જેમ કમળવનને ઉન્મત્ત હાથી ઉખાડી નાખે તેમ. આમ રાક્ષસ જાતિના વિદ્યાધરો ખૂબ
ગુસ્સે થયા ત્યારે પ્રજાજનો માલીના સૈન્યથી ડરીને ધ્રુજતા ધ્રુજતા રથનપુર નગરમાં રાજા
સહસ્ત્રારના શરણે આવ્યા. તેઓ ચરણમાં નમસ્કાર કરીને દીન વચન કહેવા લાગ્યા કે હે
પ્રભો! સુકેશનો પુત્ર રાક્ષસકુલી રાજા માલી સમસ્ત વિદ્યાધરો પર આજ્ઞા ચલાવે છે,
આખાય વિજ્યાર્ધ ઉપર અમને પીડે છે, આપ અમારું રક્ષણ કરો. ત્યારે સહસ્ત્રારે આજ્ઞા કરી કે
હે વિદ્યાધરો! મારા પુત્ર ઇન્દ્રના શરણે જઈ તેને વિનંતી કરો, તે તમારું રક્ષણ કરવાને સમર્થ છે.
જેમ ઇન્દ્ર સ્વર્ગલોકનું રક્ષણ કરે છે તેમ આ ઇન્દ્ર સમસ્ત વિદ્યાધરોનો રક્ષક છે.
કેવો છે ઇન્દ્ર? જેણે પાસે પડેલા વજ્ર તરફ જોયું છે, જેનાં નેત્ર લાલ થઈ ગયાં છે. તેણે
કહ્યું કે હું લોકપાલ છું, લોકોની રક્ષા કરું, જે લોકના કંટક હોય તેને પકડીને મારું અને
તે પોતે જ લડવા આવ્યો છે તો એના જેવું બીજું રૂડું શું? પછી રણનાં નગારાં
વગાડવામાં આવ્યા. તેના અવાજથી મત્ત હાથીઓ ગજબંધનને ઉખાડવા લાગ્યા. સમસ્ત
વિદ્યાધરો યુદ્ધનો સાજ સજીને ઇન્દ્ર પાસે આવ્યા. બખ્તર પહેરીને, હાથમાં અનેક પ્રકારનાં
આયુધ લઈને, પરમ હર્ષિત થતા કેટલાક ઘોડા ઉપર ચડયા તથા હાથી, ઊંટ, સિંહ, વાઘ,
શિયાળ, મૃગ, હંસ, બકરા, બળદ, ઘેટાં વગેરે માયામયી અનેક વાહનો પર બેસીને
આવ્યા, કેટલાક વિમાનમાં બેઠા, કેટલાક મોર ઉપર બેઠા, કેટલાક ખચ્ચર પર ચડીને
આવ્યા. ઇન્દ્રે જે લોકપાલ સ્થાપ્યા હતા તે પોતપોતાના વર્ગસહિત અનેક પ્રકારનાં
હથિયારો સાથે આવ્યા. તેમની ભ્રમર વાંકી હતી અને મુખ ભયાનક હતાં. ઐરાવત હાથી
ઉપર ઇન્દ્ર ચડયા, બખ્તર પહેર્યું શિર પર છત્ર ધરેલું હતું, તે રથનૂપુરમાંથી બહાર
નીકળ્યા. સેનાના વિદ્યાધરો જે દેવ કહેવરાવતા તે દેવો અને લંકાના રાક્ષસો વચ્ચે મહાયુદ્ધ થયું.
ઘોડા સાથે ઘોડા, પ્યાદાં સાથે પ્યાદાં લડયા. કૂહાડા, મુદ્ગલ, ચક્ર, ખડ્ગ, ગોફણ, મુશળ,
ગદા, પાશ ઈત્યાદિ અનેક આયુધોથી યુદ્ધ થયું. દેવોની સેનાએ કેટલાક રાક્ષસોનું બળ
ઘટાડયું ત્યારે વાનરવંશી રાજા સૂર્યરજ અને રક્ષરજ જે રાક્ષસવંશીઓના પરમ મિત્ર હતા
તેમણે રાક્ષસોની સેનાને દબાયેલી જોઈને યુદ્ધમાં ઝંપલાવ્યું. તેમના યુદ્ધથી સમસ્ત ઇન્દ્રની
સેનાના દેવજાતિના વિદ્યાધરો પાછા હઠયા. એમનું બળ મેળવીને લંકાના રાક્ષસકુલી
વિદ્યાધરો મહાયુદ્ધ કરવા લાગ્યા. અસ્ત્રોના સમૂહથી આકાશમાં અંધકાર ફેલાવી દીધો.
રાક્ષસ અને વાનરવંશીઓ દ્વારા દેવોનું બળ હરાયેલું જોઈને ઇન્દ્ર પોતે યુદ્ધ કરવાને તેયાર
થયો. સમસ્ત રાક્ષસવંશી અને વાનરવંશી