સમજાવવા માટે ત્રીજી ભૂમિમાં ગયો. ત્યાં અસુરકુમાર જાતિના દેવો ક્રિડા કરતા હતા તે તો
આના તેજથી ડરી ગયા. શંબૂકને પ્રતીન્દ્રે કહ્યું-અરે પાપી, નિર્દયી, આ તેં શું માંડયું છે કે
જીવોને દુઃખ આપે છે? હે નીચ દેવ! ક્રૂર કર્મ છોડ, ક્ષમા રાખ. આ અનર્થ કરનારા કર્મથી
શો લાભ છે? આ નરકનાં દુઃખ સાંભળીને જ ભય ઉપજે છે, તું પ્રત્યક્ષ નારકીઓને પીડા
કરે છે, કરાવે છે, તેનો તને ત્રાસ નથી. પ્રતીન્દ્રનાં આ વચન સાંભળી શંબૂક શાંત થયો.
બીજા નારકી તેજ સહન કરી શક્યા નહિ, રોવા લાગ્યા અને ભાગવા લાગ્યા. ત્યારે પ્રતીન્દ્રે
કહ્યું કે હે નારકીઓ! મારાથી ડરો નહિ, જે પાપ વડે નરકમાં આવ્યા છો તેમનાથી ડરો.
પ્રતીન્દ્રે આમ કહ્યું ત્યારે તેમનામાં કેટલાક મનમાં વિચારવા લાગ્યા કે અમે હિંસા, જૂઠું,
ચોરી, પરસ્ત્રીગમન, બહુ આરંભ-પરિગ્રહમાં પ્રવર્ત્યા હતા, રોદ્રધ્યાની થયા હતા, તેનું આ
ફળ છે. અમે ભોગોમાં આસક્ત થયા, ક્રોધાદિક તીવ્રતાથી ખોટા કર્મ કર્યાં, તેના કારણે
આવું દુઃખ પામ્યાં. જુઓ, આ સ્વર્ગલોકના દેવ પુણ્યના ઉદયથી નાના પ્રકારના વિલાસ કરે
છે. રમણીક વિમાનમાં બેસી જ્યાં ઈચ્છા હોય ત્યાં જ જાય છે. આ પ્રમાણે નારકી
વિચારવા લાગ્યા અને શંબૂકનો જીવ જે અસુરકુમાર હતો તેને જ્ઞાન પ્રગટયું. પછી રાવણના
જીવે પ્રતીન્દ્રને પૂછયું કે તમે કોણ છો? ત્યારે તેણે બધી હકીકત કહી. તેણે કહ્યું કે હું
સીતાનો જીવ તપના પ્રભાવથી સોળમા સ્વર્ગમાં પ્રતીન્દ્ર થયો છું અને શ્રી રામચંદ્ર
મહામુનીન્દ્ર થઈ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય કર્મનો નાશ કરી કેવળી થયા
છે તે ધર્મોપદેશ આપતાં જગતને તારતાં ભરતક્ષેત્રમાં વિચરે છે, બાકીના ચાર
અઘાતીકર્મોનો અંત કરી પરમધામ પધારશે. તું વિષયવાસનાથી વિષમ ભૂમિમાં પડયો છે,
હજી પણ ચેત જેથી કૃતાર્થ થવાય. ત્યારે રાવણનો જીવ પ્રતિબોધ પામ્યો. તેને પોતાના
સ્વરૂપનું જ્ઞાન ઉપજ્યું. તેણે અશુભકર્મ બૂરાં માન્યાં, તે મનમાં વિચારવા લાગ્યો-મેં
મનુષ્યભવ પામીને અણુવ્રત, મહાવ્રત ન લીધાં તેથી આ અવસ્થા પામ્યો. અરેરે! મેં શું કર્યું
કે મને દુઃખસમુદ્રમાં નાખ્યો. આ મોહનું માહાત્મ્ય છે કે જીવ આત્મહિત કરી શકતો નથી.
રાવણ પ્રતીન્દ્રને કહે છે-હે દેવ! તમે ધન્ય છો, તમે વિષયની વાસના તજી, જિનવચનરૂપ
અમૃત પીને દેવોના નાથ થયા. ત્યારે પ્રતીન્દ્રે દયાળુ થઈને કહ્યું-તમે ડરો નહિ, ચાલો મારા
સ્થાનમાં ચાલો, એમ કહીને તેને ઊંચકવાને તૈયાર થયો ત્યાં રાવણના જીવના શરીરના
પરમાણુ વિખરાઈ ગયા, જેમ અગ્નિથી માખણ ઓગળી જાય તેમ. કોઈ પણ ઉપાયથી તેને
લઈ જવાને સમર્થ ન થયો, જેમ દર્પણમાં રહેલી છાયા પકડાતી નથી. ત્યારે રાવણના જીવે
કહ્યું-હે પ્રભો! તમે દયાળુ છો તેથી તમને દયા ઉપજે જ. પરંતુ આ જીવોએ પૂર્વે જે કર્મ
ઉપાર્જ્યાં છે તેનું ફળ તે અવશ્ય ભોગવે છે. વિષયરૂપ માંસના લોભી દુર્ગતિનું આયુષ્ય
બાંધે છે અને આયુષ્ય પર્યંત દુઃખ ભોગવે છે. આ જીવ કર્મોને આધીન છે એને દેવ શું
કરે? અમે અજ્ઞાનવશ અશુભકર્મ ઉપાર્જ્યાં છે એનું ફળ અવશ્ય ભોગવીશું, આપ અમને
છોડાવવાને સમર્થ નથી. તેથી કૃપા કરીને એવો ઉપદેશ આપો