લોકો પોતાનાં બાળકોને સાચવી શક્યાં નહિ. માર્ગમાં લોકો દોડે છે, કોઈના ધક્કાથી કોઈ
પડી જાય છે. આ પ્રમાણે લોકોના કોલાહલથી હાથી ખૂંટા ઉખાડી નાખવા લાગ્યા અને
ગામમાં દોડવા લાગ્યા, તેમના કપોળમાંથી મદ ઝરવાથી માર્ગમાં જળનો પ્રવાહ થઈ ગયો,
હાથીઓના ભયથી ઘોડા ઘાસ છોડી બંધન તોડાવી ભાગ્યા અને હણહણાટી કરવા લાગ્યા.
આ પ્રમાણે હાથી-ઘોડાના ધમસાણથી લોકો વ્યાકુળ થયા. તે વખતે દાનમાં તત્પર રાજા
કોલાહલ સાંભળીને મકાનની ઉપર આવીને ઊભા રહ્યા, દૂરથી મુનિનું રૂપ જોઈ મોહિત
થયા. રાજાને મુનિ પ્રત્યે રાગ વિશેષ છે, પરંતુ વિવેક નથી તેથી અનેક સામંતો દોડાવ્યા
અને આજ્ઞા કરી કે સ્વામી પધારે છે તેથી તમે જઈ પ્રણામ કરી ખૂબ ભક્તિથી વિનંતી
કરી અહીં આહાર માટે લાવો. સામંતો પણ મૂર્ખ છે તેથી જઈને પગે પડીને કહેવા લાગ્યા
હે પ્રભો! રાજાને ઘેર ભોજન કરો, ત્યાં પવિત્ર શુદ્ધ ભોજન છે અને સામાન્ય લોકોને ઘેર
આહાર રસહીન છે, આપને લેવાયોગ્ય નથી. અને તેમણે લોકોને રોકયા કે તમે આપવાનું
શું જાણો? આ વચન સાંભળી, મહામુનિ પોતાને અંતરાય થયેલો જાણી નગરમાંથી પાછા
ચાલ્યા ગયા ત્યારે બધા લોકો ખૂબ વ્યાકુળ બન્યા. મહાપુરુષ જિનઆજ્ઞાના પ્રતિપાલક,
આચારાંગ સૂત્રપ્રમાણ જેમનું આચરણ છે, તે આહારને અર્થે નગરમાં આવી અંતરાય
જાણી નગરમાંથી પાછા વનમાં ચાલ્યા ગયા, ચિદ્રૂપના ધ્યાનથી મગ્ન કાયોત્સર્ગ ધરીને
બેઠા. તે અદ્ભુત, અદ્વિતીય, સૂર્ય, મન અને નેત્રને પ્યારા લાગે તેવા રૂપવાળા નગરમાંથી
આહાર લીધા વિના બહાર ગયા તેથી બધા જ ખૂબ ખેદખિન્ન થયાં.
આગમન અને લોકોના કોલાહલનો અંતરાય, વનમાં પાછા ગમન કરવાનું વર્ણન કરનાર
એકસો વીસમું પર્વ પૂર્ણ થયું
વનચર્યાની પ્રતિજ્ઞા કરી. એક રાજા પ્રતિનંદને કોઈ દુષ્ટ તુરંગ લઈને ભાગ્યો તે લોકોની
નજરમાંથી દૂર ચાલ્યો ગયો. રાજાની પટરાણી પ્રભવા અતિ ચિંતાતુર થઈ શીઘ્રગામી અશ્વ
પર બેસી રાજાની પાછળ સુભટો સાથે ચાલી. જે તુરંગ રાજાને ઉપાડી ગયો હતો તે
વનના સરોવરમાં કીચડમાં ફસાઈ ગયો. એટલામાં પટરાણી ત્યાં પહોંચી ગઈ. રાજા રાણી
પાસે આવ્યો. રાણી હસતાં હસતાં રાજાને