મહાવનમાં વિહાર કરતા, પંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું પાલન કરતા,
શાસ્ત્રવેત્તા, જિતેન્દ્રિય, જેમને જૈનધર્મમાં અનુરાગ છે, સ્વાધ્યાયધ્યાનમાં સાવધાન, જેમને
અનેક ઋદ્ધિઓ પ્રગટી છે, પરંતુ ઋદ્ધિઓની ખબર નથી, નિર્વિકાર, બાવીસ પરીષહના
જીતનાર, તેમના તપના પ્રભાવથી વનનાં સિંહ, વાઘ, મૃગાદિનાં ટોળાં તેમની નિકટ
આવીને બેસે છે, જીવોનો જાતિવિરોધ (દ્વેષ) મટી ગયો છે, રામનું શાંતસ્વરૂપ જોઈને તે
શાંતરૂપ બન્યાં છે. શ્રી રામનું ચિત્ત ચિદાનંદમાં છે, પરવસ્તુની તેમને વાંછા નથી, જે
કર્મકલંક દૂર કરવાનો પ્રયત્ન કરે છે, નિર્મળ શિલા પર બેસી આત્મધ્યાનમાં પ્રવેશ કર્યો,
જેમ રવિ મેઘમાળામાં પ્રવેશ કરે તેમ. તે પ્રભુ સુમેરુ સમાન અચળ ચિત્ત કરી અચળ
પવિત્ર સ્થાનમાં કાયોત્સર્ગ કરી નિજસ્વરૂપનું ધ્યાન કરતા હતા. કોઈ વાર વિહાર કરે છે
તો ઈર્યા સમિતિનું પાલન કરે છે, દેવદેવાંગનાથી તે પૂજાય છે. તે આત્મજ્ઞાની
જિનઆજ્ઞાના પાલક એવું તપ કરતા તે પંચમ કાળમાં કોઈથી ચિંતવી પણ ન શકાય,
એક દિવસ વિહાર કરતાં તે કોટિશિલા પાસે આવ્યા. જેને લક્ષ્મણે નમોકારમંત્રનો જાપ
કરીને ઊંચકી હતી, કોટિશિલા પર ધ્યાન ધરીને બેઠા, તેમનું મન ક્ષપકશ્રેણી ચડવાનું અને
કર્મોને ખપાવવામાં ઉદ્યમી હતું.
જિનશાસનનું માહાત્મ્ય, રામનું મુનિ થવું. કોટિશિલા પર ધ્યાન ધરી બેસવું વગેરેનો
વિચાર કરતાં તેણે જાણ્યું કે તે મનુષ્યોના ઇન્દ્ર, મનુષ્યલોકમાં મારા પતિ હતા, હું તેમની
સ્ત્રી સીતા હતી. જુઓ કર્મની વિચિત્રતા! હું તો વ્રતના પ્રભાવથી સ્વર્ગલોક પામી અને
લક્ષ્મણ રામના ભાઈ તેમને પ્રાણથી પ્રિય તે પરલોકમાં ગયા. રામ એકલા રહી ગયા.
જગતને આશ્ચર્ય પમાડનાર બન્ને ભાઈ બળભદ્ર નારાયણ કર્મના ઉદયથી જુદા પડી ગયા.
શ્રી રામ, હળ મૂશળના ધારક મહાબલી બળદેવે વાસુદેવના વિયોગથી જિનદેવની દીક્ષા
અંગીકાર કરી. રાજ્ય અવસ્થામાં શસ્ત્રોથી સર્વત્ર શત્રુને જીત્યા અને મુનિ થઈને મન-
ઇન્દ્રિયના વિજેતા થયા. હવે શુક્લધ્યાનથી કર્મશત્રુને જીતવા ચાહે છે, એવું જો થાય કે
મારી દેવમાયાથી કાંઈક એમનું મન મોહમાં આવે, તે શુદ્ધોપયોગથી ચ્યૂત થઈ
શુભોપયોગમાં આવી અહીં અચ્યૂત સ્વર્ગમાં આવે તો મારે ને એમને ગાઢ પ્રેમ છે તેથી હું
અને તે મેરુ નંદીશ્વરાદિકની યાત્રા કરીએ અને બાવીસ સાગર પર્યંત ભેગા રહીએ,
મિત્રતા વધારીએ અને બન્ને મળી લક્ષ્મણને જોઈએ-મળીએ. આવો વિચાર કરીને
સીતાનો જીવ પ્રતીન્દ્ર જ્યાં રામ ધ્યાનારૂઢ હતા ત્યાં આવ્યો. એમને ધ્યાનથી ભ્રષ્ટ કરવા
માટે દેવમાયા રચી. વનમાં વસંતઋતુ પ્રગટ કરી. નાના પ્રકારનાં ફૂલો ખીલ્યાં, સુગંધી
પવન વાવા લાગ્યો, પક્ષીઓ મનોહર અવાજ કરવા લાગ્યાં. ભમરા ગુંજારવ કરે છે,
કોયલ બોલે છે, મેના-પોપટ જાતજાતના અવાજ કરે છે. આંબા પર મોર આવ્યા, કામનાં
બાણ એવાં પુષ્પોની સુગંધ ફેલાઈ રહી છે, કર્ણકારનાં