ભક્તામરસ્તોત્ર ][ ૧૩
સ્ત્રીઓ ઘણાએ પુત્રોને જન્મ આપે છે; છતાં આપના સમાન પુત્રને તો બીજી
કોઈ જનેતા ઉત્પન્ન કરતી જ નથી. ૨૨.
त्वामामनंति मुनयः परमं पुमांस –
मादित्यवर्णममलं तमसः पुरस्तात् ।
त्वामेव सम्यपुगलभ्य जयन्ति मृत्युं
नान्यः शिवः शिवपदस्य मुनींद्रपंथाः ।।२३।।
માને પરંપુરુષ સર્વ મુનિ તમોને,
ને અંધકાર સમીપે રવિ શુદ્ધ જાણે;
પામી તને સુરીત મૃત્યુ જીતે મુનીંદ્ર,
છે ના બીજો કુશળ મોક્ષ તણો જ પંથ. ૨૩.
ભાવાર્થ : — હે મુનીંદ્ર! આપને મુનિઓ પરમ પુરુષ માને છે.
આપ અંધકાર વિનાના હોઈ અથવા અંધકાર અર્થાત્ જ્ઞાનાવરણી આદિ
કર્મો આપે નષ્ટ કરી દીધેલા હોવાથી તથા કેવળજ્ઞાન અવસ્થામાં ભામંડળ
સમાન તેજસ્વી હોવાથી સૂર્ય સમાન તેજસ્વી કહેવાઓ છો. આપ જ
અમલ – રાગદ્વેષ રહિત હોવાથી નિર્મળ કહેવાઓ છો. અને મન, વચન,
કાયાની શુદ્ધિથી આપનું આરાધન કરીને લોકો મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરે
છે. હે નાથ! સાચું તો એ છે કે આપને સમ્યક્ પ્રકારે પામ્યા વિના બીજો
કોઈ મોક્ષનો શ્રેષ્ઠ માર્ગ છે જ નહીં. ૨૩.
त्वामव्ययं विभुमचिंत्यमसंख्यमाद्यं
ब्रह्माणमीश्वरमनंतमनंगकेतुम् ।
योगीश्वरं विदितयोगमनेकमेकं
ज्ञानस्वरूपममलं प्रवदंति संतः ।।२४।।
તું આદ્ય, અવ્યય, અચિંત્ય, અસંખ્ય, વિભુ
છે બ્રહ્મા, ઈશ્વર, અનંત, અનંગકેતુ;