જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાયનો નાશ કર્યો. માઘ શુક્લ બારસની પાછલી રાત્રે
કેવળજ્ઞાન પામ્યા. ત્યારે ઇન્દ્રાદિક દેવોનાં આસન કંપ્યાં. ભગવાન રામને કેવળજ્ઞાન
ઉપજ્યાનું અવધિજ્ઞાનથી જાણીને કેવળ કલ્યાણકની પૂજા માટે આવ્યા, મહાવિભૂતિ સંયુક્ત
દેવોના સમૂહસહિત શ્રધ્ધાળુ બધા જ ઇન્દ્રો આવ્યા. ઘાતીકર્મના નાશક અર્હંત પરમેષ્ઠીને
ચારણમુનિ અને ચતુરર્નિકાયના દેવ બધા જ પ્રણામ કરવા લાગ્યા. તે ભગવાન છત્ર,
ચમર, સિંહાસનાદિથી શોભિત ત્રણ લોકથી વંદવાયોગ્ય સયોગ કેવળીની ગંધકુટિ દેવો
રચવા લાગ્યા. દિવ્ય ધ્વની ખર્યા, બધાએ શ્રવણ કર્યું, અને વારંવાર સ્તુતિ કરવા લાગ્યા,
સીતાનો જીવ સ્વયંપ્રભ નામનો પ્રતીન્દ્ર કેવળીની પૂજા કરી ત્રણ પ્રદક્ષિણા કરી વારંવાર
ક્ષમા માગવા લાગ્યો કે હે ભગવાન! મેં દુર્બુદ્ધિએ જે દોષ કર્યા છે તેને ક્ષમા કરો. ગૌતમ
સ્વામી કહે છે-હે શ્રેણિક! તે ભગવાન બળદેવ અનંત લક્ષ્મીકાંતિથી સંયુક્ત આનંદમૂર્તિ
કેવળીની ઇન્દ્રાદિક દેવો અનાદિ રીતિ-પ્રમાણ પૂજા-સ્તુતિ કરીને વિનંતી કરવા લાગ્યા.
કેવળીએ વિહાર કર્યો ત્યારે દેવો પણ ચાલવા લાગ્યા.
વર્ણન કરનાર એકસો બાવીસમું પર્વ પૂર્ણ થયું
સમ્યગ્જ્ઞાનનું ગ્રહણ કરાવ્યું. તે ત્રીજા નરકમાં નારકીઓને બાધા કરાવે, હિંસાનંદ
રૌદ્રધ્યાનમાં તત્પર, નારકીઓને પરસ્પર લડાવે, આગળ અસુરકુમાર ન જાય, નારકી જ
પરસ્પર લડે. જ્યાં કેટલાકને અગ્નિકુંડમાં નાખે અને નારકીઓ પોકાર પાડે. કેટલાકને
કાંટાવાળા શાલ્મલી વૃક્ષ પર ચડાવી ઘસડે છે, કેટલાકને લોઢાની મોગરીથી કૂટે છે. જે પૂર્વે
માંસાહારી પાપી હતા તેમને તેમનું જ માંસ કાપીને ખવડાવે છે અને પ્રજ્વલિત લોઢાના
ગોળા મારી મારીને તેમના મોઢામાં નાખે છે. કેટલાક મારના માર્યા ભૂમિ પર આળોટે છે,
માયામયી કૂતરાં, બિલાડાં, સિંહ, વાઘ, દુષ્ટ પક્ષીઓ તેમનું ભક્ષણ કરે છે, ત્યાં તિર્યંચ નથી,
નરકની વિક્રિયા છે. કેટલાકને શૂળીએ ચડાવે છે, વજ્રની મોગરીથી મારે છે, કેટલાકને તાંબુ
ગરમ કરી ઓગાળીને પાય છે અને કહે છે કે આ મદિરાપાનનાં ફળ છે. કેટલાકને
લાકડાંમાં બાંધીને કરવતથી ચીરે છે, કેટલાકને કુહાડીથી કાપે છે, કેટલાકને ઘાણીમાં પીલે
છે, કેટલાકની આંખો કાઢી લે છે, કેટલાકની જીભ કાઢી લે છે, દાંત તોડી નાખે છે ઈત્યાદિ