ત્રણે લોકમાં વ્યાપ્ત છે તેથી આપને ‘વિભુ વ્યાપક અથવા સમર્થ કહે છે.
આપનું સ્વરૂપ કોઈ ચિંતવન કરી શકતા નથી તેથી આપને ‘અચિંત્ય’ કહે
છે. આપના ગુણોની સંખ્યા નહીં હોવાથી આપને ‘અસંખ્ય’ કહે છે. એવી
રીતે સત્પુરુષો અનેક વિશેષણોથી જ્ઞાનના સાક્ષાત્ સ્વરૂપે વર્ણવી આપને
નિર્મળ કહે છે. હે પ્રભો! આપ કર્મોનો નાશ કરી સિદ્ધ થયા છો. અને
આપ અનાદિ મુક્ત નથી તેથી આપને ‘આદ્ય’ કહે છે અથવા યુગની
આદિમાં આપે કર્મભૂમિની રચના કરી, અને ચોવીશ તીર્થંકરોમાં આદ્ય
તીર્થંકર છો તેથી આપને ‘આદ્ય’ કહે છે. સઘળા કર્મોથી આપ રહિત છો
અથવા આનંદમય છો તેથી આપને ‘બ્રહ્મા’ કહે છે. આપ કૃતકૃત્ય છો
તેથી આપને ‘ઈશ્વર’ કહે છે. અનંતજ્ઞાન, અનંતદર્શનાદિથી આપ યુક્ત
છો અથવા અનીશ્વર છો તેથી આપને ‘અનંત’ કહે છે. સંસારનું કારણ
જે કામ તેને આપ નાશ કરનાર છો તેથી આપને ‘અનંગકેતુ’ કહે છે.
યોગી અર્થાત્ સામાન્ય કેવળી યા મન, વચન, કાયાના વ્યાપારને
જીતવાવાળા જે મુનિજન છે તેના આપ સ્વામી છો તેથી આપને
‘યોગીશ્વર’ કહે છે. આપથી ચઢિયાતું બીજું કોઈ નથી તેથી આપને ‘એક’
કહે છે. આપ કેવળજ્ઞાનસ્વરૂપ છો. અર્થાત્ સમગ્ર કર્મોનો ક્ષય કરીને
આપ ચિત્તસ્વરૂપ થયા છો, તેથી આપને ‘જ્ઞાનસ્વરૂપ’ કહે છે. આપ કર્મ
મલ રહિત છો તેથી આપને ‘અમલ’ કહે છે. ૨૪.
व्यक्तं त्वमेव भगवन् पुरुषोत्तमोऽसि