સ્વર્ગનાય ભોગથી તું ધરાયો નહિ તો વિદ્યાધરોના અલ્પભોગથી તું ક્યાંથી તૃપ્ત થવાનો?
હવે તારું આયુષ્ય આઠ દિવસનું બાકી છે માટે સ્વપ્નની ઇન્દ્રજાળ સમાન જે ભોગ છે
તેનાથી તું નિવૃત્ત થા. આ સાંભળીને પોતાનું મરણ જાણવા છતાં પણ તે વિષાદ ન
પામ્યો. પ્રથમ તો તેણે જિનચૈત્યાલયોમાં મોટી પૂજા કરાવી, પછી અનંત સંસારના
ભ્રમણથી ભયભીત થઈને પોતાના મોટા પુત્ર અમરરક્ષને રાજ્ય આપી. નાના પુત્ર
ભાનુરક્ષને યુવરાજ પદ આપી, પોતે પરિગ્રહનો ત્યાગ કરી, તત્ત્વજ્ઞાનમાં મગ્ન થઈ,
પાષાણના સ્તંભ સમાન નિશ્ચળ થઈ ધ્યાનમાં સ્થિત થયા. તે લોભરહિત બની,
ખાનપાનનો ત્યાગ કરી, શત્રુમિત્રમાં સમાન બુદ્ધિ ધારી, નિશ્ચળ થઈને મૌનવ્રત ધારણ
કરી, સમાધિમરણ કરીને સ્વર્ગમાં ઉત્તમ દેવ થયા.
નગરના રાજા સુરસન્નિભની રાણી ગાંધારીની પુત્રી ગંધર્વા ભાનુરક્ષને પરણી. મોટાભાઈ
અમરરક્ષને દસ પુત્રો થયા અને દેવાંગના સમાન છ પુત્રી થઇ. તે પુત્રોએ પોતપોતાના
નામનાં નગર વસાવ્યાં. તે પુત્રો શત્રુને જીતનારા, પૃથ્વીના રક્ષક હતા. હે શ્રેણિક! તે નગરોનાં
નામ સાંભળ. ૧. સંધ્યાકાર, ૨. સુવેલ, ૩. મનોહલાદ, ૪. મનોહર, પ. હંસદ્વીપ, ૬, હરિ, ૭.
યોધ ૮. સમુદ્ર, ૯. કાંચન અને ૧૦. અર્ધસ્વર્ગ. આ દસ નગર તો અમરરક્ષના પુત્રોએ
વસાવ્યાં અને ૧ આવર્તનગર, ૨. વિઘટ, ૩. અમ્ભાદ, ૪. ઉત્કટ, પ. સ્ફુટ, ૬. રિતુગ્રહ, ૭.
તટ, ૮. તોય, ૯. આવલી અને ૧૦. રત્નદ્વીપ. આ દસ નગર ભાનુરક્ષના પુત્રોએ વસાવ્યાં.
એ નગર કેવાં છે? જેમાં ભિન્નભિન્ન પ્રકારનાં રત્નોથી પ્રકાશ થઈ રહ્યો છે. સુવર્ણની જેમ
ચમકતાં તે નગર ક્રીડા માટે રાક્ષસોના નિવાસ બન્યા. અન્ય દેશોના રહેવાસી મોટામોટા
વિદ્યાધરો ત્યાં આવીને ખૂબ ઉત્સાહથી રહેવા લાગ્યા.
રાજાઓ થયા. તે ન્યાયવાન, પ્રજાપાલક બની, સકળ વસ્તુઓથી વિરક્ત થઈ મુનિના વ્રત
ધારીને કેટલાક મોક્ષમાં ગયા, કેટલાક સ્વર્ગમાં દેવ થયા. તે વંશમાં એક મહારક્ષ નામનો
રાજા થયો. તેની રાણી મનોવેગાનો પુત્ર રાક્ષસ નામનો રાજા થયો. તેના નામથી
રાક્ષસવંશ કહેવાયો. એ વિદ્યાધર મનુષ્ય હતા, રાક્ષસ જાતિ નહિ. રાજા રાક્ષસની રાણી
સુપ્રભાને બે પુત્રો થયા. મોટો આદિત્યગતિ અને નાનો બૃહત્કીર્તિ. એ બન્ને ચન્દ્ર-સૂર્ય
સમાન અન્યાયરૂપ અંધકાર દૂર કરતા હતા. રાજા રાક્ષસ તે પુત્રોને રાજ્ય આપી, મુનિ
થઈને દેવલોક ગયા. રાજા આદિત્યગતિ રાજ્ય કરતો અને નાનો ભાઈ યુવરાજ હતો.
મોટાભાઈ આદિત્યગતિની સ્ત્રી સદનપદ્માને ભીમપ્રભ નામે પુત્ર થયો. બૃહત્કીર્તિની
સ્ત્રીનું નામ પુષ્પનખા હતું. ભીમપ્રભને દેવાંગના સમાન એક હજાર રાણી અને