પશ્ચાત્તાપથી ખૂબ વ્યાકુળ છે, પોતાના પ્રમાદથી અમૂલ્ય રત્ન ગુમાવ્યું છે તેને
વિવેકી આદરપૂર્વક ગોતશે જ. માટે હે પતિવ્રતે! નિસંદેહપણે રામ તને આદરથી બોલાવશે.
આ પ્રમાણે તે ધર્માત્માએ સીતાને શાંતિ ઉપજાવી. સીતાને ધીરજ આવી, જાણે કે ભાઈ
ભામંડળ જ મળ્યો. તેની ખૂબ પ્રશંસા કરી કે તું મારો ઉત્કૃષ્ટ ભાઈ છે, સાધર્મી પર
વાત્સલ્ય કરનાર ઉત્તમ જીવ છે. ગૌતમ સ્વામી કહે છે કે હે શ્રેણિક! રાજા વજ્રજંઘ
સમ્યગ્દ્રષ્ટિ, સાધુ સમાન છે, તેનો આત્મા પવિત્ર છે. જે વ્રત ગુણ-શીલથી યુક્ત હોય,
મોક્ષમાર્ગનો ઉદ્યમી હોય એવા સત્પુરુષનાં ચરિત્ર પરોપકારી કોનો શોક ન મટાડે?
સત્પુરુષનું ચિત્ત જિનમતમાં અતિનિશ્ચળ છે. સીતા કહે છે-હે વજ્રજંઘ! તું મારા
પૂર્વભવનો સહોદર છે તેથી આ ભવમાં તેં સાચું ભાઈપણું બતાવ્યું, મારા શોકસંતાપરૂપ
અંધકારને દૂર કર્યો, તું સૂર્ય સમાન પવિત્ર આત્મા છે.
આપવાનું વર્ણન કરનાર અઠ્ઠાણુંમું પર્વ પૂર્ણ થયું.
ઝૂલે છે, ચિત્રોથી શોભે છે, સુંદર ઝરુખા છે એવી સુખપાલ પર બેસીને સેનાની વચ્ચે સીતા
ચાલી જાય છે, કર્મોની વિચિત્રતા પર વિચાર કરે છે. ત્રણ દિવસ ભયંકર વનમાં મુસાફરી કરીને
પુંડરિક દેશમાં તેં આવી. દેશના બધા લોકો આવીને માતાજીને મળ્યા, ગામેગામ ભેટ આપવા
લાગ્યા. વજ્રજંઘના રાજ્યમાં સમસ્ત જાતિના અનાજથી ધરતી આચ્છાદિત છે, ગામની પાસે
રત્નોની ખાણો છે, રૂપાની ખાણો છે, દેવનગર જેવાં નગરો જોઈ સીતા આનંદ પામી. વન-
ઉપવનની શોભા દેખતી ચાલી જાય છે, ગામના અગ્રણી ભેટ આપીને અનેક પ્રકારે સ્તુતિ કરે છે.
હે ભગવતી! હે માતા! આપના દર્શનથી અમે પાપરહિત થયા, કૃતાર્થ થયા. વંદન કરે છે,
અર્ધપાદ્ય કરે છે. અનેક રાજાઓ પણ આવીને મળ્યા, જાતજાતની ભેટ લાવ્યા અને વંદન કરતા