ભક્તામરસ્તોત્ર ][ ૧૫
છો બુદ્ધિ બોધથકી હે સુરપૂજ્ય બુદ્ધ,
છો લોકને સુખદ શંકર તેથી શુદ્ધ;
છો મોક્ષમાર્ગ વિધિ ધારણાથી જ ધાતા,
છો સ્પષ્ટ આપ પુરુષોત્તમ સ્વામી ત્રાતા. ૨૫.
ભાવાર્થ : — પ્રભો! આપના કેવળજ્ઞાનની ગણધરો તથા સ્વર્ગના
દેવોએ પૂજા કરી છે તેથી આપ જ સાચા ‘બુદ્ધ’ છો પરંતુ જેઓ
ક્ષણિકવાદી છે, સંસારના પદાર્થોને ક્ષણિક બતાવે છે, વળી તેમનામાં
કેવળજ્ઞાન ન હોવાથી વસ્તુસ્વરૂપને ઠીકઠીક જાણતા નથી તેથી તેઓ સાચા
બુદ્ધ નથી. આપ ત્રણ લોકનું કલ્યાણ કરવાવાળા, સુખ આપવાવાળા છો
તેથી આપ જ સાચા ‘શંકર’ છો. વળી આપ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને
સમ્યક્ચારિત્રરૂપ સત્યાર્થ મોક્ષમાર્ગનો ઉપદેશ આપો છો તેથી આપ જ
સાચા ‘બ્રહ્મા’ છો. નાથ! આપ જ સાક્ષાત્ ‘પુરુષોત્તમ’ અર્થાત્ પુરુષ
–
શ્રેષ્ઠ શ્રી નારાયણ છો. ૨૫.
तुभ्यं नमस्रिभुवनार्तिहराय नाथ !
तुभ्यं नमः क्षितितलामलभूषणाय ।
तुभ्यं नमस्त्रिजगतः परमेश्वराय
तुभ्यं नमो जिन ! भवोदधिशोषणाय ।।२६।।
ત્રૈલોક દુઃખહર નાથ! તને નમોસ્તુ,
તું ભૂતળે અમલભૂષણને નમોસ્તુ;
ત્રલોકના જ પરમેશ્વરને નમોસ્તુ,
હે જિન શોષક ભવાબ્ધિ! તને નમોસ્તુ. ૨૬.
ભાવાર્થ : — હે નાથ! આપ જ ત્રણે ભુવનોના જીવોના દુઃખ નાશ
કરવાવાળા છો, પૃથ્વીના એક અત્યંત સુંદર ભૂષણ છો અને સંસારરૂપ
સમુદ્રને સુકાવવાવાળા છો અર્થાત્ ભવ્ય જીવોને મોક્ષ પ્રાપ્ત કરાવવાવાળા
છો તેથી આપને મારા નમસ્કાર હો. ૨૬.