દક્ષિણ શ્રેણીમાં ઊંચા મહેલોથી શોભિત મેઘપુર નામનું નગર છે. ત્યાં વિદ્યાધરોનો રાજા
અતીંદ્ર પૃથ્વી ઉપર પ્રસિદ્ધ અને ભોગસંપદામાં ઇન્દ્રતુલ્ય હતો. તેને શ્રીમતી નામની રાણી
લક્ષ્મી સમાન હતી. તેના મુખની ચાંદનીથી સદા પૂર્ણમાસી સમાન પ્રકાશ ફેલાતો. તેને
શ્રીકંઠ નામનો પુત્ર થયો. તે શાસ્ત્રમાં પ્રવીણ હતો. તેનું નામ સાંભળીને વિચક્ષણ પુરુષો
હર્ષ પામતા. તેની નાની બહેન મહામનોહરદેવી નામે હતી, જેનાં નેત્રો કાળનાં બાણ જ
જાણે કે હતાં.
પદ્મોત્તર નામનો એક ગુણવાન પુત્ર હતો, જેને દેખવાથી બધાને અતિઆનંદ થતો. તે
રાજા પુષ્પોત્તરે પોતાના પુત્ર માટે રાજા અતીંદ્રની પુત્રી દેવીની અનેક વાર યાચના કરી
તો પણ શ્રીકંઠે પોતાની બહેનને લંકાના સ્વામી કીર્તિધવલ સાથે પરણાવી અને પદ્મોત્તરને
ન આપી. આ વાત સાંભળી રાજા પુષ્પોત્તરે અત્યંત ક્રોધિત થઈને કહ્યું કે જુઓ,
અમારામાં કોઈ દોષ નહોતો, અમે દરિદ્રી નહોતા, મારો પુત્ર કુરૂપ નહોતો તેમ જ અમારે
અને તેમને કાંઈ વેર નથી તો પણ મારા પુત્રને શ્રીકંઠે પોતાની બહેન ન પરણાવી તે શું
યોગ્ય કર્યું છે?
આવતો હતો ત્યારે માર્ગમાં પુષ્પોત્તરની પુત્રી પદ્માભાનો રાગ સાંભળ્યો અને વીણાવાદન
સાંભળ્યું. તે મન અને કાનને હરનાર રાગ સાંભળીને મોહિત થયો. તેણે અવલોકન કર્યું તો
ગુરુ સમીપે સંગીતગૃહમાં વીણા વગાડતી પદ્માભાને જોઈ. તેના રૂપસમુદ્રમાં તેનું મન મગ્ન
થઈ ગયું, મનને પાછું વાળવામાં અસમર્થ થયો, તેની તરફ જોતો રહ્યો અને એ પણ અત્યંત
રૂપાળો હતો તેથી એને જોતાં એ પણ મોહિત થઈ. એ બન્ને પરસ્પર પ્રેમસૂત્રથી બંધાયાં. તેનું
મન જોઈને શ્રીકંઠ તેને લઈને આકાશમાર્ગે ચાલતો થયો. તે વખતે પરિવારજનોએ રાજા
પુષ્પોત્તરને પોકારીને કહ્યું કે તમારી પુત્રીને રાજા શ્રીકંઠ લઈ ગયો. રાજા પુષ્પોત્તરના પુત્રને
શ્રીકંઠે પોતાની બહેન પરણાવી નહોતી તેથી તે ગુસ્સામાં તો હતો જ. હવે પોતાની પુત્રીને
લઈ જવાથી તે અત્યંત ક્રુદ્ધ બનીને, સંપૂર્ણ સેના સાથે શ્રીકંઠને મારવા તેની પાછળ પડયો.
દાંત વડે હોઠ પીસતો, ક્રોધથી જેનાં નેત્ર લાલ થઈ ગયેં છે એવા મહાબળવાન રાજાને આવતો
જોઈને શ્રીકંઠ ડરી ગયો અને ભાગીને પોતાના બનેવી લંકાના રાજા કીર્તિધવલના શરણે
આવ્યો. સમય આવ્યે મોટાને શરણે જવું તે ન્યાયયુક્ત છે. રાજા કીર્તિધવલે શ્રીકંઠને જોઈ,
પોતાનો સાળો જાણી, ઘણા સ્નેહથી સામે આવી