ભક્તામરસ્તોત્ર ][ ૧૭
सिंहासने मणिमयूखशिखाविचित्रे,
विभ्राजते तव वपुः कनकावदातम् ।
बिंम्बं वियद्विलसदंशुलतावितानं,
तुंगोदयाद्रिशिरसीव सहस्त्ररश्मेः ।।२९।।
સિંહાસને મણિ તણા કિરણે વિચિત્ર,
શોભે સુવર્ણ સમ આપ શરીર ગૌર;
તે સૂર્ય – બિંબ ઉદયાચળ શિર ટોચે,
આકાશમાં કિરણ જેમ પ્રસરી શોભે. ૨૯.
ભાવાર્થ : — હે ભગવન્! જેવી રીતે ઉદયાચળ પર્વતની ઉપર
આકાશને વિષે પ્રકાશમાન કિરણો રૂપી લતાઓના સમૂહ વડે સૂર્યનું બિંબ
શોભે છે તેવી જ રીતે હે જિનેન્દ્ર! મણીઓના કિરણોની પંક્તિઓ વડે
કરીને વિચિત્ર દેખાતા સિંહાસન પર સુવર્ણ જેવું મનોહર આપનું શરીર
અત્યંત શોભે છે. ૨૯.
कुंदावदातचलचामरचारुशोभं,
विभ्राजते तव वपुः कलधौतकान्तम् ।
उद्यघ्छशांकशुचिनिर्झरवारिधार –
मुच्चैस्तटं सुरगिरेरिव शातकौंभम् ।।३०।।
ધોળાં ઢળે અમરકુંદ સમાન એવું,
શોભે સુવર્ણમય રમ્ય શરીર તારું;
તે ઉગતા શશિસમા જળ ઝર્ણ ધારે,
મેરુ તણા કનકના શિર પેઠ શોભે. ૩૦.
ભાવાર્થ : — જેમ ઉદય પામેલા ચંદ્રમાના જેવી નિર્મળ પાણીના
ઝરણની ધારાઓ વડે, મેરૂ પર્વતનું સુવર્ણમય ઊંચું શિખર શોભી રહે છે,
તેમ મોગરાના પુષ્પ જેવા ધોળા (ફરતા) વીંજાતા ચામરો વડે, સોનાના જેવું
મનોહર, આપનું શરીર શોભી રહેલ છે. ૩૦.