૧૦ ][ પંચસ્તોત્ર
ઘેરી શકે કદી ન રાહુ, ન અસ્ત થાય,
સાથે પ્રકાશ ત્રણ લોક વિષે કરાય;
તું હે મુનીંદ્ર, નહીં મેઘવડે છવાય,
લોકે પ્રભાવ રવિથી અદકો ગણાય. ૧૭.
ભાવાર્થ : — હે જિનેન્દ્ર! આપનો મહિમા સૂર્યથી પણ અતિ ઘણો
છે. જુઓ, સૂરજને રાહુ ગ્રહણ કરી ઘેરી શકે છે, પરંતુ આપને તે ગ્રહણ
કરી શકતો નથી. સૂર્ય તો દિવસમાં ક્રમક્રમથી તથા મધ્ય લોકમાં જ પ્રકાશ
કરે છે. પરંતુ આપ તો સદા, એકસાથે ત્રણ જગતને પ્રકાશિત કરો છો.
સૂર્યનાં તેજને વાદળ ઢાંકી દે છે, પરંતુ આપના પ્રભાવને તો કોઈ ઢાંકી
શકતું નથી. ૧૭.
नित्योदयं दलितमोहमहांधकारम्
गम्यं न राहुवदनस्य न वारिदानाम् ।
विभ्राजते तव मुखाब्जमनल्पकान्ति,
विद्योतयज्जगदपूर्वशशांकबिम्बम् ।।१८।।
મોહાંધકાર દળનાર સદા પ્રકાશી,
રાહુ મુખે ગ્રસિત ના, નહિ મેઘરાશી;
શોભે તમારું મુખપદ્મ અપાર રૂપે,
જેવો અપૂર્વ શશિ લોક વિષે પ્રકાશે. ૧૮.
ભાવાર્થ : — હે નાથ! આપનું અત્યંત કાંતિવાન મુખકમળ આખા
સંસારને પ્રકાશિત કરવાવાળા અપૂર્વ ચંદ્રમા સમાન છે, ચંદ્રમાથી પણ તે
અધિકતર છે કારણ કે ચંદ્રમાનો ઉદય નિરંતર રહેતો નથી પરંતુ આપનું
મુખચંદ્ર સદા ઉદીત – ઉજ્જ્વળ જ રહે છે. ચંદ્રમા અંધકાર નષ્ટ કરી શકે
છે પરંતુ – મોહાંધકાર નષ્ટ કરી શકતો નથી ને આપનું મુખચંદ્ર તો બન્નેને
નષ્ટ કરવાવાળું છે. ચંદ્રમાને રાહુ અને મેઘ દબાવી શકે છે પરંતુ આપના
મુખ - ચંદ્રને કોઈ કંઈ કરી શકતું નથી. ૧૮.