એકસો ઓગણીસમું પર્વ પૂર્ણ થયું
જેમને પાંચ ઉપવાસની પ્રતિજ્ઞા છે તે ઈર્યા સમિતિ પાળતાં નંદસ્થલી નામની નગરીમાં
પારણા માટે આવ્યા. ઉગતા સૂર્ય સમાન દીપ્તિવાળા તે જાણે ચાલતા પહાડ જ છે.
સ્ફટિકમણિ જેવું જેમનું શુદ્ધ હૃદય છે તે પુરુષોત્તમ
પવિત્ર કરતાં જાણે આકાશમાં અનેક રંગોથી કમળોનું વન વિસ્તારતાં નગરમાં પ્રવેશ
કરવા લાગ્યા. તેમનું રૂપ જોઈ નગરનાં સર્વજનો ક્ષોભ પામ્યા. લોકો પરસ્પર વાતો કરે
છે-અહો, જુઓ! આ અદ્ભુત આકાર જગતમાં દુર્લભ છે, કદી જોવા ન મળે. આ
મહાપુરુષ અપૂર્વ નર બન્ને હાથ લંબાવીને આવે છે. ધન્ય આ ધૈર્ય, ધન્ય આ પરાક્રમ,
ધન્ય આ રૂપ, ધન્ય આ કાંતિ, ધન્ય આ દીપ્તિ, ધન્ય આ શાંતિ અને ધન્ય આ
નિર્મમત્વતા. આ કોઈ મનોહર પુરાણપુરુષ છે, આવો બીજો કોઈ ન હોય, ધોંસરી પ્રમાણ
ધરતીને જોતાં, જીવદયા પાળતાં, શાંતદ્રષ્ટિ, સમાધાનચિત્ત, જૈનના યતિ ચાલ્યા આવે છે.
એવું કોનું ભાગ્ય હશે કે જેના ઘેર આ પુણ્યાધિકારી આહાર કરશે? કોને પવિત્ર કરશે?
જેમના ઘેર એ આહાર લે તેનાં મહાન ભાગ્ય. આ ઇન્દ્ર સમાન રઘુકુળના તિલક અક્ષોભ
પરાક્રમી, શીલના પહાડ રામચંદ્ર પુરુષોત્તમ છે, એમનાં દર્શનથી નેત્ર સફળ થાય, મન
નિર્મળ થાય, જન્મસફળ થાય, શરીર પામવાનું ફળ ચારિત્રનું પાલન છે. આ પ્રમાણે
નગરનાં લોકો રામનાં દર્શનથી આશ્ચર્ય પામ્યા. નગરમાં રમણીક ધ્વનિ થયો. શ્રી રામ
નગરમાં પ્રવેશ્યા અને સમસ્ત ગલી અને માર્ગ સ્ત્રીપુરુષોથી ઊભરાઈ ગયા. નરનારીઓ
જેમના ઘેર નાના પ્રકારનાં ભોજનો તૈયાર છે તે પ્રાસુક જળની ઝારી ભરીને દ્વારે ઊભા
રહી પ્રતીક્ષા કરે છે. નિર્મળ જળ બતાવી, પવિત્ર ધોતી પહેરી નમસ્કાર કરે છે. હે
સ્વામી! અહીં ઊભા રહો, અન્નજળ શુદ્ધ છે. આ પ્રમાણે વચન બોલે છે. જેમનાં હૃદયમાં
હર્ષ સમાતો નથી. હે મુનિન્દ્ર! જયવંત રહો, હે પુણ્યના પહાડ! આનંદો, પધારો, આવી
વાણીથી દશે દિશાઓ ભરાઈ ગઈ. ઘરઘરમાં લોકો પરસ્પર વાત કરે છે. સોનાનાં
પાત્રોમાં દૂધ, દહીં, શેરડીનો રસ, દાળ, ભાત, ખીર, શીઘ્ર તૈયાર કરી રાખો-સાકર, મોદક,
કપૂરયુક્ત જળ, પુરી, શ્રીખંડ સારી રીતે વિધિપૂર્વક તૈયાર રાખો. આ