થયો. જેમ સ્વર્ગમાં ઇન્દ્ર ઇન્દ્રાણી સહિત રહે છે તેમ રાજા મેઘવાહને રાણી સુપ્રભા સહિત
લંકામાં ઘણો કાળ રાજ કર્યું.
અવસર્પિણી કાળમાં ધર્મચક્રના સ્વામી આપના જેવા જિનેશ્વરો કેટલા થયા અને કેટલા
થશે? આપ ત્રણે લોકને સુખ આપનાર છો, આપના જેવા પુરુષોનો જન્મ લોકમાં
આશ્ચર્યકારી છે. એ ઉપરાંત ચક્રરત્નના સ્વામી તથા વાસુદેવ, પ્રતિવાસુદેવ, બળભદ્ર કેટલા
થશે? આમ સગરે પ્રશ્ન કર્યો. તે વખતે ભગવાને દિવ્ય ધ્વનિથી વ્યાખ્યાન કર્યું. તે વખતે
ભગવાનના હોઠ હાલ્યા નહિ, એ મહાન આશ્ચર્ય હતું. દિવ્ય ધ્વનિ સાંભળી શ્રોતાઓના
કાનમાં ઉત્સાહ જાગ્યો. ઉત્સર્પિણી, અવસર્પિણી પ્રત્યેક કાળમાં ચોવીસ તીર્થંકર હોય છે.
જ્યારે મોહરૂપ અંધકારથી સમસ્ત જગત આચ્છાદિત થયું હતું તે વખતે ધર્મનો વિચાર
નહોતો અને બીજા કોઈ રાજા નહોતા તે વખતે ભગવાન ઋષભદેવ જન્મ્યા. તેમણે
કર્મભૂમિની રચના કરી ત્યારથી કૃતયુગ કહેવાયો. ભગવાને ક્રિયાના ભેદથી ત્રણ વર્ણ
સ્થાપ્યા અને એમના પુત્ર ભરતે વિપ્ર વર્ગની સ્થાપના કરી. ભરતનું તેજ પણ ઋષભ
સમાન હતું. ભગવાન ઋષભદેવે જિનદીક્ષા ધારણ કરી અને ભવતાપથી પીડિત ભવ્ય
જીવોને શમભાવરૂપ જળથી શાંત કર્યા. શ્રાવક અને મુનિના બન્નેના ધર્મ પ્રગટ કર્યા.
જેમના ગુણની ઉપમાને લાયક જગતમાં કોઈ પદાર્થ નથી એવા તે ઋષભદેવ કૈલાસ પર્વત
ઉપરથી નિર્વાણ પધાર્યા ઋષભદેવનું શરણ પામીને અનેક મુનિઓ સિદ્ધ થયા અને કેટલાક
સ્વર્ગનું સુખ પામ્યા. કેટલાક ભદ્ર પરિણામી મનુષ્યભવ પામ્યા અને કેટલાક મરીચાદિ
મિથ્યાત્વના રાગથી સંયુક્ત અત્યંત ઉજ્જવળ ભગવાનના માર્ગને અવલોકી ન શક્યા.
જેમ ઘુવડ સૂર્યપ્રકાશને ન જાણે તેમ તેઓ કુધર્મને અંગીકાર કરી કુદેવ થયા અને નરક
તિર્યંચ ગતિને પામ્યા. ભગવાન ઋષભદેવને મુક્તિમાં ગયે પચાસ લાખ કરોડ સાગર
થયા ત્યારે સર્વાર્થસિદ્ધિથી ચ્યવીને બીજા તીર્થંકર અમે અજિતનાથ થયા. જ્યારે ધર્મની
ગ્લાનિ થાય, મિથ્યાદ્રષ્ટિનો અધિકાર જામે, આચારનો અભાવ થાય ત્યારે ભગવાન
તીર્થંકર જન્મે છે અને ધર્મનો ઉદ્યોત કરે છે, ભવ્ય જીવો ધર્મ પામી સિદ્ધ થાય છે. અમારા
મોક્ષ ગયા પછી બીજા બાવીશ તીર્થંકરો થશે. ત્રણ લોકમાં ઉદ્યોત કરનારા તે સર્વ મારા
જેવા કાંતિ, વીર્ય, વિભૂતિના ધણી ત્રિલોકપૂજ્ય જ્ઞાનદર્શનરૂપ થશે. તેમાં ત્રણ તીર્થંકર
શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, એ ત્રણ ચક્રવર્તીપદના પણ ધારક થશે. તે ચોવીસે ય
તીર્થંકરનાં નામ સાંભળો. ૧. ઋષભ, ૨. અજિત, ૩. સંભવ, ૪. અભિનંદન, પ. સુમતિ,
૬. પદ્મપ્રભ, ૭. સુપાર્શ્વ, ૮. ચંદ્રપ્રભ, ૯. પુષ્પદંત, ૧૦. શીતળ, ૧૧. શ્રેયાંસ, ૧૨.
વાસૂપૂજ્ય, ૧૩. વિમળ, ૧૪. અનંત, ૧પ. ધર્મ, ૧૬. શાંતિ, ૧૭. કુંથુ, ૧૮ અર, ૧૯.
મલ્લિ, ૨૦. મુનિ સુવ્રત, ૨૧. નમિ, ૨૨. નેમિ, ૨૩. પાર્શ્વ, ૨૪. મહાવીર આ બધા જ
દેવાધિદેવ જિનાગમના ધુરંધર થશે અને