કહ્યું-પરમકલ્યાણનું મૂળ સમ્યગ્જ્ઞાન છે તે જિનશાસનનું રહસ્ય છે, અવિવેકીઓને અગમ્ય
છે, ત્રણ લોકમાં પ્રસિદ્ધ છે. આત્મા અમૂર્તિક સિદ્ધ સમાન છે તેને સમસ્ત પરદ્રવ્યોથી જુદો
જાણો. જિનધર્મના નિશ્ચય વડે આ સમ્યગ્દર્શન જે કર્મોનું નાશક અને શુદ્ધ પવિત્ર
પરમાર્થનું મૂળ છે તેને જીવોએ પ્રાપ્ત ન કર્યું તેથી અનંતભવ થયા. આ સમ્યગ્દર્શન
અભવ્યોને અપ્રાપ્ય છે, ભવ્યોને કલ્યાણરૂપ છે, જગતમાં દુર્લભ છે, સકળમાં શ્રેષ્ઠ છે.
તેથી જો તું આત્મકલ્યાણ ચાહતો હો તો તેને અંગીકાર કર, જેથી મોક્ષ પામે. તેનાથી
ચડિયાતું બીજું કાંઈ છે નહિ, થયું નથી કે થશે નહિ, એનાથી જ બધા સિદ્ધ થયા છે અને
થશે. જે અર્હંત ભગવાને જીવાદિક નવ પદાર્થ ભાખ્યા છે તેની દ્રઢ શ્રદ્ધા કરવી, તેને
સમ્યગ્દર્શન કહે છે-ઈત્યાદિ વચનોથી રાવણના જીવને પ્રતીન્દ્રે સમ્યક્ત્વ ગ્રહણ કરાવ્યું
અને તેની દશા જોઈને વિચારવા લાગ્યો કે જુઓ, રાવણના ભવમાં આની કેવી કાંતિ
હતી, અતિસુંદર લાવણ્યરૂપ શરીર હતું તે અત્યારે કેવું થઈ ગયું છે, જેવું નવું વન
અગ્નિથી બળી જાય. જેને જોઈને આખો લોક આશ્ચર્ય પામતો તે જ્યોતિ ક્યાં ગઈ?
પછી તેને કહ્યું-કર્મભૂમિમાં તમે મનુષ્ય થયા હતા ત્યારે ઇન્દ્રિયોના ક્ષુદ્ર સુખને માટે
દુરાચાર કરી આવા દુઃખરૂપ સમુદ્રમાં ડૂબ્યા. પ્રતીન્દ્રના ઉપદેશનાં વચનો સાંભળી તેનું
સમ્યગ્દર્શન દ્રઢ થયું અને મનમાં વિચારવા લાગ્યો કે કર્મોના ઉદયથી દુર્ગતિનાં દુઃખ પ્રાપ્ત
થયાં તેમને ભોગવી અહીંથી છૂટી મનુષ્યદેહ પામી જિનરાજનું શરણ ગ્રહીશ. પ્રતીન્દ્રને
તેણે કહ્યું કે-હે દેવ! તમે મારું મહાન હિત કર્યું કે મને સમ્યગ્દર્શનમાં લગાડયો. હે પ્રતીન્દ્ર
મહાભાગ્ય! હવે તમે જાવ, ત્યાં અચ્યૂત સ્વર્ગમાં ધર્મનાં ફળથી સુખ ભોગવી મનુષ્ય થઈ
શિવપુરને પ્રાપ્ત થાવ. જ્યારે તેણે આમ કહ્યું ત્યારે પ્રતીન્દ્ર તેને સમાધાનરૂપ કરી કર્મોના
ઉદયને વિચારતા થકા સમ્યગ્દ્રષ્ટિ ત્યાંથી ઉપર આવ્યા. સંસારની માયાથી જેનો આત્મા
ભયભીત છે; અર્હંત્, સિદ્ધ, સાધુ જિનધર્મના શરણમાં જેવું મન તત્પર છે તેણે ત્રણવાર
પંચમેરુની પ્રદક્ષિણા કરી, ચૈત્યાલયોનાં દર્શન કરી, નારકીઓના દુઃખોથી કંપાયમાન છે
ચિત્ત જેનું, સ્વર્ગલોકમાં પણ ભોગાવિલાષી ન થયા, જાણે કે નારકીઓના ધ્વનિ સાંભળે
છે, સોળમા સ્વર્ગના દેવને છઠ્ઠી નરક સુધી અવધિજ્ઞાનથી દેખાય છે, ત્રીજા નરકમાં
રાવણના જીવને અને શંબૂકના જીવને જે અસુરકુમાર દેવ હતો તેને સંબોધી સમ્યકત્વ
પ્રાપ્ત કરાવ્યું. હે શ્રેણિક! ઉત્તમ જીવોથી પરોપકાર બને છે. વળી તે સ્વર્ગલોકમાંથી
ભરતક્ષેત્રમાં શ્રી રામના દર્શન માટે આવ્યા, પવનથી પણ શીઘ્રગામી વિમાનમાં બેસી
અનેક દેવોને સાથે લઈ નાના પ્રકારનાં વસ્ત્રો પહેરી હાર, માળા, મુગટ વગેરેથી શોભતા
શક્તિ, ગદા, ખડ્ગ, ધનુષ, બરછી, શતર્ધ્ની ઈત્યાદિ અનેક આયુધો ધારણ કરી ગજ,
તુરંગ, સિંહ ઈત્યાદિ અનેક વાહન પર બેસી મૃદંગ, બંસરી, વીણા વગેરે વાજિંત્રોના
અવાજથી દશે દિશાઓને પૂર્ણ કરતાં કેવળી પાસે આવ્યા. દેવોના વાહન ગજ, તુરંગ,
સિંહાદિક તિર્યંચ નથી, દેવોની વિક્રિયા છે, સીતાનો જીવ પ્રતીન્દ્ર શ્રી રામને હાથ જોડી,
શિર નમાવી, વારંવાર પ્રણામ કરી સ્તુતિ કરવા