Panch Stotra (Gujarati).

< Previous Page   Next Page >


Page 9 of 105
PDF/HTML Page 17 of 113

 

background image
ભક્તામરસ્તોત્ર ][ ૯
ભાવાર્થ :હે નાથ! દેવાંગના આપના મનમાં રંચમાત્ર વિકાર
પેદા કરી શકી નહીં એ કંઈ આશ્ચર્યની વાત નથી જેમકે પ્રલય કાળના
પવનથી અન્ય પર્વતો હલી શકે છે, પરંતુ સુમેરૂ પર્વતને ચલાયમન કરી
શકાતો નથી. ૧૫.
निर्धूमवर्तिरपवर्जिततैलपूरः
कृत्स्नं जगत्त्रयमिदं प्रकटीकरोषि
गम्यो न जातु मरूतां चलिताचलानां
दीपोऽपरस्त्वमसि नाथ जगत्प्रकाशः
।।१६।।
ધૂમ્રે રહિત, નહિ વાટ, ન તેલવાળો,
ને આ સમગ્ર ત્રણ લોક પ્રકાશનારો;
ડોલાવનાર ગિરિ વાયુ ન જાય પાસે,
તું નાથ છો અપર દીપ જગત્પ્રકાશે. ૧૬.
ભાવાર્થ :હે નાથ! આપ સમગ્ર સંસારને પ્રકાશિત કરવાવાળા
અપૂર્વ દીપક છો, તે એ પ્રમાણે કે બીજા દીવાઓની બત્તીમાંથી ધૂમાડા
નીકળે છે અને આપનો પ્રકાશ નિર્ધૂમ છે, ધૂમાડા વગરનો છે, પાપરહિત
છે. બીજા દીવાઓમાં તેલની જરૂર રહે છે પરંતુ આપમાં તેની તેની જરૂર
રહેતી નથી. બીજા દીવાઓ બહુ જ થોડી જગ્યા પ્રકાશિત કરે છે; જ્યારે
આપ સમગ્ર ત્રણ લોકને પ્રકાશિત કરો છો; એ સિવાય બીજા દીવાઓ
એક સાધારણ હવાની ઝપટથી બુઝાઈ જાય છે, પરંતુ આપના પ્રકાશને
તો મોટા મોટા પર્વતો હલાવી નાંખે એવી હવા પણ કંઈ બગાડ કરી શકતી
નથી. ૧૬.
नास्तं कदाचिदुपयासि न राहुगम्यः
स्पष्टीकरोषि सहसा युगपज्जगन्ति
नांभोधरोदरनिरूद्धमहाप्रभावः
सूर्यातिशायिमहिमासि मुनींद्र ! लोके
।।१७।।