૧૨ ][ પંચસ્તોત્ર
मन्ये वरं हरिहरादय एव दृष्टा
दृष्टेषु येषु हृदयं त्वयि तोषमेति ।
किं वीक्षितेन भवता भुवि येन नान्यः
कश्चिन्मनो हरति नाथ भवांतरेऽपि ।।२१।।
માનું રૂડું હરિહરાદિકને દીઠા તે,
દીઠે છતે હૃદય આપ વિષે ઠરે છે;
જોવા થકી જગતમાં પ્રભુનો પ્રકાશ,
જન્માન્તરે ન હરશે મન કોઈ નાથ. ૨૧.
ભાવાર્થ : — હે પ્રભો! હરીહર, બ્રહ્મા આદિ દેવો મારી દ્રષ્ટિએ
પડ્યા એ સારું જ થયું છે, કેમ કે આપને જોવાથી મારું હૃદય સંતોષ
પામ્યું છે એનું કારણ એ છે કે એ દેવો રાગ – દ્વેષ સહિત છે, અને આપ
રાગદ્વેષ રહિત વીતરાગ છો. માટે હે નાથ! આ લોકમાં આપને જોવાથી
મને લાભ થયો છે તે એટલો જ કે ભવાન્તરને વિષે પણ અન્ય કોઈ દેવ
મારું મન હરણ કરી શકનાર નથી.
स्त्रीणां शतानि शतशो जनयन्ति पुत्रा -
न्नान्या सुतं त्वदुपमं जननी प्रसूता ।
सर्वा दिशो दधति भानि सहस्त्ररश्मिं
प्राच्येव दिग्जनयति स्कुरदंशुजालम् ।।२२।।
સ્ત્રી સેંકડો પ્રસવતી કદિ પુત્ર ઝાઝા,
ના અન્ય આપ સમ કો પ્રસવે જનેતા;
તારા અનેક ધરતી જ દિશા બધીય,
તેજે સ્ફુરિત રવિને પ્રસવે જ પૂર્વ. ૨૨.
ભાવાર્થ : — જેમ તારાઓના સમૂહોને સર્વે દિશાઓ ધારણ કરે છે
પણ તેજસ્વી સૂર્યને તો માત્ર પૂર્વ દિશા જ જન્મ આપે છે; તેમજ સેંકડો