૧૬ ][ પંચસ્તોત્ર
को विस्मयोऽत्र यदि नाम गुणैरशेषै –
स्त्वं संश्रितो निरवकाशतया मुनीश ।
दोषैरुपात्तविविधाश्रयजातगर्वैः,
स्वप्नांतरेऽपि न कदाचिदपीक्षितोऽसि ।।२७।।
આશ્ચર્ય શું ગુણ જ સર્વ કદિ મુનીશ,
તારો જ આશ્રય કરી વસતા હંમેશ;
દોષો ધરી વિવિધ આશ્રય ઉપજેલા,
ગર્વાદિકે ન તમને સ્વપને દીઠેલા. ૨૭.
ભાવાર્થ : — હે મુનીંદ્ર! તમામ ગુણો જ તમારામાં પરિપૂર્ણ રીતે
આશ્રય કરીને રહેલા છે એમાં શું આશ્ચર્ય છે? કેમકે અનેક સ્થળે આશ્રય
મળવાથી જેમને ગર્વ ઉત્પન્ન થયેલો છે, એવા ગર્વાદિદોષો તો આપને વિષે
સ્વપ્નાંતરે પણ જોયેલા જ નથી. ૨૭.
उच्चैरशोकतरुसंश्रितमुन्मयूख –
माभातिरुपममलं भवतो नितांतम् ।
स्पष्टोल्लसत्किरणमस्ततमोवितानं
बिंबं रवेरिव पयोधरपार्श्ववर्ति ।।२८।।
ઊંચા અશોકતરુ આશ્રિત કીર્ણ ઊંચ,
અત્યંત નિર્મળ દીસે પ્રભુ આપ રૂપ;
તે જેમ મેઘ સમીપે રહી સૂર્યબિંબ;
શોભે પ્રસારી કિરણો હણીને તિમિર. ૨૮.
ભાવાર્થ : — હે જિનેશ્વર! જેનાં કિરણો ઉપરની તરફ ફેલાઈ રહ્યાં
છે, એવું આપનું ઉજ્જ્વલ શરીર, ઊંચા અશોક વૃક્ષની નીચે બહુ સુંદર
દેખાય છે માનો, જેનાં કિરણો સર્વે દિશાઓને પ્રકાશિત કરી રહ્યા છે અને
અંધકારનો સર્વથા નાશ કરે છે એવો સૂર્ય પણ મેઘોની આસપાસ શોભે
તેમ આપ શોભી રહ્યા છો. ૨૮.