ભક્તામરસ્તોત્ર ][ ૧૧
किं शर्वरीषु शशिनाऽह्नि विवस्वता वा
युष्मन्मुखेंदुदलितेषु तमःसु नाथ ।
निष्पन्नशालिवनशालिनि जीवलोके,
कार्यं कियज्जलधरैर्जलभारनम्रैः ।।१९।।
શું રાત્રિમાં શશિ થકી દિવસે રવિથી,
અંધારું તુજ મુખચંદ્ર હરે પછીથી;
શાલી સુશોભિત રહી નીપજી ધરામાં,
શી મેઘની ગરજ હોય જ આભલામાં. ૧૯.
ભાવાર્થ : — પ્રભો! જો આપનું મુખ – ચંદ્ર જ અંધકારને નષ્ટ કરે
છે તો રાત્રે ચંદ્રમા અને દિવસે સૂર્યનું કામ શું છે? જેમ કે સંસારમાં,
ધાન્ય પાકી ગયા પછી – ખેતરમાં પાક પાકી ગયા પછી પાણીના ભરેલા
વાદળોથી કંઈ લાભ નથી. ૧૯.
ज्ञानं यथा त्वयि विभाति कृतावकाशं
नैवं तथा हरिहरादिषु नायकेषु
तेजः स्फु रन्मणिषु याति यथा महत्वं
नैवं तु काचशकले किरणाकुलेऽपि ।।२०।।
શોભે પ્રકાશ કરી જ્ઞાન તમો વિષે જે,
તેવું નહીં હરિહરાદિકના વિષે તે;
રત્નો વિષે સ્ફુરિત તેજ મહત્વ ભાસે,
તેવું ન કાચ કટકે ઉજળે જણાશે. ૨૦.
ભાવાર્થ : — હે નાથ! લોક અને પરલોકનો પ્રકાશક જે જ્ઞાન
પરિપૂર્ણ રીતે આપને પ્રાપ્ત થયું છે તેવું હરિહર, બ્રહ્મા ઇત્યાદિક દેવોને
વિષે પ્રાપ્ત થયું નથી કેમ કે પ્રકાશમાન મહામણિના સમૂહને વિષે જેવું
તેજનું પ્રાબલ્ય છે તેવું તેજ કાચના કકડાને વિષે જણાતું જ નથી. ૨૦.